પૃથ્વી પરથી 2 પ્રકારના ગ્રહણ જોવા મળે છે સુર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ. વૈજ્ઞાનિકોના કહેવા મુજબ આ વર્ષમાં 3 ચંદ્રગ્રહણ થવાનાં હતા.તેમાંથી પહેલું ચંદ્રગ્રહણ 10 જાન્યુઆરી, બીજું ચંદ્રગ્રહણ 5 જૂન અને આ વર્ષનું છેલ્લું ચંદ્રગ્રહણ 30 નવેમ્બરના રોજ થવાનું છે.
આ ગ્રહણ કાર્તિકમાસની પૂર્ણિમાની તિથિએ થશે. સોમવારે જે ગ્રહણ થશે તે પેનુંબ્રલ ગ્રહણ હશે જેમાં સુર્યથી ચંદ્ર તરફ જતો પ્રકાશનો અમુક ભાગ પૃથ્વીના બાહ્ય પડછાયાને રોકે છે. આ સમય દરમિયાન ચંદ્રના 82 પ્રતિશત હિસ્સા પર પૃથ્વી સૂર્ય પ્રકાશને રોકશે. આ ચંદ્રગ્રહણથી ચંદ્રની ચમક થોડીક ફીકી પડશે.
ભારતીય સમય અનુસાર આ ગ્રહણ બપોરે 1:04 વાગ્યે શરૂ થશે અને સાંજે 5:22 વાગ્યે પૂરું થશે. આ વર્ષનું ચંદ્રગ્રહણ અમેરિકા, પ્રશાંત મહાસાગર, ઓસ્ટ્રેલિયા અને એશિયામાં જોવા મળશે.
તે દિવસે કાર્તિકપૂર્ણિમા હશે પરંતુ ગ્રહણના સમયે ચંદ્ર પોતાની ક્ષિતિજથી નીચે હોવાને કારણે દેશના ઘણા ઉત્તર, પૂર્વ, મધ્ય રાજ્યોના ઘણા હિસ્સામાં તેનું હલકું સ્વરૂપ જોવા મળશે. આમાં જમ્મુ કશ્મીર, ઉતરાખંડ, યુપી, બિહાર, મધ્યપ્રદેશ, ઝારખંડ, છત્તીસગઢ, ઓડિશા, અસમ, પશ્ચિમ બંગાળ અને બધા જ પૂર્વોત્તરના રાજ્યોનો સમાવેશ થાય છે.