રવિવારે તમામ સિવિક સેન્ટર અને વોર્ડ ઓફિસે વેરો સ્વીકારાશે: ૫૪૭૧૪ કરદાતાઓએ વ્યાજ માફી યોજનાનો લાભ લીધો: ૨૮.૪૮ કરોડનું વ્યાજ માફ કરાયુ
રાજકોટ મહાનગરપાલિકામાં હાલ ચાલી રહેલી વેરામાં વ્યાજ માફી યોજના આવતીકાલે પૂર્ણ ઈ રહી છે. કાલે રવિવારની રજા હોવા છતાં ટેકસ બ્રાન્ચ ચાલુ રહેશે અને તમામ સિવિક સેન્ટર તા ૧૮ વોર્ડની વોર્ડ ઓફિસ ખાતે વેરા સ્વીકારવામાં આવશે. કરદાતાઓ રાત્રીના ૧૨ વાગ્યા સુધી ઓનલાઈન વેરો ભરપાઈ કરી આ યોજનાનો લાભ લઈ શકશે.
આ અંગે વધુ માહિતી આપતા સ્ટેન્ડિંગ કમીટીના ચેરમેન પુષ્કરભાઈ પટેલે જણાવ્યું હતું કે, મહાપાલિકા દ્વારા ગત ૧લી માર્ચી વેરામાં વ્યાજ માફી યોજનાનો પ્રમ તબકકાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જેમાં ૩૧ માર્ચ સુધીમાં ૪૯૨૮૬ કરદાતાઓએ આ યોજનાનો લાભ લઈ મહાપાલિકાની તિજોરીમાં ૬૪.૪૫ કરોડ ‚પિયા જમા કરાવ્યા હતા. જેઓનું ‚ા.૨૬.૭૧ કરોડનું વ્યાજ માફ કરવામાં આવ્યું હતું. ગત ૧૧મી એપ્રીલી વ્યાજ માફી યોજનાના બીજા તબકકાનો પ્રારંભ યો છે. જેમાં આજે બપોર સુધીમાં કુલ ૫૪૨૮ કરદાતાઓએ યોજનાનો લાભ લેતા ‚ા.૭.૩૪ કરોડ મહાપાલિકાની તિજોરીમાં જમા કરાવી ‚ા.૧.૭૬ કરોડનું વ્યાજ માફ કરવામાં આવ્યું છે. બે તબકકામાં વ્યાજ માફી યોજના અંતર્ગત ૫૪૭૧૪ કરદાતાઓએ મહાપાલિકાની તિજોરમીં ૭૧.૮૦ કરોડ જમા કરાવ્યા છે અને તેઓનું ૨૮.૪૮ કરોડનું વ્યાજ માફ કરવામાં આવ્યું છે. આવતીકાલે ૩૦મી એપ્રિલ હોય વ્યાજ માફીનો અંતિમ દિવસ છે. કાલે રવિવાર હોવા છતાં મહાપાલિકા દ્વારા તમામ ઝોન કચેરી, સિવિક સેન્ટર અને ૧૮ વોર્ડની વોર્ડ ઓફિસ ખાતે વેરા સ્વીકારવામાં આવશે. ઓનલાઈન વેરો ભરવા ઈચ્છુક કરદાતાકાલે રાત્રીના ૧૨ વાગ્યા સુધી વેરો ભરપાઈ કરી શકશે. છેલ્લા એક માસમાં વ્યાજ માફી અને વેરા વળતર યોજના અંતર્ગત મહાપાલિકાને ‚ા.૪૪.૨૬ કરોડની આવક વા પામી છે. ૮૨૩૩૨ કરદાતાઓએ વેરો ભરપાઈ કર્યો છે. સૌી વધુ ઓનલાઈન વેરો ભરતા કરદાતાની સંખ્યા ૨૨૭૦૦ રહી છે. જેઓએ વેરા પેટે ‚ા.૧૧.૧૦ કરોડ મહાપાલિકામાં જમા કરાવ્યા છે.
તેઓએ ઉમેર્યું હતું કે, વર્ષોી વેરો ન ભરનાર આસામી માટે આ વ્યાજ માફી યોજના અંતિમ તક છે. કાલ સુધીમાં વેરો ભરપાઈ કરી આ યોજનાનો લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે. ત્યારબાદ બાકીદારો પર આકરી કાર્યવાહી કરવામાં આવશે.