૨૦૧૮-૧૯ના નાણાકીય વર્ષ માટે આવકવેરા રિટર્ન ભરવાની છેલ્લી તારીખ ૩૧ જુલાઈ ૨૦૧૯ છે પણ છેલ્લી તારીખની રાહ જોયા વગર રિટર્ન ફાઈલ કરવું આપના માટે ફાયદાકારક બની શકે છે. નક્કી કરવામાં આવેલી તારીખ સુધીમાં રિટર્ન ન ભરવાથી આપને દંડ ચુકાવવા ઉપરાંત જેલની હવા પણ ખાવી પડી શકે છે.

સાથે જ અન્ય પ્રકારના આર્થિક નુકસાન પણ થઈ શકે છે. અંતિમ તારીખ સુધીમાં રિટર્ન ન ભરવા માટે આવકવેરા વિભાગ તમને નોટીસ મોકલે છે, ત્યાર પછી તમારે તેનો જવાબ આપવાનો હોય છે. જો આવક વેરા અધિકારી તમારા જવાબથી સંતુષ્ઠ ન થાય અને તપાસમાં એવું સાબિત થાય કે તમે જાણીજોઈને રિટર્ન નથી ભર્યુ તો ત્રણ માસથી બે વર્ષથી જેલ થઈ શકે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.