રાષ્ટ્રની અખંડિતતાના શિલ્પી સરદાર પટેલના સ્ટેચ્યુ ઓફ યુનિટીના અનુસંધાને પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુભાઈ વાઘાણીની ઉપસ્થિતિમાં શહેરના વોર્ડ નં.૦૯-૧૦માં એકતા રથયાત્રા
હાથી-અશ્ર્વ, બાઈક રેલી, સાફા પહેરેલા સેંકડો ભાઈ-બહેનો, ઢોલ નગારા સાથે રાસ-ગરબાની રમઝટ જબરૂ આકર્ષણ બની
રાષ્ટ્રની અખંડિતતાના શિલ્પી સરદાર પટેલના સ્ટેચ્યુ ઓફ યુનિટીના અનુસંધાને પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુભાઈ વાઘાણીની ઉપસ્થિતિમાં શહેરના વોર્ડ નં.૦૯-૧૦માં એકતા રથયાત્રા યોજાઈ. આ એકતા યાત્રાનું દીપ પ્રાગટ્ય ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુભાઈ વાઘાણી, મેયર બિનાબેન આચાર્યના વરદ્ હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સાંસદ મોહનભાઈ કુંડારિયા, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, ગુજરાત મ્યુનિ. ફાઈનાન્સ બોર્ડ ચેરમેન ધનસુખભાઈ ભંડેરી, ધારસભ્ય ગોવિંદભાઈ પટેલ, અરવિંદભાઈ રૈયાણી, લાખાભાઈ સાગઠીયા, શહેર ભાજપ મહિલા મોરચાના પ્રમુખ અંજલીબેન રૂપાણી, પુર્વ ભાજપ પ્રમુખ નીતિનભાઈ ભારદ્વાજ, ભીખાભાઈ વસોયા, પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયા સમાજ અગ્રણીઓ કાશ્મીરાબેન નથવાણી, નરેન્દ્રભાઈ સોલંકી, ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ ગૌતમભાઈ ધમસાણિયા, ઇન્ડિયન મેડીકલ એસોસિએશનના હિરેનભાઈ કોઠારી, કાન્તીભાઈ કતીરા, રામભાઈ બરછા, ડે.મેયર અશ્વિનભાઈ મોલીયા, રાજકોટ જીલ્લા કલેકટર ડો.રાહુલ ગુપ્તા, મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની, પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, શાસક પક્ષ નેતા દલસુખભાઈ જાગાણી, દંડક અજયભાઈ પરમાર, વોર્ડ નં.૦૯ના કોર્પોરેટર પુષ્કરભાઇ પટેલ, રૂપાબેન શીલુ, શિલ્પાબેન જાવિયા, વોર્ડ નં.૧૦ના કોર્પોરેટર અશ્વિનભાઈ ભોરણીયા, જ્યોત્સનાબેન ટીલાળા, મહામંત્રી દેવાંગભાઈ માંકડ, કિશોરભાઈ રાઠોડ, જીતુભાઈ કોઠારી, શહેર ભાજપ ઉપપ્રમુખ સંગીતાબેન છાયા, મંત્રી વિક્રમ પુજારા, વોર્ડ નં.૦૯ તથા ૧૦ના પ્રભારી ગીરીશભાઈ ભીમાણી, માધવભાઈ દવે, પ્રમુખ જયસુખભાઈ કાથરોટીયા, રજનીભાઈ ગોલ, મહામંત્રી કમલેશભાઈ શર્મા, હરેશભાઈ કાનાણી, પરેશભાઈ તન્ના તથા રાજકોટની વિવિધ સંસ્થાઓના હોદ્દેદારો, સભ્યો, શહેરીજનો અને યુવાનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેલ.
આ પ્રસંગે ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, ભારતના લોખંડી મહામાનવ સરદાર વલ્લભભાઈ પટેલએ ભારત દેશ માટે ભગીરથ કાર્ય કરેલ છે અને વિશ્વ કક્ષાએ જેમની ગણના થઇ રહી છે તેવા મહામાનવનું સન્માન જળવાય તે માટે ભારતના માન. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી તેમજ મુખ્યમંત્રી વિજયભાઈ રુપાણીના નમ્ર પ્રયાસ રૂપે વિશ્વની સૌથી ઉંચી પ્રતિમાનું નિર્માણ કાર્ય પૂર્ણતાને આરે છે. દેશ માટે જેમનું મહામુલુ યોગદાન છે તેવા સરદાર સાહેબ પ્રત્યેનું આ ઋણ અદા કરેલ છે. આગામી તા.૩૧/૧૦/૨૦૧૮ના રોજ માન. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ હસ્તે લોકાર્પણ થવા જઈ રહ્યું છે ત્યારે ગુજરાતમાં હાલ યોજાઈ રહેલી એકતા રથ યાત્રાના માધ્યમથી સરદાર પટેલ આઝાદ હિન્દુસ્તાનને એકતાના લોખંડી તાંતણે બાંધવાનું જે મહાકાર્ય કર્યું હતું તેની સૌને યાદ અપાવવા, દેશને આઝાદી અપાવવામાં ગુજરાતના આ મહામાનવે આપેલા અપ્રતિમ યોગદાનની શૌર્યગાથાનું ગાન થાય તેવા ઉમદા આશયથી આ આયોજન હાથ ધરાયેલું છે. રાજકોટમાં વોર્ડ નં.૯ અને ૧૦માં સંયુક્ત રીતે યોજાયેલ એકતા રથ યાત્રા ખરા અર્થમાં ભવ્ય બની રહેલ.
એકતા રથ યાત્રા પ્રસંગે મેયર બિનાબેન આચાર્યએ જણાવેલ કે, દેશની એકતા અને અખંડિતતા માટે જેમણે મહામુલુ યોગદાન આપેલ છે તેવા સરદાર પટેલનો એકતાનો સંદેશ રાજ્યભરમાં પહોચે તેવા પ્રયાસરૂપે એકતા રથ યાત્રાનું આયોજન કરવામાં આવેલ છે.
સ્વામી પરમાત્માનંદજીએ ગુજરાતની વિજયભાઈ રૂપાણીની સરકાર તેમજ કેન્દ્રની નરેન્દ્રભાઈ મોદીની સરકાર દ્વારા દેશમાં અખંડિતતા જળવાઈ રહે તે માટેના આ પ્રયત્નોને આશીર્વાદ પાઠવેલ.
આ પ્રસંગે શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણીએ પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણીને પાઘડી પહેરાવી, સન્માન કરેલ આ ઉપરાંત સાંસદ, ધારાસભ્યો તથા કોર્પોરેશનના પદાધિકારીઓ દ્વારા તેમજ શહેર સંગઠનના હોદ્દેદારો દ્વારા પ્રદેશ પ્રમુખનું સન્માન કરાયેલ. મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ ઉપસ્થિત સૌ મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કરતા જણાવેલ કે, દેશના ૫૬૨ રજવાડાઓને ભેગા કરી દેશની એકતા અને અખંડિતતાનો જેમણે સંદેશો આપેલ છે એવા સરદાર પટેલની આ એકતા યાત્રામાં આપ સૌને હું આવકારું છું.
આ એકતા યાત્રા પુષ્કરધામ ચોક ખાતે, માસુમ સ્કૂલ ચોક ખાતે, પેટ્રોલ પમ્પ(એચ.પી) પાસે, ગંગોત્રી ડેરી ખાતે, રાજપેલેસ ખાતે, ગોપાલ ચોક ખાતે, તુલસી બાગ ખાતે, ઇન્દીરા સર્કલ ખાતે, નીલકંઠ મહાદેવ મંદિર(આફ્રિકા કોલોની) ખાતે, બ્રહ્મસમાજ ચોક ખાતે, કનૈયા ચોક ખાતે તમામ સોસાયટીના પ્રમુખો તેમજ શહેરીજનો તથા જુદી જુદી સંસ્થાઓ દ્વારા, શાળાઓ દ્વારા આ એકતા યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવેલ. તેમજ હનુમાન મઢી ચોક ખાતે સમાપન કરવામાં આવેલ.