શુક્રવારે રાત્રે 11.54 વાગે ચંદ્ર પૃથ્વીના પડછાયામાં છુપાઈ ગયો. ચંદ્રને 104 વર્ષ બાદ સૌથી મોટું ગ્રહણ લાગ્યું. લગભગ 3 કલાક 54 મિનિટ અને 33 સેકન્ડ સુધી ચંદ્રગ્રહણ ચાલ્યું. શનિવારે વહેલી સવારે 3.49 વાગે જ્યારે સૂર્ય અને ચંદ્ર વચ્ચેથી પૃથ્વી હટી ત્યારે ચંદ્ર પરથી ગ્રહણ પણ હટ્યું. આ દરમિયાન 1 કલાક 43 મિનિટ સુધી પુર્ણ ચંદ્રગ્રહણ રહ્યું એટલે કે ચંદ્ર બિલકુલ દેખાયો નહીં. 2 વાગે થોડી સેકન્ડ માટે ચંદ્ર લાલ થયો એટલે કે બ્લડમૂન. દેશમાં અનેક સ્થળે વાદળને કારણે જોવા મળ્યું નહોતું.
વર્ષમાં બીજીવાર દેખાયો બ્લડમૂન
બ્લડમૂન એટલે કે લાલ રંગનો ચંદ્ર.આમ તો ચંદ્રગ્રહણ દરમિયાન પૃથ્વીના પડછાયામાં આવવાથી ચંદ્ર કાળો દેખાય છે પરંતુ વિશેષ સ્થિતિમાં ચંદ્રનો રંગ થોડા સમય માટે લાલ થઈ જાય છે. તેને બ્લડમૂન કહે છે. સૂર્યનાં કિરણો ધરતી પરથી પરાવર્તિત થઈને ચંદ્ર પર પડે છે તેને કારણે તે લાલ દેખાય છે.