માનવ સેવામાં અન્નદાનનું પૂણ્ય સૌથી મહત્વનું માનવામાં આવે છે. કોકની આંતરડી ઠારવી તે મહા પૂણ્યનું કામ માનવામાં આવે છે. જમાડીને જમવુ એ સૌથી વધુ પૂણ્યશાળી કર્મ ગણવામાં આવે છે ત્યારે રાજકારણી અને રાજનાપદાધિકારીઓ દ્વારા રાજના ખર્ચે કરવામાં આવતી અન્નદાન જેવી સુવિધા ખરા અર્થમાં રાજધર્મ છે. અન્નદાન એ મહાદાન પૂણ્યનું કામ છે એ પોતાના ખીસ્સામાંથી થવું જોઈએ જુના રાજવીઓમાં ગોંડલના મહારાજા ભગવતસિંહજી રાજના પૈસાનો કરકસર ભર્યો ઉપયોગ અને રાજાનહી પણ પ્રજાના પૈસાના ટ્રસ્ટી તરીકે પોતાની સેવા આપતા હતા જુના રાજવીઓ માનતા હતાકે રાજ સેવા એ પગાર લીધા વગર કરવાની માનદ સેવા છે.
રાજકીય સેવા કોઈપણ વળતર લીધા વગર કરવામાં આવે તા સાચી રાષ્ટ્ર સેવા છે. વર્તમાન સમયમાં મતદારોનું વાહવાહ અને પોતાની લોકપ્રિયતા વધારવાની વિવિધ રાજકીય પક્ષો અને સરકારના સંચાલકો અન્નદાનના પૂણ્યને મતમાં ખપાવવા માટે લખલુટ સરકારનીસંપતિ વાપરી રહ્યા છે. રાજકારણ એ માનદ સેવાનો વિષય છે. તેમાં વળતરની અપેક્ષા ન રખાય અને વળતર લઈને કામ કરવામાં આવતું હોય તોતે સેવા ગણાતી નથી.
વિવિધ રાજકીય પક્ષો અને નેતાઓ પોતાના નામે ગરીબો ને મફત અને રાહતનું ખવડાવાની યોજનાઓ અમલમાં મૂકે છે. પ. બંગાળમા મુખ્યમંત્રી મમતાબેનરજીએ પોતાની રાજકીય કારકીર્દીની મહત્વકાંક્ષી ગણાતા ગરીબોને રાહત ભાવે ભોજન આપતી યોજનાનું લોકાર્પણ કર્યુ હતુ મમતા દીદીની આ યોજના થકી ગરીબોની આંતરડી ઠારી મત અંકે કરશે? તૃણમૂલ કોંગ્રેસના વડાએ કરેલા આ પ્રયાસોથી સાથેસાથે અ્ગાઉ ઘણા રાજયોમાં સરકારી પૈસે લોકોની મફતમાં અને સસ્તા ભાવે ભોજનની યોજનાઓ કરી હતી. મફતમાં ભોજન ખવડાવવું તે આંતરડી ઠારવાનું કામ છે. પરંતુ રાજના પૈસાનો ઉપયોગ માત્ર જશ ખાટવા માટે ન થવો જોઈએ.
અગાઉ દિલ્હીના અરવિંદ કેજરીવાલે મફત લાઈટ અને મફત શિક્ષણ માટે રાજની તેજુરી ખૂલ્લી મૂકી દીધી હતી. મફતનું જમાડવું અને પ્રજાને સુવિધા આપવી તે પૂણ્યનું કામ છે. પણ આ પૂણ્ય રાજના પૈસે નહી પોતાના ખીસ્સાના પૈસે થવું જોઈએ. રાજકારણ સેવા છે. તેનું પગાર કે વેતન લેવાનું ન હોય તો લાભ આપતી યોજના પણ સરકારી પૈસે ન ચલાવાય. ભૂતપૂર્વ રાજવીઓમાં ગોંડલના મહારાજા ભગવતસિંહજીએ રાજના પૈસાને પ્રજાનો પૈસો ગણવાનો અને રાજા કે શાસક તેના ટ્રસ્ટી ગણાય આ ભાવના અત્યારના રાજકારણીઓ ને ગળે ઉતરે તેવી નથી. પ્રજાનો પૈસો પોતાના હિતમાં વાપરવો તે પૂણ્ય શેનું ?