- મહા મંડલેશ્ર્વર સ્વામી ગુરૂ શરણાનંદજી મહારાજ પરમાત્માનંદ સરસ્વતિજી, જૈનમુનિ આચાર્ય લોકેશજી સહિતના સંતો મહંતોના મળશે આશિર્વાદ
સદભાવના વૃદ્ધાશ્રમ રાજકોટ દ્વારા વડિલો અને વૃક્ષોના શુભાર્થે વિશ્વસંત પૂ.મોરારિબાપુની વૈશ્વિક રામકથા રાજકોટ રેસકોર્સ મેદાનમાં તા.23 નવેમ્બરથી 01 ડીસેમ્બર દરમિયાન યોજાનાર છે જેની ભવ્ય પોથીયાત્રા તા.23મીએ સવારે રાજકોટમાં ભક્તિભાવ સાથે નીકળશે તે અંગે અતિ ભવ્ય તૈયારી પોથીયાત્રા સમિતિ દ્વારા થઈ રહી છે. પોથીયાત્રામાં મથુરાના ગોકુલ મહાવનમાં આવેલ ઉદાસીન કર્ષની રમણરેતિ આશ્રમનાં વિશ્વ પ્રસિદ્ધ સંત પીઠાધીશ્વર મહામંડલેશ્વર પૂજ્ય સ્વામી ગુરુ શરણાનંદજી મહારાજ, સદભાવના વૃદ્ધાશ્રમનાં માર્ગદર્શક, સંરક્ષક આંતરરાષ્ટ્રીય હિંદુ ધર્મ આચાર્ય સભાનાં કન્વિનર, સેક્રેટરી, ધર્માચાર્ય પ. પૂ પરમાત્માનંદ સરસ્વતીજી, જૈન મુનિ આચાર્ય લોકેશજી સહિતના સંતો, મહંતો રાજકોટનાં લોકોને દર્શન આપશે. પૂજ્ય સ્વામી ગુરુ શરણાનંદજી મહારાજ એક પ્રખ્યાત વિદ્વાન અને શાસ્ત્રોના નિષ્ણાંત છે. તેઓ જ્ઞાન અને ભક્તિના સંગમનું પ્રતીક છે. પૂજ્ય સ્વામી ગુરુ શરણાનંદજી મહારાજ ભગવાન કૃષ્ણની દિવ્ય ભૂમિમાં તેમના આશીર્વાદ અને દર્શન પ્રાપ્ત કરવા માટે પ્રવાસ કરે છે તેવા વિશ્વભરના ભક્તોને જ્ઞાન, આંતરદ્રષ્ટિ, પ્રેરણા અને દૈવી આશીર્વાદ આપે છે. પ્રખર રામાયણી અને જેમના સ્વમુખે આ રામકથા થવાની છે તેવા પ. પૂ. મોરારિ બાપુ પણ પોથીયાત્રાની શરૂઆત સમયે વિરાણી હાઈ સ્કુલ ખાતે ઉપસ્થિત રહી પોથીયાત્રાનો શુભારંભ કરાવશે.
રામકથા પોથીયાત્રા સમિતિના ક્ધવીનર વિપુલભાઈ પાનેલિયા અને કિશનભાઈ ટિલવાની રાહબરી તળે દિવસ રાત એક કરીને સમિતિના સભ્યો અને સહયોગીઓ પોથીયાત્રાને યાદગાર બનાવવા પ્રયત્નશીલ છે.પોથીયાત્રા સમિતિના સદસ્યો અજયભાઈ રાજાણી, નિતેષભાઈ ચોપડા, મોહિતભાઈ કાલાવડીયા, દિપક કાચા, હુપિલ પટેલ, વસંતભાઈ લીંબાસીયા, સુભાષ ચોપડા, અભિષેકભાઈ મકવાણા,કિશોરભાઈ મકવાણા, નિતિનભાઈ ગૌસ્વામી, પ્રશાંતભાઈ બારોટ, પ્રતિક તળાવિયા, જગદીશભાઈ, સ્મીતાબેન કાપડીયા, વિલાસબેન રૂપારેલીયા, ચંદ્રીકાબેન ચોવડી, 2શ્મીબેન નોઘણવદરા, રશ્મીબેન કાપડીયા, મધુબેન ચોવટીયા, જોશનાબેન પટેલ, કિરણબેન માકડીયા, રશ્મીબેન કાપડીયા, માધવીબેન રાજાણી, બિનાબેન કોટક, કિરણબેન હરસોડા, દેવીકાબેન રાવલ, સેજલબેન ચૌધરી, હિનાબેન ગોહિલ, મયુરીબેન ભાલાળા અને દિવ્યાબેન ઉમરાણીયા ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.
તા.23મી એ સવારે 08:30 કલાકે વિરાણી હાઇસ્કૂલ ખાતેથી પોથીયાત્રાનો શુભારંભ થશે. પોથી યાત્રામાં હજારો બહેનો રામચરિત માનસની પોથી પોતાના મસ્તક પર ધારણ કરશે સાથે ડી.જે.બેન્ડવાજા,ખૂલી જીપો હાથી,વગેરે પોથી યાત્રામાં જોડાશે.વળી હનુમાનજી સ્વરૂપ, દેવી દેવતાઓ સ્વરૂપ, બાહુબલી સ્વરૂપ, વાનર સ્વરૂપ વગેરેના ફ્લોટસ પણ પોથીયાત્રામાં જોડાશે અને નાસિકના ઢોલ દ્વારા વાતાવરણને દિવ્ય બનાવવામાં આવશે.
અભૂતપૂર્વ એવી આ પોથી યાત્રા રાજકોટ મહાનગરના મુખ્ય માર્ગો ઉપર પરિભ્રમણ કરશે અને રામકથા સ્થળ (રેસકોર્સ) ખાતે વિરામ પામશે. નગરજનોને પોથી યાત્રાના દર્શનનો લાભ લેવા સમિતિએ અપીલ કરી છે.
પ્રસાદ મેનેજમેન્ટ સેવા બજાવશે આઈ ખોડિયાર રાસ મંડળ ચેરિટેબલ ટ્રસ્ટના સ્વયંસેવકો
સદભાવના વૃદ્ધાશ્રમના વડિલો તથા વૃક્ષોના શુભાર્થે યોજાનારી પૂ.મોરારિબાપુની વૈશ્વિક રામકથા માનસ સદભાવના માં દરરોજ હજારો ભાવિકો પ્રસાદ લેવાના છે ત્યારે રસોડામાં મેનેજમેન્ટ સેવા રાજકોટના સુપ્રસિદ્ધ શ્રી આઈ ખોડિયાર રાસમંડળ ચેરિટેબલ ટ્રસ્ટના સ્વયંસેવકો દ્વારા બજાવવામાં આવશે.શ્રી આઈ ખોડિયાર રાસમંડળ ચેરિટેબલ ટ્રસ્ટનાં જાદવભાઈ મોહનભાઈ કાકડિયા, ભીખાભાઈ આંબલિયા, વલ્લભભાઈ મનજીભાઈ પટેલ અને કિશોરભાઈ મોહનભાઈ વાડોદરિયાના માર્ગદર્શનમાં 25 થી વધુ સ્વયંસેવકો કથા પ્રસાદસ્થળે ઉપસ્થિત રહેશે અને
રસોડાનું મેનેજમેન્ટ સંભાળશે. કેટલા ભાવિકોનો પ્રસાદ બનાવવો,ઉપરાંત પ્રસાદ વધે નહિ,ઘટે નહિ કે બગાડ ન થાય એ મેનેજમેન્ટ આ સ્વયંસેવકો દ્વારા કરવામાં આવશે.
વળી ખોડલધામના 100 બહેનો સુમિતાબેન કાપડિયાના માર્ગદર્શનમાં પ્રસાદ વિતરણની જવાબદારી નિભાવશે. આમ ભાવિકોના પ્રસાદની વ્યવસ્થામાં આઈ ખોડિયાર રાસ મંડળ ચેરિટેબલ ટ્રસ્ટ મહત્વની જવાબદારી વહન કરશે.
પાંચાભાઈ ભરવાડની 3 પેઢી 1,00,000 થી વધુ ભાવિકો માટે બનાવશે ચા પ્રસાદ
સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા વડીલો તથા વૃક્ષોના શુભાર્થે યોજાનારી પૂ.મોરારિબાપુની વૈશ્વિક રામકથા માનસ સદભાવનામાં રાજકોટના રિક્ષાચાલક પાંચાભાઈ ભરવાડ વહેલી સવારથી કથા વિરામ સુધી ચા ની સેવા આપશે. સદભાવનાના શુભ હેતુ અને પૂ.બાપુની કથાના ભાવિક એવા પાંચાભાઈની 3 પેઢી આ કથામાં સેવા આપવા તત્પર છે.
પાંચાભાઈ એ પૂ.મોરારિ બાપુની પ્રથમ કથા રાજકોટમાં યોજાઇ હતી ત્યારે તેમણે છાસ વિતરણની સેવા મળી હતી. એ પછી તેમણે અનેક જગ્યાએ જેમ કે હનુમાન ચાલીસા ઉત્સવ ,પૂ. ભાઈશ્રી રમેશભાઈ ઓઝાની રાજકોટની કથા દરમિયાન ચા સેવા આપી છે. પાંચાભાઈ પોતે પુત્ર અને પૌત્ર એમ 3 પેઢી સદભાવના વૃદ્ધાશ્રમનાં લાભાર્થે યોજાયેલી વૈશ્વિક રામકથામાં વહેલી સવારથી ચા બનાવવાની અને વિતરણ કરવાની સેવા બજાવશે.
પાંચાભાઈએ જણાવ્યું હતું કે 1,00,000 લોકો દરરોજ રામકથામાં ઉપસ્થિત રહેશે અને એ તમામ માટે ચા બનાવવાનું અમને મોકો મળશે એ અમારું સદભાગ્ય છે.
- વૈશ્વિક રામકથાનો સંદેશ જન જન સુધી પહોંચે એ માટે ‘અસેન્સ બ્રાન્ડિંગ’ની જહેમત
- વડિલો અને વૃક્ષોની વાતમાં દયાભાવને બદલે સામાજિક જવાબદારીનો સંદેશ
સદભાવના વૃદ્ધાશ્રમના વડિલો અને વૃક્ષોના શુભાર્થે યોજાનારી પૂ.મોરારિબાપુની રામકથાની વાત જન જન સુધી પહોંચે એ માટે પ્રચાર પ્રસાર છેલ્લા બે મહિના કરતાં વધુ સમયથી થઈ રહ્યો છે. માવતરો અને વૃક્ષની વાતને દયાભાવના સાથે સાંકળવાને બદલે સામાજિક જવાબદારી હોવાનું પુરવાર કરતા સદભાવનાના લોગો, સ્લોગન, કલર કોમ્બિનેશન વગેરેની જવાબદારી ‘અસેન્સ બ્રાનિ્ંડગ’ દ્વારા સુપેરે નિભાવવામાં આવી રહી છે.
અસેન્સ બ્રાનિ્ંડગના પરિતોષભાઈ ઝાલા અને રોનકભાઈ જોશીએ જણાવ્યું હતું કે, 22 કોમર્શિયલ આર્ટિસ્ટની ટીમ દ્વારા સદભાવના વૃદ્ધાશ્રમ આયોજિત પૂ.મોરારિ બાપુની કથા માટે બેનર, હોર્ડિંગ્સ, કાર્ડ, આમંત્રણ પત્રિકા, લોગો વગેરે તૈયાર કરવામાં આવ્યા છે અને ખાસ તો એ વાતનું ધ્યાન રાખવામાં આવ્યું છે કે વડિલો અને વૃક્ષોની વાત છે ત્યારે કોઈ દયાભાવની અસર ન ઉપજે પણ આપણી સામાજિક જવાબદારી બને છે એવો ભાવ કેળવાય એ રીતે કલર કોમ્બિનેશન સહિત ડિઝાઇનિંગ અને બ્રાનિ્ંડગ કરવામાં આવ્યું છે.
- બિનનફાકારી સેવા સંસ્થાના બ્રાનિ્ંડગમાં વપરાતા કલર કોમ્બિનેશનને બદલે અહીં વાઇબ્રન્ટ કલર કોમ્બિનેશન કરવામાં આવ્યું છે.
- માત્ર દોઢ જ મિનિટમાં 20 હજારની મેદની વચ્ચે જઈને સારવાર કરી શકાય તેવી તબીબોની ટીમની અદભૂત વ્યવસ્થા
પ્રખર રામાયણી પૂ. મોરારિ બાપુની વૈશ્વિક રામકથા માનસ સદભાવના અનેક રીતે વિશેષ બનવાની છે , અનેક વિશેષતા પૈકીની એક વિશેષ વ્યવસ્થા એટલે શહેરના અગ્રગણ્ય તબીબોની ટીમ દ્વારા કથા દરમિયાન ખડે પગે રહેનાર ઇમરજન્સી તબીબી સેવા-સારવાર. કથા મંડપમાં કમનસીબે કોઈને જો ઇમર્જન્સી સારવારની જરુરુ પડે તો હજારો શ્રોતાઓ વચ્ચે માત્ર 1 થી દોઢ જ મિનિટમાં અસરગ્રસ્ત સુધી પહોંચી ઇમરજન્સી સારવાર મળી શકે તેવું અદભુત આયોજન કરવામાં આવ્યું છે.
આ અંગે સિનર્જી હોસ્પિટલના ડો. જયેશ ડોબરિયાએ જણાવ્યું હતું કે, કથાના 9 દિવસ દરમિયાન ડોક્ટર્સ , નર્સિંગ તેમજ પેરામેડિકલ સહીત 100 વ્યક્તિની ટીમ સ્ટાફ, વોકીટોકી સહિતની સુવિધા સાથે ઇમરજન્સી સારવાર માટે સજ્જ રહેશે.
ડો. જયેશ ડોબરિયા ઉપરાંત સ્ટર્લિંગ હોસ્પિટલના ડો. સંકલ્પ વણઝારા, ગોકુલ હોસ્પિટલના ડો. તેજસ કરમટા, ગિરિરાજ હોસ્પિટલના ડો. મયંક ઠક્કર, મેડીકેર હોસ્પિટલના ડો.અંકુર વરસાણી તેમજ શહેરના નામી સુપર સ્પેસ્યાલીસ્ટ ડોક્ટર્સ અને ફેમિલી ફીજીશ્યન્સ ડોક્ટર્સની સેવા માનસ સદભાવના રામકથા દરમિયાન સેવા માટે હાજર હશે. આ વ્યવસ્થા ઇમરજન્સી સારવાર માટે છે મેડિકલ કેમ્પ નથી.
ઉપરોક્ત તમામ તબીબો સાથે તેમની પેરા મેડિકલ ટીમ પણ જોડાશે, એટલું જ નહિ કથા સ્થળે આ માટે એક અલાયદી જગ્યા ફાળવવામાં આવી છે , તા.23 થી સવારે 9 થી બપોરે 1.30 સુધી આ સ્થળે ઇમરજન્સી સેવા ઉપલબ્ધ હશે, આ સ્થળે એક હોસ્પિટલ જેટલી જ માળખાગત સુવિધા અને સાધનો પણ રાખવામાં આવશે જેમાં 4 થી 5 બેડ , ઇમરજન્સી ટ્રોલી , ડીપ બ્રીધીંગ મશીન, કાર્ડિયોગ્રાફી, પ્લાસ્ટર કરી શકાય તેવા સાધનોનો સમાવેશ થાય છે.
હજારો લોકોની વચ્ચે જઈને સારવાર આપી શકાય તે માટે મોબાઈલ ડોકટર્સની ટીમ ખડે પગે રહેશે. જયારે લાખો કે હજારો લોકોનો સમૂહ એકત્ર થવાનો હોય ત્યારે આ પ્રકારની વ્યવસ્થા કરવાનું કૌશલ્ય આ સમગ્ર તબીબી ટીમનું હોવાનું ડો.ડોબરિયાએ જણાવી અગાઉ પણ આ પ્રકારનાં ધાર્મિક પ્રસંગમાં 20 હજારની મેદની વખતે સેવા સારવાર આપી હોવાનો ઉલ્લેખ કર્યો હતો.