ઉપલેટા તાલુકાના ડુમિયાણી ગામે આવેલા વ્રજભૂમિ આશ્રમ ખાતે ચાલતા નર્સિંગ સ્કૂલના વિદ્યાર્થીઓનો શપથ સમારોહ યોજાયો
રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ડુમીયાણી ગામે આવેલ પીપલ્સ વેલ્ફેર સોસાયટી વ્રજભૂમિ આશ્રમ ખાતે ચાલતા નર્સિંગ સ્કૂલમાં જી.એન.એમ. તથા એ.એન.એમ. કોર્ષના પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવેલ તાલીમાર્થીઓનો તેઓના વ્યવસાયના સોગંદ લેવા માટે લેમ્પ લાઇટિંગનો કાર્યક્રમ યોજાયેલ હતો. આ કાર્યક્રમમાં સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી બળવંતભાઈ મણવરે નર્સીંગના વ્યવસાયને આજના યુગમાં મહત્વની ફરજ ગણાવી હતી. માનવ જિંદગી સાથે સંકળાયેલ આ વ્યવસાયમાં વિદ્યાર્થીઓ પોતાની કારકિર્દી સારી રીતે નિભાવે તેવી શુભેચ્છા પાઠવી હતી. આ પ્રસંગે રાજકોટની એચ.જે. દોશી હોસ્પિટલના મેડિકલ ડાયરેકટર ડો. રમાકાંત પાંડાએ વિદ્યાર્થીઓને નર્સીંગના વ્યવસાયના સોગંદ લેવડાવ્યા હતા. અને પોતાની હોસ્પિટલમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ નર્સિંગનો કોર્ષ પૂણર કર્યા બાદ નોકરી આપવાની જાહેરાત કરી હતી. સંસ્થાના ડાયરેક્ટર દિલીપભાઈ કોરડીયાએ નર્સિંગ કોર્ષના મહત્વ વિષે ઊંડાણથી જાણકારી આપી હતી. આ પ્રસંગે નર્સિંગ સ્કૂલના પ્રિન્સિપાલ નુતનસિંગે મહેમાનોનું સ્વાગત કરેલ હતું. આ પ્રસંગે સંસ્થાના ટ્રસ્ટી શ્રીમતી સવિતાબેન મણવર, સુપેડી ગામે આવેલ ઈવા કોલેજ ઓફ આયુર્વેદના મેનેજીંગ ટ્રસ્ટી ઉર્વશીબેન પટેલ, સવિતાબેન ડાંગર, એચ.જે. દોશી હોસ્પિટલ – રાજકોટ તેમજ રીટાબેન ચૌહાણ, પીએએન ડિસ્ટ્રિક્ટ હેલ્થ સેન્ટર – રાજકોટ ઉપસ્થિત રહીને પ્રાસંગિક ઉદ્બોધન આપ્યું હતું. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે સંસ્થાના તમામ શૈક્ષણિક સ્ટાફે જહેમત ઉઠાવી હતી.