તાત્કાલીક નિરાકરણ નહીં આવે તો ગ્રામજનોની ગાંધી ચીંધ્યા રાહે લડત આપવાની ઉગ્ર ચીમકી
ગિર સોમનાથ જીલ્લા ના દદીેઓ ને દરેક જાતની આરોગ્ય સુવિધા મળી રહે અને બહાર ગામ દદીેને રીફેર ન કરવા પડે તે માટે જીલ્લાના મુખ્ય શહેર એવા વેરાવળ ખાતે સિવિલ હોસ્પીટલ ની અધતન બિલ્ડીંગ તો બનાવી નાખેલ પરંતુ ખાટલે મોટી ખોટ હોસ્પીટલમા જે વિભાગ ના તબીબ છે તેની સાધન સામગ્રી નથી અને તબીબો કોઇપણ જાતની સુવિધા ન હોવાને કારણે ફકત હાજરી પુરાવા પુરતી આવે છે અને જે વિભાગ મા સાધન સામગ્રી છે તેમા સ્પેશ્યાલીસ્ટ તબીબોની ખોટ છે એટલી મોટી અધતન હોસ્પીટલ હોવા છતા સોનોગ્રાફી, એમ.આઇ.આર. જેવી કોઈપણ જાતની સુવિધા નથી. ગાયનેકોલોજિસ્ટ ડોક્ટર નથી. દાંત ના ડોક્ટર તો છે પણ ડેન્ટિસ્ટ ચેકઅપ ખુરશી નથી. ચામડીના રોગ ની તેમજ કેટલીક દવાઓ સરકારી મેડિકલ વિભાગ માં હજાર હોતી નથી .
આ માટે ગિર સોમનાથ જીલ્લા કોંગ્રેસ માયનોરીટી ચેરમેન ફારૂક પેરેડાઈઝ વેરાવળ શહેર કોંગ્રેસ પ્રમુખ દીનેશભાઈ રાયઠ્ઠા.તેમજ સામાજીક કાયેકરો બકુલભાઈ ચાપરીયા, દીનેશ ભાઈ સામનાણી .
તેમજ આ તબીબી કાયે માટે ઘણા લાબા સમયથી અરજીઓની કાર્યવાહી કરી લડત લડતા આઇ.ટી.આઇ. એકટીવિષ્ટ અફઝલ પટની અને સમાજ સેવક ઝુનૈદ સુમરા, જગદીશભાઈ સોલંકી ની ટીમ તેમજ સામાજીક કાયેકરો વગેરે લોકોએ આજરોજ સોમનાથ વિસ્તાર ના યુવા ધારા સભ્ય શ્રી વિમલ ભાઈ ચુડાસમા ની રૂબરૂ મુલાકાત લઈ આ પ્રશ્ન નુ તાત્કાલિક નિણાકરણ લાવવા રજુઆત કરેલ અને ગિર સોમનાથ જીલ્લાના દરેક નાગરીક ને સાથે રાખી ગોધી ચીદયા રાહે ચાલી ગમે તેવી લડત લડવા તૈયાર છીયે તેવુ જણાવેલ.