૨૦૦૭થી ૧૬ સુધીમાં ગુજરાતના કુવાના પાણી વધુ ડુંક્યા
યુનિયન વોટર રિસોર્સ મિનિસ્ટ્રી દ્વારા આંકડાકીય માહિતી બહાર પાડવામાં આવી છે જેમાં ગુજરાતના ૬૦% કૂવાના પાણી દસ વર્ષથી ડૂકી ગયાં છે. પંદર રાજ્યોમાં ગુજરાતનું પણ નામ આવી ગયું છે જેમાં ૨૦૦૭થી ૨૦૧૬ સુધીમાં કૂવાના પાણી ડૂકી ગયાં હોય. લોકસભામાં યુનિયન મિનિસ્ટ્રી દ્વારા બહાર પાડવામાં આવેલી માહિતીના આધારે ગુજરાતના ૭૯૯ કૂવાઓનું અવલોકન કરવામાં આવ્યું છે જેમાં ૫૯% જેટલાં કૂવાઓમાં પાણી ડૂકી ગયાં છે જે અવલોકન સેન્ટ્રલ ગ્રાઉન્ડ વોટર બોર્ડ દ્વારા કરવામાં આવ્યું હતું.
વધુમાં મંત્રાલયએ જણાવ્યું હતું કે ૩૦૧ કૂવાઓમાં પાણીનું તર વધ્યું છે જેમાં ૨૫ કૂવાઓમાં કોઇપણ જાતનો વધારો કે ઘટાડો જોવામાં આવ્યો નથી.
સૌથી ખરાબ રીતે પ્રભાવિત થયેલાં વિસ્તારોની વાત કરીએ તો ઉતર ગુજરાત ખૂબ જ પ્રભાવિત થયું છે. જેમાં તરમાંથી ખૂબ જ વધુ પાણી ખેંચવામાં આવ્યું છે જ્યારે ગ્રાઉન્ડ વોટરની વાત કરીએ તો સરેરાશ ૬૨% પાણીને ખેંચવામાં આવ્યું છે જેમાં ગુજરાત ૭૨% પર છે.
સી.જી.ડબલ્યુ. ડી.ના રિપોર્ટ પ્રમાણે કૂવાના પાણીના તરનું માપ વર્ષમાં ચાર વખત કરવામાં આવતું હોય છે. ૨૦૧૭માં પ્રિ-મોન્સૂનની તુલના કરીએ તો ૬૧% કૂવાના પાણીના તરમાં ઘટાડો જોવા મળ્યો હતો. જેનું મુખ્ય કારણ વસ્તીમાં વધારો, શહેરીકરણ, ઉદ્યોગોમાં વૃધ્ધિ સહિતના પરિબળો કારણભૂત છે. નેશનલ ગ્રાઉન્ડ વોટર મેનેજમેન્ટમાં ગુજરાત સાત રાજ્યમાંનું એક રાજ્ય છે. જેમાં કૂવાના પાણીનું તર કેમ વધારવું તે માટે કાર્ય કરવામાં આવી રહ્યું છે.