જોડિયા તાલુકાના કુનડ ગામે સુપ્રસિદ્ધ શ્રી કુંડલીયા હનુમાનજી મંદિર આવેલું છે.. આ મંદિરની જગ્યાએ દર વર્ષે માગશર સુદ ના આખા મહિના માં જેટલા શનિવાર આવે છે. ત્યારે તે જગ્યાએ ભક્તો ની ભારે ભીડ જોવા મળે છે. અને એક માનવમહેરામણ ઉમટી પડે છે. અને દૂર દૂર થી પદયાત્રા કરી ને હનુમાનજી ના મંદિરે પોતાની માનતા પુરી કરવા માટે અને દર્સન કરવા માટે મોટી સંખ્યામાં લોકો આવે છે.. અને આ જગ્યાએ મેળા જેવો માહોલ જોવા મળે છે. અને નાના મોટા ધધા વાળાઓ પોતાના પેટ માટે આવી ધાર્મિક સ્થળો એ જઈ ને રોજગારી મેળવી ને પોતાના પરિવાર નું ગુજરાન ચલાવતા હોય છે. ત્યારે આ વર્ષે માગશર મહિના ના દર શનિવારે આ જગ્યા ના મહંત અને સ્થાનિક ગ્રામજનો દ્વારા હાલમાં દેશ ભરમાં અને સમગ્ર વિશ્વમાં સૌથી મોટી સમસ્યા ઊભી થઈ છે તે છે. કોરોના વાઇરસ ની મહામારી ને ધ્યાન માં રાખી ને આ વર્ષે શનિવાર ના દિવસે મંદિરમાં કોઈ પણ પ્રકારની મજૂરી ભક્તો માટે આપવામાં આવશે નહીં… જેની દરેક ભક્તો એ નોંધ લેવા વિનંતી છે.
Trending
- ડિનરમાં ટ્રાય કરો બટેટા-ટામેટાની કરી, પેટ ભરાશે પણ મન નહિ !!
- યે જવાની હૈ દીવાની ! 30 વર્ષ પહેલા લો ભારતના આ અદ્ભુત સ્થળોની મુલાકાત
- રીંગણના ભર્તા જેટલું જ સ્વાદિષ્ટ છે બટાકાનું ભર્તું, અજમાવો અદ્ભુત સ્વાદ
- Love is in air !! વેડિંગ એનિવર્સરીને ખાસ બનાવવા લો આ સ્થળોની મુલાકાત
- લીલી હળદર શરીર માટે ગુણકારી….
- Gandhidham : રામબાગ હોસ્પિટલમાં વિલંબિત વિકાસવાળા બાળકોને અપાય છે નિઃશુલ્ક સારવાર
- વડસરમાં આવેલ અબડા દાદાની જગ્યાનો જીર્ણોદ્વાર કરાયો
- Yummy !! કેકના ટુકડામાંથી બનાવો કેક પોપ્સ, લોલીપોપ સ્ટાઈલમાં