રાજકોટથી શરૂ થનાર આ યાત્રામાં મથુરા, હરિદ્વાર, ઋષિકેશ, અમૃતસર અને વૈષ્ણોદેવીના દર્શનનો સમાવેશ કરાયો છે
રેલ્વે મંત્રાલયના સહયોગથી રિજીનલ ઓફીસર અમદાવાદ દ્વારા વિશેષ તીર્થ યાત્રા ટ્રેન ૬ માર્ચ થી સ્પેશિયલ ટ્રેન તમામ પોસ્ટ કોવિડ ધોરણોને ઘ્યાનમાં રાખીને અને યાત્રીઓની માંગને કારણે ભારતીય રેલ્વે કેટરિંગ અને ટુરિઝમ કોર્પોરેશન (IRCTC) દ્વારા કુંભ સ્પેશિયલ ટ્રેન ચલાવવાની ઓફર કરવામાં આવી છે. અમદાવાદ રીજીનલ ઓફીસના IRCTC ના ક્ષત્રિય પ્રબંધક વાયુનંદન શુકલાએ જણાવ્યું હતું કે ૬ માર્ચ ૨૦૨૧ ના રોજ રાજકોટથી આ ટ્રેન ઉપડશે, આમાં મુસાફરો દ્વારા ખુબ જ ઉત્સાહથી કમ્ફર્ટ કલાસ (૩ એસી) બુક કરાવવામાં આવ્યું છે. અને સ્ટાન્ડર્ડ કલાસ (સ્લીપર) માં થોડી જ બેઠકો બાકી છે.
અમદાવાદ રીજીનલ ઓફીસર IRCTC ના ક્ષેત્રીય પ્રબંધક વાયુનંદન શુકલાએ વધારે માહીતી આપણા કહ્યું હતું કે IRCTC ૬ માર્ચ ૨૦૨૧ના રોજ કુંભ સ્પેશિયલ ભારત દર્શન ટ્રેન ચલાવે છે. આ ટ્રેન રાજકોટથી શરુ થઇને રાજકોટ પરત આવશે. આ યાત્રામા ધાર્મિક સ્થળોમાં મથુરા, હરિદ્વાર, ઋષિકેશ, અમૃતસર અને વૈષ્ણદેવીના દર્શન કરવામાં આવશે. આ ટ્રેનની મુસાફરીમાં ભોજન (નાસ્તો, બપોરનું ભોજન અને રાત્રિ ભોજન) માર્ગ પરિવહન માટેની બસની વ્યવસ્થા, ધર્મશાલા આવાસ અને ટુર એસ્કોર્ટ, કોચ સુરક્ષા ગાર્ડની સુવિધા, સફાઇ કર્મચારી, સુરક્ષા અને અનાઉન્સમેન્ટની સુવિધા ઉપલબ્ધ રહેશે. વધારે માહીતી માટે સંપક ૦૭૯-૨૬૫૮૨૬૭૫, ૮૨૮૭૯૩૧૭૧૮, ૮૨૮૭૯૩૧૬૩૪ અને ટિકિટ ઓનલાઇન બુકિંગ સુવિધા ૂૂૂ.શભિભિંજ્ઞિંીશિતળ.ભજ્ઞળ પર ઉપલ્બધ છે અને મુસાફરો અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ ઓફીસ અને અધિકૃત એજન્ટો પાસેથી પણ બુધ કરાવી શકે છે.
વાયુવંદન શુકલાએ એમ પણ કહ્યું હતું કે ઉપરોકત ટ્રેનમાં કોવિડ રોગચાળાને ઘ્યાનમાં રાખીને મુસાફરી શરુ કરતા પહેલા તમામ મુસાફરોની સલામતી માટે થર્મલ સ્ક્રિનીંગ કરવામાં આવશે. આરોગ્ય સેતુ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની ખાતી કરવામાં આવેશ. ટ્રેનના કોચ અને મુસાફરોના સામાનને સેનેટાઇઝર કરવામાં આવશે. જો કોઇ મુસાફર અસ્વસ્થ હોય તો એક અલગ કોચની પણ વ્યવસ્થા કરવામાં આવશે.