ભગીની સંસ્થાન દ્વારા રણજીત વિલાસ પેલેસ ખાતે પરંપરાગત વેશભુષામાં રાસોત્સવ
નવરાત્રીમાં નવ દિવસીય મા શક્તિની આરાધના સાથે સાથે ઉજવાતા રાસ ગરબાઓમાં ક્ષત્રિય સમાજના બહેનો દ્વારા અનોખા રાસની રમઝટ, રણજીત વિલાસ પેલેસમાં જોવા મળી હતી.ક્ષત્રિય બહેનો દ્વારા માતાજીની આરાધના સાથે સાથે ભારતીય પરંપરાગત અનુરૂપ રાસ ગરબા નું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે જેમાં રાસ ગરબામાં સંસ્થાના બહેનો દ્વારા તાળીરાસ, દિવા રાસ, થાળી રાસ, દાંડીયારાસ વગેરે પરંપરાગત ગરબાઓ સાથે ક્ષત્રિય બહેનો દ્વારા વિશિષ્ટ રૂપે ’તલવાર રાસ’નું આયોજન કરવામાં આવેલ હતું.તલવાર રાસ એ બહેનો દ્વારા મોટરસાયકલ પર કરવામાં આવ્યો હતો.
ક્ષત્રિય બહેનોએ તલવાર રાસમાં આયોજનના ભાગરૂપે તેઓ ભગિની ફાઉન્ડેશન દ્વારા ટીમ વર્ક કરવામાં આવતું હોવાથી સમગ્ર બહેનોએ એક મહિના સુધી તાલીમ મેળવી હતી ત્યારબાદ ગતદિવસે ભવ્ય તલવાર રાસ કરવામાં આવ્યો હતો.નોરતાના બીજા દિવસે તલવાર રાસ યોજાયો હતો તથા આજના દિવસે પણ એટલે કે નોરતાના ત્રીજા દિવસે રાસ ગરબા ના ભાગરૂપે તલવાર રાસની ઝાંખી કરવામાં આવશે. ભગિની સેવા ફાઉન્ડેશન દ્વારા પરંપરાગત રીતે ક્ષત્રિય બહેનોને રાસ ગરબાની સંપૂર્ણપણે તાલીમ આપવામાં આવે છે. ઉપરાંત પરંપરાગત ગરબી સ્વરૂપે થતા આયોજનમાં રાજકોટ સ્ટેટના રાણી સાહેબા તથા અન્ય ક્ષત્રિય બહેનોએ પણ ’અબતક’ મીડિયા સાથે વાતચીત કરતા રાસ ગરબા અંગે માહિતી આપવામાં આવી હતી.
ક્ષત્રિય હંમેશા માતાજીની આરાધના ક્ષત્રીયત્વ અને બચાવવા કરે છે: કાદમ્બરીદેવીબા જાડેજા (રાણી સાહેબા રાજકોટ)
બે દિવસીય તલવાર રાસનું ભવ્ય આયોજન રણજીત વિલાસ પેલેસમાં ભગિની ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવ્યું છે. ત્યારે સંસ્થાએ બહેનોને 15 વર્ષથી તલવાર ચલાવતા શીખવે છે. રાજકોટના રાજવી પરિવારમાં રાજતીલક વખતે પણ વર્લ્ડ રેકોર્ડ સર્જાયો હતો, નવરાત્રી નિમિત્તે તલવાર રાસ ના આયોજન રૂપે ઇતિહાસ સર્જાય તેવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. ક્ષત્રિય બહેનો દ્વારા પરંપરાગત રીતે નોરતાની ઉજવણી થતી હોય છે જેમાં ક્ષત્રિય સમાજની પરંપરા ને ધ્યાનમાં રાખીને સંપૂર્ણ રાસ ગરબાનું આયોજન કરવામાં આવે છે.સંસ્થામાં અઢીસો થી ત્રણસો બહેનોને પ્રેક્ટિસ કરાવવામાં આવતી હોય છે. આમ, ક્ષત્રિય બહેનો દ્વારા કરવામાં આવતા રાસ ગરબા એક ક્ષત્રિય સમાજ પ્રત્યેનું ગૌરવ છે. આયોજન અંગે બધા બહેનો કારોબારીની સમિતિમાં ખૂબ જ સક્ષમ છે અને ઘણા વર્ષોથી આ પ્રકારનું આયોજન પણ કરે છે મુખ્યત્વે તલવાર રાસ એ મોટરસાયકલ પર કરવામાં આવ્યો છે.
રાસ-ગરબા અનુરૂપ વિશિષ્ટતામાં તલવાર રાસમાં બે-બે બહેનો સમણે છે: જાનકીબા ઝાલા
નવરાત્રીના બીજા નોરતે તલવાર રાસનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ક્ષત્રિય બહેનો દ્વારા તલવાર રાસ રમાયો હતો, તેમાં વિશિષ્ટ જણાવવાનું કે તલવારનો વજન એક કિલો થી વધુ હોય છે,પરંતુ પરંપરાગત રીતે તલવાર રાસ થતો હોય છે. તલવાર એ શસ્ત્ર છે જે ક્ષત્રિયના લોહીમાં આવ્યું હોય છે જેથી આયોજનના ભાગરૂપે કાર્યક્રમ કઠિન રહેતો નથી. તલવાર રાસમાં સાચી તલવારથી બહેનો એક મહિનાથી પ્રેક્ટિસ કરતા હોય ને સરળ રીતે ગરબા સાથે રાસ લીધો હતો.