Abtak Media Google News

સૂર્યનો મકર રાશીમાં  શનિવારે  રાત્રે પ્રવેશ થશે

સૂર્યનો  મકર રાશીમાં પ્રવેશ શનીવારે રાત્રે થતો હોવાથી આ વર્ષે  ધાર્મીક દ્રષ્ટિએ  મકર સંક્રાંતી રવિવારે  મનાવાની રહેશે. 14મીએ રાત્રે  8.46 મીનીટે સૂર્ય મકર રાશીમાં પ્રવેશ કરે છે.

ધર્મસિંધુગ્રંથ તથા મુખ્ય પંચાગના આધારે જોતા અને નિયમ પ્રમાણે   જો સૂર્ય  ગ્રહ દિવસ આથમ્યાપછી મકર રાશીમાં પ્રવેશ કરે તો  બીજા દિવસે દાન પૂણ્ય અને  સંક્રાંતિના  સ્નાનનું  મહત્વ ગણાય છે. આમ આ વર્ષે નિયમ પ્રમાણે જોતા ધાર્મીક દ્રષ્ટિએ   મકર સંક્રાંતિ રવિવારે તા.15ના રોજ મનાવાની રહેશે.

રવિવારે દાન પૂણ્યનો ઉતમ સમય સવારે  7.29થી સાંજે   6.24 સુધી રહેશે. રાશી પ્રમાણે દાન આપવાનું રહેશે.

મેષ, કન્યા અને  વૃશ્ચિક રાશીના લોકોએ સોનાના પાયે બેસે છે પીળા વસ્ત્રો, ગોળ, ચણાનીદાળ, સોનું, પિતળનું વાસણ, પીળી મીઠાઈનુ દાન કરવું.

વૃષભ, સિંહ અને મકર રાશીના લોકોએ રૂપાના પાયે સફેદ વસ્ત્ર , ખાંડ, ચોખા, સાકર, ચાંદી, ઘીનું દાન કરવું.

મિથુન, તુલા અને કુંભ રાશીના માટે લોઢાના પાયે કાળી વસ્તુ, કાળાતલ,  અડદ, સ્ટીલનું વાસણ, કાળુકપડાનું દાન કરવું.

કર્ક, ધન અને મીન રાશી માટે તાંબાના  પાયે બેસે છે. લાલ વસ્ત્ર, ગોળ, લાલતલ,  તાંબાનું વાસણ ઘઉંનુદાન કરવું.

મકરસંક્રાંતિના દિવસે  તલનાં ઉપયોગનું  પણ મહત્વ છે. આદિવસે એટલે કે  રવિવારે તલ વારા જળથી સ્નાન કરવું.

તલનું તેલનું શરીરે લેપન કરવું તલ ખાવસા, તલવારૂ પાણી પીવું તલનો હવન કરવો. આમ અલગ અલગ પ્રમાણે તલનું  મહત્વ છે.

મકરસંક્રાંતિના દિવસે  પિતૃતર્પણ કરાવવાથી પિતૃઓને મોક્ષ ગતી મળે છે.

આ વર્ષે વાહન વાઘનું છે. ઉપવાહન  અશ્ર્વ છે પીળા કપડા પહેરેલ છે. હાથમાં ગદા ધારણ કરેલ છે. જાતી સર્પ કેશર કિલત કરેલ છે. દુધપાક  ખાય છે.

એમ કહેવાય છે કે સંક્રાંતિ જેજે વસ્તુ સાથે સંબંધ ધરાવે તે વસ્તુ મોઘી થાય છે.

વરસાદ સારો રહે વાઘ અને  અશ્ર્વો જેવા  પ્રાણીમા રોગચાળો ફેલાઈ સોનું તથા હળદલ અને દુધના ભાવ વધેતેમ વેદાંત રત્ન શાસ્ત્રી  રાજદીપ જોષીએ જણાવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.