ખેડૂતોની આવક બમણી કરવા રેલવેની સહાય લેવાશે
‘કિસાન રેલ’ ચલાવવા રેલવેની તૈયારી શરૂ: પંજાબથી રેક ખરીદાઇ
દેશના ખેડૂતોની આવત બમણી કરવા માટે સરકારે રેલવેની મદદ લેવાનો નિર્ણય કર્યો છે. સંસદમાં રજૂ થયેલા અંદાજપત્રમાં નાશવંત ખેત ઉપજને લક્ષ્ય સુધી પહોંચાડવા માટે કિસાન રેલની જાહેરાત કરવામાં આવી હતી. અંદાજપત્રમાં કરાયેલી જાહેરાત મુજબ કિસાન રેલ માટે રેકનો ઓર્ડર પણ આપી દેવામાં આવ્યો છે.
દેશના કિસાનોને તેની ખેત પેદાશોના પુરતા અને પોષણક્ષમ ભાવ નહી મળવાના કારણે ખેડૂતો ટમેટા, બટેટા કે ડુંગળી જેવી ખેત ઉપજને રસ્તા પર ફેંકીને આક્રોશ ઠાલવતા હોય છે પણ હવે ખેડૂતોની આ મુશ્કલી દૂર કરવા માટે સરકારે કિસાન રેલ દોડાવવાની યોજના જાહેરાત કરી છે. સરકારની આ જાહેરાત મુજબ રેલ્વેએ કૃષિ અને કલ્યાણ રાજયમંત્રી કૈલાસ ચૌધરી કહે છે કે ખેડુતોને પોષણક્ષમ ભાવો મળે તો ગ્રામ્ય અર્થકરણમાં તેજી આવી શકે છે. તેમણે વધુમાં જણાવ્યુ હતુ કે રેલ્વેથી ખેડુતોની ઉપજના પરીવહનની સમસ્યા હળવી કરી શકાય તેમ છે આથી તેમણે પુરતા ભાવ મળશે. ખેતી પોષણક્ષમ બનવા માટે અને ખેડુતોને આર્થિક પગભર કરવા માટે નાણાંમંત્રી સીતારામને તાજેતરમાં રજુ કરેલા બજેટમાં કિસાન રેલ તથા કૃષિ ઉડાનની જાહેરાત કરી હતી. આ કિસાન રેલમાં રેફ્રજરેટ્રેડ બોગીઓ હશે જેમાં ફળ, દુધ, શાકાભાજી અને અન્ય કૃષિ ઉત્પાદનનું પરીવહન કરવામાં આવશે. આ પરીવહન સરળ બનતા ખેડુતોની ઉપજ સમયસર બજાર સુધી પહોંચી શકેશ અને ખેડુતોને પુરતા ભાવ મળશે. નાણાંમંત્રીએ જાહેર કર્યાની સાથે કિસાન રેલ ચાલવવા માટે રેલ્વેએ તૈયારી શરૂ કરી છે.સુત્રોના જણાવ્યા મુજબ રેલ્વે બોગી અને પ્રાથમીક સુવિધા તંત્ર ઉભુ કરવાની દિશામાં કામકાજ શરૂ કરવામાં આવ્યુ છે. સુત્રો અમે પણ જણાવે છે કે કિસાન રેલ ચાલવવા માટે રેલ્વે મંત્રાલયએ પંજાબના કપુરથાલા ખાતેની રેલ્વે કોર્ષ ફેકટરીથી રેફ્રીજરેટ્રેડ ૯ બોગીને એક રેલ ખરીદવાનો ઓડર આપ્યો છે. કૃષિ નિષ્ણાંત વિજય સરદાના કહે છે કે રેલ્વે અને એરપોર્ટનું માળખું તૈયાર કરવા સાથે ખેડુતોને પણ તૈયાર કરવા પડશે. માળખુ અને પરીવહન માળખું ખેતરથી એરપોર્ટ અને રેલ્વે સ્ટેશન સુધી તૈયાર કરવુ પડશે. ત્યારે જ સફળતા મળશે. કિસાન રેલ અને કૃષિ ઉડાનથી ફાયદો થશે. જે કે દેશમાં આ માટે માળખાકીય સવલતો ઉભી કરવામાં સમય લાગે તેમ છે તેમને કહ્યું કે જલગાવ થી દિલ્હી ખેડાની ટ્રેન આવે છે. આવી રીતે કોઈ પણ એક ખેત ઉપજ માટે ટ્રેન દોડાવાશે. આ માટે ખેડુતોને તૈયાર કરવા પડશે.