લોકપ્રિય બોલીવુડ સિંગર અને ઓછા જાણિતા અભિનેતાએ ચાર દાયકા સુધી ભારતીય સંગીત ઉદ્યોગ પર રાજ કર્યું
બોલીવુડના જાણિતા ‘વેલ્વેટ વોઇસ ઓફ ઇન્ડિયા’ અને મેન વીથ ગોલ્ડન વોઇસ તરીકે જાણીતા ગાયક તલત મહેમૂદની આજે પુણ્યતીથી છે. તેમણે બોલીવુડમાં સતત ચાર દાયકાઓ સુધી ઓછા જાણીતા અભિનેતા તરીકે અને ધ કિંગ ઓફ ગઝલ ગાયક તરીકે રાજ કર્યું હતું. હિન્દી ફિલ્મ સંગીતમાં તલત મહેમૂદનાં ગીતોના ચાહકો આજે પણ તેમના ગીતોના દિવાના છે.
1939માં માત્ર 16 વર્ષની ઉંમરે તેમણે લખનૌ ઓલ ઇન્ડિયા રેડિયો પર પોતાની ગઝલો રજૂ કરીને સૌના દિલ જીતી લીધા હતા. તેમણી પ્રતિભાને જોઇને એચ.એમ.વી.એ 1941માં ‘સબ દિન એક સમાન નહીં થા’ ડીસ્ક બહાર પાડી હતી. 1944માં તેમણી ‘તસ્વીર તેરી દિલ મેરા બહેલા ના શકેગી’ના 10 હજાર નકલો વેંચાઇ હતી.
1940થી અભિનય ક્ષેત્રે પણ તેને પ્રારંભ કર્યો હતો. 1949માં તે મુંબઇ આવ્યાને તે જ વર્ષે જાણીતી ફિલ્મ “આરઝું” ‘એ દિલ મુઝે એસી જગાં લે ચલ’ ગીત નિર્દેશક અનિલ વિશ્ર્વાસે કંપોઝ કર્યુંને ખૂબ જ સફળ થયું હતું. તેમણી પ્રથમ ફિલ્મે ‘આરામ’ હતી. જેમાં મધુબાલા અને દેવઆનંદ સાથે અભિનય કર્યો હતો. તેમણે નુતન, માલાસિંહા, સુરૈયા, શ્યામા અને નાદિરા સહિતની અભિનેત્રી સાથે 13થી વધુ ફિલ્મોમાં મુખ્ય નાયક તરીકે કામ કરેલ હતું.
દિલે-એ-નાદાન, ડાક બાબુ, વારિસ, રફ્તાર, સોને કી ચિડિયા, એક ર્ગાંવ કી કહાની અને રફ્તાર જેવી ફિલ્મો ખૂબ જ સફળ રહી હતી. 1992માં તેમણે ભારત સરકારે પદ્મભૂષણ પુરસ્કાર આપ્યો હતો. વિદેશની ધરતી પર સ્ટેજ શો કરનાર તે પ્રથમ ભારતીય ફિલ્મ ગાયક હતા. આ ગાયકનું અવસાન 9 મે 1998ના રોજ મુંબઇ ખાતે 74 વર્ષે થયું હતું.
તેમના સફળ ગીતો દેખ કબીરા રોયા, ટેક્સી ડ્રાઇવર, બારાદ હી, મિર્ઝા ગાલિબ, છાયા, ફૂટપાથ, સુજાતા, જર્હાં આરા, દાગ, નાદાન, અનહોની જેવી ફિલ્મોમાં હતા જેને આજે પણ તેના ચાહકો યાદ કરે છે.
‘આસું સમજ કે ક્યું તુને, આંખ સે મુજકો ગીરા દીયા’