- કેરી રસિકો માટે ખૂબજ આનંદના વાવડ: ભાવ પણ નીચા રહેવાનો અંદાજ
કેરીના રસિકો માટે ખૂબ જ સારા સમાચાર આવી રહ્યા છે આ વર્ષે કેરીનો પાક ખૂબ જ સારો આવે તેવી સંભાવના કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. અને આંબાના બગીચા ધારકો દ્વારા પણ કેરી વહેલી આવશે તેવી આશા રાખી રહ્યા છે
જુનાગઢ એ કેસર કેરી માટે ખૂબ જ પ્રખ્યાત છે ત્યારે ગીર પંથકમાં હજારોની સંખ્યામાં આંબાઓ આવેલા છે.આંબાઓમાં વાતાવરણના પરિબળો સામે વધારે હોય છે એટલે દર વખતે આ પ્રશ્ન આવતા હોય છે.આ વર્ષ ચોમાસા દરમિયાન ધોધમાર વરસાદ થયો હતો. જેને કારણે આંબાના બગીચા માં પણ ખૂબ જ સારા વરસાદને કારણે પૂરતું પાણી મળી રહ્યું છે ત્યારે આ વર્ષે આંબામાં મોર આવવાની પ્રક્રિયા વહેલી શરૂ થઈ ચૂકી છે. આંબાના બગીચા ધરાવતા ઘણા વિસ્તારોમાં આંબામાં મોર આવવાની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે અને હાલની વાતાવરણની પરિસ્થિતિ આવવા માટે ખૂબ જ લાભદાયક છે.જો આ જ પરિસ્થિતિ રહેતો આગામી સમયમાં ફળના બંધારણની પ્રક્રિયા પણ ખૂબ જ સારી રહેશે.
બીજી તરફ જૂનાગઢ જિલ્લાના મેંદરડા ભેસાણ અને સાસણ તાલાળા સહિતના આંબાના બગીચાઓમાં ખૂબ જ સારી રીતે મોર આવી ગયા છે અને આ વર્ષે બગીચા ધારકોનું કહેવું છે કે દર વર્ષે માત્ર એક જ ડાળીમાં એક જ મોર હોય છે.પરંતુ આ વખતે પ્રથમ વખત એવું બન્યું છે કે એક જ ડાળીમાં પાંચ પાંચ મોર આવ્યા છે અને ઘટાદાર મોર આવી જતા તેનું બંધારણ પણ થવાનું શરૂ થઈ ચૂક્યું છે ઘણા આબાઓમાં ખાખડી એટલે કે નાની કેરી આવી ચૂકી છે અને તેનું બંધારણ જો વાતાવરણ આવું જ રહ્યું તો ખૂબ જ સારું રહેશે અને તેનું ઉત્પાદન પણ ગત વર્ષ કરતા 30 થી 35% જેટલું વધારે રહેશે તેવી આશા છે. આમ આ વર્ષે કેરીનો પાક ખૂબ જ સારો રહેશે અને ખેડૂતોને પણ તેનો લાભ મળશે અને સારું વળતર મળે તેવી સંભાવના હાલતો દેખાઈ રહી છે
હાલના વાતાવરણમાં જે તાપમાન છે તે આંબાને અનુકૂળ છે: જુનાગઢ બાગાયત મહાવિદ્યાલયના ડીન-આચાર્ય ડો. ડી.કે વરૂ
અબ તક સાથેની વાતચીતમાં જુનાગઢ બાગાયત મહાવિદ્યાલયના ડીન અને આચાર્ય ડો. ડી. કે વરુંએ જણાવ્યું હતું કે, આંબાની હાલની પરિસ્થિતિ જોઈએ તો આ વર્ષે ખૂબ સારી પરિસ્થિતિ સર્જાઈ તેવું લાગે છે. હાલમાં જુનાગઢ, ભેંસાણ, તાલાળા, મેંદરડા, ધારી સહિતના આંબાના બગીચાઓમાં આંબામાં જિલ્લા દસ દિવસથી ફ્લાવરિંગ એટલે કે મોર આવી ગયા છે. વાતાવરણની જો વાત કરવામાં આવે તો હાલના વાતાવરણમાં જે તાપમાન છે તે ખૂબ સારી રીતે આંબાને અનુકૂળ આવી રહ્યું છે. છેલ્લા બે ત્રણ દિવસથી વાદળનો પ્રશ્ન ઉદભવ્યો છે તે ચાલ્યો જાય અને ફરીથી તાપમાન યોગ્ય થઈ જાય તે જરૂરી છે.
આ વર્ષે આંબામાં ફ્લાવરિંગ વધુ સારું હોવાના કારણો એ છે કે દર વર્ષે ઓક્ટોબર મહિનામાં જે કોપ્રી એટલે કે નવી કુંમણો હોય એટલે કે જે જૂની સુંટ ફૂટી જતી હોય છે. જે દર વર્ષે ના સર્વેમાં 70% જેટલી કોપ્રી એટલે કે કુંમણો આવતી હોય છે. જે આ વર્ષે માગ પાંચથી 10% જ આવેલી છે. એનો મતલબ એવો છે કે બધી સૂંટ જે વર્જિન હોય તે ડિસેમ્બર મહિનામાં ફૂટવા માટે તૈયાર થઈ ગઈ છે. જેના કારણે તમામ આંબાઓમાં આ વર્ષે ફ્લાવરિંગ એટલે કે મોર સારા આવ્યા છે.
આંબાના એક જ ડાળમાં ચારથી પાંચ મોર બેઠા છે:બગીચાના માલિક બીપીન જાદવે
અબ તક સાથેની વાતચીતમાં આંબાના બગીચાના માલિક બીપીન જાદવે જણાવ્યું હતું કે, મેંદરડાના માલણકા ગામે આંબાની બાગ આવેલી છે. મારા બગીચામાં 1000 થી વધુ આંબા આવેલા છે. ગયા વર્ષ કરતા આ વર્ષે મારા બગીચામાં કેરીના મોર વહેલા આવ્યાં છે. નવાઈની વાત તો એ છે કે, આંબાના એક જ ડાળમાં ચારથી પાંચ મોર આવ્યાં છે. છેલ્લા 15 વર્ષથી મેં આટલા વધુ અને વહેલા આંબામાં મોર આવતા જોયા નથી. દર વર્ષે મારા બગીચામાં બે મહિના અગાઉ ખાખડી એટલે કે નાની કેરીઓ આવવા માંડે છે. દર વર્ષ કરતાં આ વર્ષે કેરીનું ઉત્પાદન 30 થી 35 ટકા જેટલું વધે તેવું પણ લાગી રહ્યું છે. ત્યારે આ વર્ષે જે પ્રમાણે ઠંડીનું પ્રમાણ વધુ છે તેને જોઈને લાગી રહ્યું છે કે હજુ પણ જે આંબા ઓમાં મોર આવવાના બાકી છે તે પણ વહેલા આવી જશે.દર વર્ષ કરતાં આ વર્ષે જે પ્રમાણે આંબે મોર આવ્યાં છે તેને જોઈ લાગી રહ્યું છે કે કેરીમાં આ વર્ષે ઉત્પાદન પણ સારું રહેશે અને આવક પણ કેરીની સારી રહેશે.