આપણે હાફુસ, કેસર, લંગડો, બદામી, લંગડા જેવી ‘મેંગો’ને ઓળખીયે છીએ: એક કેરીનું નામ તો ‘શ્રીમંતી’ છે

ઉનાળો આવે એટલે ફળોનો રાજા ‘કેરી’ની સિઝન શરૂ થાય. હવે તો વરસાદનું ટાણું થયું એટલે કેરીની સિઝન જવામાં છે. રાજકોટ વાળા તો ‘પેટી’  જ ૧૦-૧૨ કિલોની લઇ લેને ઘરે જ પકાવે છે. આપણે ત્રણચાર કેરીની જાતને જ ઓળખીયે છીએ, પણ હકિકતમાં ૧૦૫થી વધુ પ્રકારની જાત આવે છે. જુનાગઢ જીલ્લામાં પુષ્ફળ આંબાના ઝાડ છે. ત્યાંથી કેરીની દેશ વિદેશમાં બોલબાલા છે.

એપ્રીલ પ્રારંભે કરી બઝારમાં આવવા લાગે છે. શરૂઆતમાં ભાવ વધારે હોય છે. ભીમ અગિયાર સેકેરી ખાવાનું મહત્વ અનેરુ છે. કાઠિયાવાડી સંસ્કૃતિમાં બેન દિકરીને કેરી આપવાની પ્રણાલી છે. ભોજનમાં પણ રસ-પુરીનું જમણ સર્વોત્તમ ગણાય છે.

લોકડાઉનનાં પગલે કદાચ ઇતિહાસમાં પ્રથમવાર આ વખતે ‘કેરી’નો ઉપાડ ઓછો થયો હશે. કેરી બઝારમાં આવે એટલે બધા ફળો ગાયબ થઇ જાય છે. ફળોમાં તેને રાજા કહે છે. કેરીનો રસપ્રદ ઇતિહાસ છે. તેની  અલગ અલગ વિવિધ જાતો-કલર પણ હવે જોવા મળે છે. અગાઉ તો દિકરી જન્મ લેતા તેના નામનો આંબો વાવવાની રીત રસમ હતી. બાદમાં મોટા થતાં તેની આવક દિકરીને આપીને તેને મદદ‚પ થઇ શકાય.

આપણે તો બચપણમાં તેને ધોરીને ચુંસીને ગોટલાને ચુંસીને ભરપૂર આનંદ મેળવ્યો છે. ગોટલીને શેકીને તેનો મુખવાસ પણ કર્યો છે. હાફુસ, કેસર, બદામ, તોતા, લંગડો જેવી અમુક કેરી ખાધી છે કે ઓળખીયે છીએ પણ તેની વિવિધ ૧૦૫ જાત છે. અમુક કેરીની જાતના તો વિચિત્ર નામો હોય છે, જે આપણે કયારેય જોઇ નથી!!

ચાલો… તમને ૧૦૫ કેરીની જાતના નામ જણાવું, કેસર, દુધપેંડો, બોમ્બે હાફુસ, નિલેશાન, ‚મી હાફૂસ, જમ‚ખ્યો, જહાંગીરપસંદ, કાવસજી પટેલ, નિલફાન્ઝો, અમીરપસંદ, બાદશાહ પસંદ, અંધારીયો દેશી, નારીયેરી, કાળિયો, પીળીયો, બાજરીયો, હઠીલો, બાટલી, કાળો હાફૂલ, કાચો મીઠો, દેશી આંબડી, બદામડી, સીંઘડી, કલ્યાણ બાગી, રાજાપુરી, અષાઢી, લંગડો,‚રૂસ, જમ્બો કેસર, સુપર કેસર, અગાસનો બાજરીયો, સફેદા, માલ્દા ગોપાલ ભેગા, સુવર્ણરેખા, પીટર, બેગાનો પલ્લી, એન્ડૂઝ, યાકુત ‚માની, દિલપસંદ, પોપટીયા, ગધેમાર, આમીની, ચેમ્પિયન, વલસાડી હાફુસ, બદામી, બેગમ પલ્લી, બોરસીયો, દાડમીયો, દશેરી, જમાદાર, કરંજીયો, મકકારામ, મલગોબા, નિલમ, પાયરી, ‚માની, સબ્જી, સરદાર, તોતાપુર, આમ્રપાલી, મલ્લિકા અર્જુન, રત્નાગીરી હાફૂસ, વનરાજ, બારમાસી, શ્રાવણીફો, નિલેશ્ર્વર, વસીલદાબી, ગુલાબડી, અમુતાંગ, બનારસી લંગડો, જમીયો, રસરાજ, લાડવ્યો, એલચી, જીથરીયો, ધોળીયો, રત્ના, સિંધુ, રેશમ પાયરી, ખોડી, નીલકૃત, ફઝલી, ફઝલી રંગોલી,અમૃતિયો,   ગાજરીયો, લીલીયો, વજીર પસંદ, ગીરીરાજ, સલગમ, ટાટાની આંબડી, સાલમભાઇની આંબડી, અર્ધપુરી, શ્રીમંત, નિરંજન, કંઠ માળો, કુરેશી લંગડો જેવી વિવિધ કેરીની જાતો છે. આપણે સૌએ કયારેય આ બધી કેરી જોય કે નામ પણ ન સાંભળ્યા હોય શકે. મેંગોના પદર્શન ભરાય તેમાં પણ બધી જ કેરીની જાતો જોવા મળતી નથી. આપણું કાઠીયાવાડ તો ખાવા પિવાના શોખીન છે. છતા આ જાતો કયારેય જોવા મળતી નથી. વિકસતા પરિવર્તન સમાજે ઘણી કેરીની જાતો લુપ્ત થઇ ગઇ છેે.

આ છે, કેરીની જાતોનાં વિચિત્ર નામો!!

કેરીની જાતોનાં વિચિત્ર નામોમાં દૂધપેંડો, નિલફાન્ઝો, બાદશાહ પસંદ, અંધારીયો દેશી, કાળીયો, પીપીયો, બાજરીયો, હઠીલો, બાટલી, કાળો હાફૂસ, અષાઢી, સફેો, માલ્હા, પીટર, સુવર્ણરેખા, એન્ડૂઝ, દિલપસંદ, પોપટીયા, ચેમ્પિયન, બેગમ પલ્લી, જમાદાર, મકકારામ, ‚માની, સલ્ઝી, આમ્રપાલી, મલ્લિાકા અર્જુન, વનરાજ જમીયો, જીથરીયો, ખોડી, નિલકુત, કાજુ, ગાજરીયો, ટાટાની આં લડી જેવા ચિત્ર-વિચિત્રનામો કેરીની જાતનાં છે!!

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.