ભારતીય હોકીના ઉજજવળ ઇતિહાસ ના પાને પાને હોકી ખેલાડી મેજર ધ્યાનચંદનું નામ સુવર્ણ અક્ષરે લખાયેલું છે. આમ તો તેમણે જે સફળતા મેળવી તે ભારતના ગુલામીકાળમાં હતી પરંતુ ભારતીયોના કૌશલ્યને દુનિયા જાણતી ન હતી ત્યારે અંગ્રેજ સરકાર નહી પરંતુ ભારતીયોનું નામ રોશન કર્યું હતું. વિઝાર્ડ ઓફ હોકી તરીકે ફેમસ ધ્યાનચંદ વિશે જાણીએ ત્યારે અનેક સગવડો અને અભાવો વચ્ચે આટલી મોટી સફળતા કેવી રીતે મેળવી હશે તેનો વિચાર આવે છે.

major j

માણસમાં પ્રબળ ઇચ્છશકિત અને સાહસ હોયતો કોઈ પણ અભાવ નડતા નથી તેનું જીવતું જાગતું ઉદાહરણ હોકીના જાદૂગર મેજર ધ્યાનચંદ હતા. સેન્ટર ફોરવર્ડમાં રમતો આ ખેલાડી વીજળીક સ્ફૂતિથી દે ધના ધન ગોલ કરવા માંડે ત્યારે હરિફ ટીમના ખેલાડીઓ લાચાર બની જતા હતા. હોકી આમ તો ટીમવર્કની રમત છે પરંતુ મેજર ધ્યાનચંદ એકલા હાથે જાણે કે હરિફ ટીમનો પરાજય લખી નાખતા હતા. આથી જ તો ધ્યાનચંદના યુગને ભારતીય હોકીનો સુવર્ણકાળ ગણવામાં આવે છે. બોલ તેમની હોકી સ્ટીકના છેડે લોહચુંબકની જેમ ચોંટેલો રહેતો હતો. જયારે હરિફ ટીમનું પલ્લુ ભારે હોય ત્યારે બધાની નજર ધ્યાનચંદ પર જ રહેતી હતી. આ ખેલાડીમાં અચાનક જ વિજળી સંચાર થતો હોય એમ હારની બાજી જીતમાં પલટી નાખવાની ક્ષમતા ભરપુર હતી. આથી ધ્યાનચંદનો ભય વિરોધી ટીમને વધારે રહેતો હતો.

khel ratna

ધ્યાનચંદને પણ પિતાના પગલે હોકીમાં રસ જાગ્યો હતો. નોકરી કરવી એ પરીવારની આર્થિક જરુરીયાત હોવાથી ધ્યાનચંદ 1922માં પંજાબ રેજીમેન્ટમાં સિપાહી તરીકે નોકરી શરુ કરી હતી. ધ્યાનચંદને બ્રાહ્મણ રેજીમેન્ટના સુબેદાર ભોલે તિવારીએ ધ્યાનચંદને હોકીના પાયાના નિયમો તથા કૌશલ્યો અંગે માર્ગદર્શન આપીને હોકી રમતમાં આગળ વધવાની પ્રેરણા આપી હતી. હોકીનું માર્ગદર્શન ભોલે તિવારી પાસેથી મળ્યું પરંતુ તેમના પ્રથમ કોચ પંકજ ગુપ્તા બન્યા હતા. પંકજ ગુપ્તાએ ધ્યાનચંદની હોકીની રમત માટેનો રસ, એકાગ્રતા અને આવડતના ગુણો પારખીને ભવિષ્યવાણી ઉચ્ચારી કે ધ્યાનચંદનું નામ હોકીના ઇતિહાસમાં ચંદ્રની જેમ ચમકતું રહેશે. એમ કહેવાય છે કે ધ્યાનચંદ નામ ત્યારથી જ પડ્યું હતું. એ પહેલા ધ્યાનચંદ ધ્યાનસિંહના નામથી ઓળખાતા હતા.

ત્યારે જ ભારતના મહાન જાદુગરને કેન્દ્ર સરકાર દ્વારા સૌથી મોટું સન્માન અપાયું જેમાં અત્યાર સુધી જે રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ તરીકે જાણીતું હતું તે હવે મેજર ધ્યાનચંદ ખેલ રત્ન તરીકે ઓળખાશે. કેન્દ્ર સરકારે શુક્રવારે રમત સંબંધિત મોટો નિર્ણય લીધો હતો અને તેમાં રાજીવ ગાંધી ખેલ રત્ન પુરસ્કારનું નામ બદલીને મેજર ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડ રાખવામાં આવ્યું છે. વડાપ્રધાન મોદીએ આ નિર્ણયની જાહેરાત કરતા કહ્યું કે આ એવોર્ડ આપણા દેશના લોકોની ભાવનાઓનું સન્માન કરશે. રાજીવ ગાંધી ખેલ રત્ન અવોર્ડનું નામ બદલાયું છે. હવે આ અવોર્ડ મેજર ધ્યાન ચંદના નામે અપાશે આવી આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેરાત કરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.