પરંપરાગત ખાદીની માંગ ઓછી થતા ખાદીને ટ્રેન્ડી ફોર્મેટમાં ઢાળીને ડીઝાઈનર ઝભ્ભા, લેંધા, કુર્તા, કોટી, ડ્રેસ વગેરે બનાવીને વેંચવામાં આવી રહ્યા છે જેને યુવા વર્ગમાં ભારે પ્રતિસાદ મળી રહ્યો છે
રાષ્ટ્રપિતા ગાંધીજીમાનતા કે સ્વદેશીથી સ્વરાજ અને સ્વરાજથી સુરાજય આવશે જેથી, ખાદી સહિતની સ્વદેશી ચિજવસ્તુ ઉપયોગ કરતા હતા તેઓ પોતાના કપડા માટે ખાદી પણ હાથેથી કાંતતા હતા જેથી, ખાદી સ્વદેશી ચળવળનો મુખ્ય પાયો બની ગયો હતો.
હાલ બદલતા સમય સાથે ખાદીમાં પણ બદલાવ જોવા મળ્યો છે. આજે ખાદી એ ફેશનજગતમાં પણ પોતાનું અનોખુ સ્થાન ઉભુ કર્યું છે. ખાદીમાં આજે અવનવી ડીઝાઈનો તથા અલગ અલગ રંગો જોવા મળે છે. ખાદી એ માત્ર ફેશન માટે જ નથ પરંતુ ચામડી માટે એટલું જ ફાયદારૂપ છે. ખાદીએ ઉનાળામાં પણ ઠંહક આપે છે.
કોટન અને ખાદીમાં હવે અનેક વેરાયટીઓ ઉપલબ્ધ: મહાદેવભાઈ પટેલ
પોલી વસ્ત્રાલયના સંચાલક મહાદેવભાઈ પટેલએ ‘અબતક’ સાથે આ અંગે વાતચીત કરતા જણાવ્યું હતુ કે અમારે ત્યાં કોટન ખાદી તેમજ પીવન ખાદી ખૂબ વખણાય છે. અને આ ખાદીનો ઉપયોગ મીન્સિટો ઉપયોગ કરે છે. પીવન ખાદી આજે ઘણી નવી વેરાયટીમાં જોવા મળે છે. જેમાં લેડીઝ માટે ટોપ, કુર્તા, શર્ટ વગેરે પોલી ખાદીમાં ખૂબ ડિમાન્ડેડ છે. પહેલા ખાદી માત્ર સફેદ રંગમાં આવતું પરંતુ આજે નવી વેરાટી અને અને કલરમાં જોવા મળે છે. જે ને પરિણામે વેચાણમાં પણ ખૂબ ફાયદો થયો છે. અમારે ત્યાં ખાદીના રૂમાલ જમ્મુ-કાશ્મીરની એક સંસ્થા બનાવે છે. તે કાર્બન ફી કાપડમા બનાવે છે. તેના લીધે ખાદીમાં બરછટ જોવા મળતી નથી.
ખાદી ઈકોફ્રેન્ડલી કાપડ ગરમીમાં પણ ઠંડક : જીતેન્દ્ર શુકલા
ખાદી ગ્રામ ઉદ્યોગ ભવનનાં મેનેજર જીતેન્દ્ર શુકલા એ અબતક સાથે વાતચીત કરતા જણાવ્યું કે અમે કદમથી કદમ મિલાવીને ચાલીએ છીએ જમાના પ્રમાણે અલગ અલગ ડિઝાઈન બનાવીએ છીએ અને તેના માટે ડિઝાઈનરની પણ નિમણુંક કરવામા આવ્યા છે. જેમાં કૂર્તા, ડિઝાઈનર ડ્રેસ, બંડી, કોટી, લેંધા, ઝભ્ભા, સાડી વગેરેનું ઉત્પાદન કરવામાં આવે છે. આ ઉપરાંત ૧૦ પ્રકારનાં ડેનીમ કાપડ વગેરેનું ઉત્પાદન કરવામા આવે છે. પરિણામે યુવા વર્ગ ખાદી તરફ વળ્યો છે. આ સાથે બાળકો પણ આજે ખાદી પહેરતા થયા છે. વધુમાં વાત કરતા જણાવ્યું કે અન્ય કાપડમાં સિન્થેટીક રેસા જોવા મળે છે.
જેને લીધે ગરમી થાય છે. જયારે ખાદીએ ઈન્કોફેન્ડી કાપડ છે જે ઠંડક આપે છે. જયારે બીજા અન્ય કાપડમાં પરસેવાને લીધે શરીરમાં કાપડ ચોટી જાય છે. આ સિવાય અન્ય સ્ક્રીનના રોગ પણ થવાની સંભાવના રહે છે. આ વાતની મેડીકલ સાયન્સ પણ માન્યતા આપી છે. આજે ખાદીમાં રૂમાલ, ઓછાડ, આસન પટ્ટો વગેરે ઉપલબ્ધ છે.
હાલમાં ખાદીની પરિસ્થિતિ પર ડોકયું કરતા માલુમ થાય છે. કે ખાદીનું ભવિષ્ય ખૂબ સારૂ છે. આ સાથે અમે પણ એટલા સજાગ રહીએ છીએ વધુમાં જણાવ્યું કે ૧૫૦મી ગાંધીજીની જન્મજયંતિ નિમિતે સરકાર દ્વારા ગુજરાતની ખાદી પર રિબેટ પણ આપેલ છે. અમારા ભવનમાં રોજના ૧૦૦ ગ્રાહક મુલાકાત લે છે. અને ૨ ઓકટોબરથી ૩૧ માર્ચ સુધી સેલ હોય છે. ત્યારે રોજના ૪૦૦ થી ૫૦૦ ગ્રાહક ખાદી ભવન અવશ્ય મુલાકાત લેતા હોય છે.