ઈરાનમાં હસન ‚હાની ફરીથી રાષ્ટ્રપતિ બનતા ચાબર પોર્ટના વિકાસ માટે ભારતને સરળતા રહેશે
વેપાર-વાણિજય માટે ભારત મહત્વાકાંક્ષી ચાબહાર પોર્ટનો ઈરાનમાં વિકાસ કરી રહ્યું છે. આ પોર્ટથી મધ્ય એશિયાના વિકાસના દ્વાર ખૂલવાના છે.જેમાં સૌરાષ્ટ્રના બંદરો ચાવીરૂપ ભૂમિકા ભજવશે.
ઈરાનમાં પ્રેસીડેન્ટ હસન ‚હાની ફરીથી ચૂંટાઈ આવતા આ પોર્ટના વિકાસમાં ભારતને સરળતા રહેશે હાલ ચાબહાર પોર્ટ અફઘાનિસ્તાનના જમીન માર્ગ ભારત સાથે જોડાય છે. ભવિષ્યમાં રેલ માર્ગના વિકાસની પણ યોજના છે. ઉપરાંત મધ્ય એશિયાના ટ્રાન્સપોર્ટ કોરીડોરને પણ ઈરાન ચાબહાર પોર્ટ સાથે જોડવાની યોજના બનાવી રહ્યું છે.
મધ્ય એશિયાના દેશોના બંદરો સૌરાષ્ટ્રના બંદરોથી નજીક હોવાના કારણે સૌરાષ્ટ્ર મધ્ય એશિયાના વિકાસમાં મહત્વનું બની રહેશે. જમીન માર્ગબાદ જળ માર્ગ પણ વેપાર વાણિજય ક્ષેત્રે મધ્યએશિયા સાથે ચાબહારના મધ્યમથી જોડશે. ચાબહાર પોર્ટ યુરોપ સાથેના સીધા વ્યાપારમાં પણ મદદ‚પ થવાનું છે. માત્ર અફઘાનિસ્તાનના ગેટવે તરીકે નહી પરંતુ સેન્ટ્રલ એશિયાના દ્વારા તરીકે ચાબહારને ઓળખવામાં આવે તેવી તૈયારીઓ ચાલી રહી છે.