કેશોદ શહેરમાં ઉતાવળીયા નદીના કાંઠે દેશી દારુનું વેચાણ ધોમ થતું હોવાથી આ વિસ્તારમાં રહેતા લોકોએ બે દિવસ પહેલા કેશોદ પોલીસ સ્ટેશનમાં મુલાકાતે આવ્યા હતા અને પોલીસને આવેદનપત્ર આપ્યું હતું. અને દારુ વેચનારાના ત્રાસ માંથી ઉતાવળીયા નદીના કાંઠે આવેલા લોકોને મુકત કરવાની માંગણી કરી હતી લોકોની દારુડીયા સામેની સામુહિક રજુઆતો અને લોકોની ચીમકીને ઘ્યાનમાં રાખી પોલીસે પોતાની આળસ ખંખેરી બેઠી થયા હતી અને આવા ધંધાથી ત્યાં રેડની ધોસ બોલાવી હતુ પરંતુ પોલીસે તપાસ દરમિયાન ન તો દારુ હાથમાં આવ્યો ન તો દારુ વેચનારા આમ પોલીસે સર્ચ ઓપરેશન દરમિયાન કંઇ ખાસ ઉકાળી શકી નહોતી તેવું જાણવા મળ્યું છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com