ઇલીસ્યુમ વીક એન્ડ વીલાની સાઇટ ઉપર પ૦૦થી વધુ વૃક્ષો વાવ્યા
વિશ્ર્વ પર્યાવરણ દિવસ નીમીતે રાજકોટની કલ્પતરૂ ટીમ પણ પોતાની ઇલીસ્યુમવીક એન્ડવીલા સાઇટ પર પ૦૦થી વધુ વૃક્ષો વાવવામાં આવ્યા હતા. કલ્પતરૂ ટીમ દ્વારા ગયા વર્ષે પણ ર૦૦૦થી વધુ વૃક્ષો વાવ્યા હતા. અને વૃક્ષોનો ઉછેર કરેલ, ત્યારે ગઇકાલે કલ્પતરૂ ટીમના મહેન્દ્રભાઇ ફડદુ (એડવોકેટ) સહિતના સભ્યોએ વૃક્ષો વાવ્યા હતા. અને તેની માનવત જાળવણી કરવામાં આવશે.
અબતક સાથેની વાતચીત દરમિયાન એડવોકેટ મહેન્દ્રભાઇ ફડદુ એ જણાવ્યું હતું કે અમે દર વર્ષે ૫૦૦ થી વધુ વૃક્ષો વાવવાનો પ્લાનીંગ કરીએ છીએ. ગયા વર્ષે ણમી જુનના રોજ પ૦૦ વૃક્ષો વાવવાનું નકકી કયુ હતું પરંતુ વાવતા વાવતા ૨૦૦૦ થી વધુ વૃક્ષો વાવ્યા હતા. અમારી યંગ ટીમ અને સોસાયટીનો સ્ટાફ સાથે રહી આખું વર્ષ અમે છોડની કાળજી રાખીએ કયાં પ્રકારનું વૃક્ષ વાવવું, કઇ રીતે વાવવું, બહારની સાઇડ અમે પાંજરુ રાખી છોડ વાવીએ, જરૂરીયાત મુજબનું પાણી પાઇએ ખાતર આપીએ અમે આપણા નાના દિકરા, દિકરીનું ઘ્યાન રાખતા હોય તેવી રીતે વૃક્ષ છોડની કાળજી રાખીએ અમે અલગ અલગ પ્રકારના વૃક્ષો જેમ કે લીમડો, પીપળો, વડ, ચંપો ઔષધિના પણ ઝાડ વાવીએ. આ વખતે મોટાભાગે ચંપો વાવ્યો છે બીજા ઘણા રોપા તૈયાર છે જે અમે વરસાદને ઘ્યાને રાખી આવનાર મહિનામાં તેનું વાવેતર કરીશું. અમારી આ વિક એન્ડ વિલાની સાઇડ છે અમારી કલ્પતરૂ પ્રોપટીની ઝેબરાનોવુડ સહિતની બીજી વિક એન્ડ વિલા સાઇટ છે આનોએલીએમ વિક એન્ડ વિલા નામ રાખેલ છે. અમારું એવું પ્લાનીંગ છે આ સાઇટમાં હાલમાં પાંચ હજાર વૃક્ષો વાવેલ છે.
તેનો ઉછેર કરવાનો સતત પ્રયાસ કરીએ છીએ વિશેષમાં અમારી એમેનીટીઝ છે તેમાં એક એમેનીટીઝ એવી બનાવીએ છીએ કે રાશી મુજબના ઝાડ વાવીએ અને ત્યાર પછી મકાન ખરીદનાર વીઝીટર્સ હશે તે યોગ, સમાધી, વિચારો, તે રાશી વૃક્ષો નીચે બેસી કરી શકશે આવી રીતે વૃક્ષ વાવાનું અમારું એક સુંદર પ્લાનીંગ છે.