રપ કિલો સોનુ અને અઢળક ચાંદીના ઉપયોગથી જહાજ આકારનું આકર્ષક મંદિર શ્રઘ્ધાળુઓની આસ્થાનું પ્રતિક
ભારતના વિવિધ શૈલીના અને વિવિધ પ્રકારના અનેક મંદિરો આવેલા છે. જેની પાછળ રોચક તથ્યો અને ઇતિહાસ વર્ણવાયેલો છે જે કરોડો લોકોની આસ્થાનું પ્રતિક છે. આવું જ એક મંદિર પશ્ચિમ બંગાળના કોલકતા ખાતે આવેલું છે. આ કાલીમાતાનું મંદિર અદ્દભુત કારીગરી દ્વારા બનાવવામાં આવ્યું છે.
અને ર૦ કરોડના ખર્ચે આ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેનો આકાર જહાજ જેવો છે. તેમાં રપ કિલો સોનાનો ઉપયોગ કરવામાં આવ્યો છે.આ મંદિરની ઊંચાઈ ૧૩ હાથ જેટલી છે કાલી માતાનું આ ભવ્ય મંદિર ભકતજનોના આકષણનું કેન્દ્ર છે. ભવ્યતા અને દિવ્યતાથી ભરપુર આ મંદિરની શોભા અવર્ણનીય છે.