વરસાદની આગાહીને પગલે યાર્ડના ચેરમેન યુવરાજસિંહ જાડેજાનો નિર્ણય
ગુજરાત-સૌરાષ્ટ્રમાંં વરસાદની આગાહીને કારણે કાલાવડ યાર્ડ દ્વારા અચોકકસ સમય સુધી આજથી મગફળીની ખરીદી પર બ્રેક મારવામાં આવી છે. કાલાવડ યાર્ડમાં છેલ્લા અઠવાડીયા જેટલા સમયમાં મગફળીના રૂ.૭૫૦થી ૧૧૦૦ સુધીને ભાવ મળતો હોવાથી મોટા પ્રમાણમાં ખેડૂતો મગફળી વહેચવા પ્રેરાયા બાદ ખેડૂતોનો ઘસારો જોવા મળી રહ્યો હતો. દરરોજ હજારો ગુણીની આવક થતા યાર્ડના પટરાંગણમાં ઉપરાંત યાર્ડની બહાર રોડ ઉપર ખુલ્લામાં ખેડૂતોની મગફળી ભરેલા વાહનો રાખવા પડે તેવી સ્થિતિ સર્જાઇ છે. જેના પગલે હાલ તાજેતરમાં વરસાદની આગાહી હોઇ ખેડૂતોની જણસી વરસાદથી પલળે નહી અને ખેડૂતોને નુકશાનીનો સામનો નો કરવો પડે તેવી ખેડૂત હિતના નિર્ણય બાબતે યાર્ડના ચેરમેન યુવરાજસિંહ જાડેજાએ ગઇકાલે તાત્કાલિક કારોબારી બોલાવી હાલની સ્થિતિને ધ્યાનમાં લઇ આજથી અતોકકસ સમય સુધી કાલાવડ માર્કેટીંગ યાર્ડ બંધ રહેશે. તેવો નિર્ણય લીધેલ છે. તેમજ અગામી સમય દરમિયાન પરિસ્થિતિ મુજબ યાર્ડ ચાલુ કરવાનો નિર્ણય લેવાશે.