આગામી તા.21 જુનના રોજ રાજકોટ મહાનગરપાલિકા આયોજીત વિશ્વ યોગ દિવસની ઉજવણીમાં જુવેનાઈલ ડાયાબીટીસ ફાઉન્ડેશન તેના રાજકોટ શહેરના સભ્યો અને સભ્ય પરિવારજન સાથે જોડાનાર છે. 21મી જુને સવારે 6 થી 7 વાગ્યા દરમ્યાન ગાંધી મ્યુઝીયમ, આલ્ફેડ હાઈસ્કુલ, જવાહર રોડ, રાજકોટ ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિતે ખાસ કાર્યક્રમ યોજાનાર છે. મ્યુ. કમિશ્નર અમિત અરોરા અને મેયર પ્રદિપ ડવ દવારા લોકોની સુખાકારી માટે આ કાર્યક્રમનું આયોજન કરાયું છે.
અત્રે એ યાદ અપાવવું જરૂરી છે કે ટાઈપ1 ડાયાબીટીસમાં ઈન્સ્યુલીન સાથે વ્યાયામ ખાસ જરૂરી છે. જુવેનાઈલ ડાયાબીટીસ ફાઉન્ડેશ છેલ્લા 18 વર્ષથી બાળકોમાં થતા ડાયાબીટીસ (ટાઈપ1 ડાયાબીટીસ)ને નાથવા જુવેનાઈલ ડાયાબીટીસ ફાઉન્ડેશન રાજકોટ નિ:સ્વાર્થ ભાવે અથાગ પ્રયત્નો કરે છે. સંસ્થાનું મુળભુત કાર્ય ડાયાબીટીક પીડીત બાળકોને ડાયાબીટીસ ને કેવી રીતે કંટ્રોલ કરી શકાય તે છે.
આ માટે ડાયાબીટીસથી પીડીત બાળકોને સંપૂણ સારવાર, ડાયાબીટીસમાં ઉપયોગી દવાઓ, રીપોર્ટસ વગેરે સતત મળી રહે અને ટાઈપ 1 ડાયાબીટીસમાં તજજ્ઞો દ્વારા માર્ગદર્શન તથા કેળવણી વખતોવખત મળી રહે તે છે. આ કાર્યક્રમમાં જુવેનાઈલ ડાયાબીટીસ ફાઉન્ડેશન રાજકોટ શહેરના સભ્યો અને પરિવારજને જોડાવવા અપુલ દોશીએ યાદીમાં જણાવેલ છે.