જુનાગઢ વન વિસ્તારમાં અસામાજીક પ્રવૃતિઓ, ગેરકાયદેસર સિંહ દર્શન, ગેર કાયદેસર વૃક્ષોનું કટીંગ, ચંદનની ચોરી, ગેરકાયદેસર શિકાર ભેદી આગ જેવી અનેક ઘટનાઓ છાશવારે પ્રકાશમાં આવે છે ત્યારે સ્થાનીક પદાધિકારીઓ અને અધિકારીઓથી લઇ રાજય વડાઓ અને મંત્રીઓ દોડતા થાય છે છાશવારે વન વિભાગની ગરીમા અને રાજય સરકારને લાંછન લાગે તેવી અનેક પ્રવૃતિઓ છાના ખૂણે આચરાઇ છે ત્યારે આવી પ્રવૃતિઓ અટકે સાથે ધર્મ અને સાધુ સંતોની સંસ્કૃતિનું રક્ષણ થાય તેવા ઉમદા હેતુથી જ્ઞાતિ સમાજો ટ્રસ્ટોનું ઉતારા મંડળ દર એકાદશીએ પરીક્રમા કરીને તેનું પુણ્ય હિંદુ સંસ્કૃતિના સાધુ સંતોના તેર અખાડાઓને વિધિવત રીતે અર્પણ કરવાના ઉમદા વિચાર સાથે પરીક્રમા કરવાની શરુઆત કરી હતી પહેલી પરીક્રમા આજીજી કર્યા બાદ કરવા દેવાઇ હતી જયારે ગઇકાલે આ શરુ થયા પછીની છઠ્ઠી અગીયારસે પણ પરીક્રમા કરવા ન દેવાઇ હોવાનું મંડળના પ્રમુખ ભાવેશ વેકરીયાએ જણાવ્યું હતું કે બાકીની પાંચેય પરીક્રમાઓ વન વિભાગ ના દરવાજે બેસી આ લોકો માનસ પરીક્રમા કરી રહ્યા હોવાનું તેમણે જણાવ્યુઁ હતૂં.
આ અંગે વધુ વિગતો અનુસાર જુનાગઢ જ્ઞાતિ સમાજો અને ટ્રસ્ટોના ઉતારા મંડળ દ્વારા દરેક મહિનાની સુદ એકાદશીએ સમગ્ર સૃષ્ટિ ના કલ્યાણ અર્થે પરીક્રમા કરવાનું આયોજન કરાયું હતું. આ પરીક્રમા કરી તેનું પુણ્ય હિંદુ સંસ્કૃતિના આધાર સ્તંભ એવા સાધુ સંતોના ૧૩ અખાડાઓને અર્પણ કરવાનું નકકી કરાયું હતું. મંડળના પ્રમુખ ભાવેશ વેકરીયાના જણાવ્યા અનુસાર અત્યંત આજીજી બાદ શરુઆતે એક પરીક્રમા કરવા દેવામાં આવી હતી પછીની બીજી પરીક્રમાથી વન વિભાગ નુ પ્રોત પ્રકાશ્યું હતું. અને પરીક્રમાર્થીઓને અટકાવી જવા દેવાની મંજુરી આપવામાં આવી દેવામાં આવી ન હતી સ્થાનીક વન તંત્રને સદબુઘ્ધી આપે તે માટે મંડળ દ્વારા સદબુઘ્ધિ યજ્ઞ સાથે માનસ પરીક્રમા દરેક વખતે કરવામાં આવી રહી છે આ અંગે રાજય સરકારમાં રજુઆત કરતા ત્યાંથી પણ એવો પ્રત્યુતર પાઠવવામાં આવ્યો હતો કે આ પરીક્રમા કરવા દેવી પરંતુ વન સ્થાનીક વન વિભાગ ઉપરના પત્રોને ગાંઠવાને બદલે વધુ એક વખત ગઇકાલે આ પરીક્રમાર્થીઓને અટકાવ્યા હતા.
ત્યારે કચવાટની લાગણી સાથે આ પરીક્રમાર્થીઓએ પણ વન વિભાગના ગેઇટ પાસે બેસી માનસ પરીક્રમા કરી હતી જયારે આ અંગે લોકોમાં ઉઠતી ચર્ચા મુજબ છાશવારે અસામાજીક પ્રવૃતિ ઓ જંગલ વિસ્તારમાં ફુલેલી ફાલેલી છે તેને અટકાવવામાં સદંતર નિષ્ફળ સ્થાનીક વન વિભાગ સીધા સાદા અને ધાર્મીક પ્રવૃતિ સાથે સંકળાયેલા લોકો સામે પાણીપારા પણુ બતાવી રહ્યું છે. એટલું જ નહી સરે આમ સરકારમાં બેઠેલાઓનો આના ઉપર કેટલો કંટ્રોલ છે તે પણ મનમાની કરી છતુ કરી રહ્યું છે.
રાજય સરકારમાંથી પણ આવતા આદેશોને આ લોકો છોળીને પી જતા હોય તો આને રોકે કોણ ? તેવો વેધક સવાલ હાલ જનમાનસ પર ચિત્રાઇ રહ્યો છે આ બાબતે ઉપલા અધિકારીઓ અને સરકારમાં બેઠેલા પદાધિકારીઓ આ પરીક્રમાને કાયદેસરતાની મહોર મારે તેવી પ્રબળ લોકમાંગ ઉઠવા પામી રહી છે.