કોરોના મહામારીએ ફરીથી આખા દેશ ઉપર ભરડો કસ્યો છે. જેટલું બની શકે તેટલું ઘરમાં જ રહેવાની સલાહ આપવામાં આવી છે. છેલ્લા એકથી વધુ વર્ષથી અનેક લોકો ઘરોમાં પુરાયેલા છે. ઘણા લોકો લાંબા સમયથી વર્ક ફ્રોમ હોમ કરી રહ્યા છે. જેના પરિણામે તેમનું વજન વધી રહ્યું છે. આવી સ્થિતિમાં સ્થૂળતા અથવા જાડાપણું એક ગંભીર સમસ્યા બની જાય તેમ છે. સ્થૂળતાના કારણે અનેક બીમારીઓને આમંત્રણ મળે છે. આ બીમારીઓ ક્યારેક જોખમી પણ સાબિત થાય છે. માટે, જો તમારું વજન ખૂબ જ ઝડપથી વધતું હોય તો ઝડપથી ઓછું કરવા માટે આ શાકભાજીને પોતાના ભોજનમાં સામેલ કરી શકાય.
લીલા શાકભાજી ખાવા તંદુરસ્તી માટે ફાયદાકારક છે. પરંતુ કેટલાક શાકભાજીનું જ્યુસ બનાવીને પણ પી શકાય છે. આવા શાકભાજીથી વજન ઘટાડવામાં મદદ મળે છે. પ્રોટીન, કેલ્શિયમ, આયર્ન, ફાઇબરથી ભરપૂર હોવાના કારણે રોગપ્રતિકારક શક્તિ પણ વધે છે અને વજન ઘટે છે. આવા શાકભાજીમાં કેલરીનું પ્રમાણ ઓછું હોય છે. તો ચાલો કયા શાકભાજીનું જ્યુસ પીવાથી વજન ઝડપથી ઓછું થાય છે અને સ્થૂળતા સંબંધિત બીમારીઓ સામે લડવામાં મદદ મળે છે તે જાણીએ.
દૂધીનું જ્યુસ
દરરોજ સવારે એક ગ્લાસ દૂધીનુ જ્યુસ પીવાથી આખો દિવસ ઊર્જા મળે છે. શરીરમાં બ્લડ સર્ક્યુલરને વધારે છે અને ત્વચાને ચમક આપે છે. દૂધીના પીવાથી પેટ કલાકો સુધી ભરેલું રહે છે. પરિણામે જાડાપણું દૂર થાય છે. દૂધીને ઉકાળીને મીઠું નાખી તે પીવાથી વજન થોડા સમયમાં ક ઘટવા લાગે છે. આ જ્યુસમાં વિટામિન, આયરન, પાણી અને ફાયબર ભરપૂર પ્રમાણમાં હોય છે.
ટામેટાનું જ્યુસ
ટામેટાનું નિયમિત પીવાથી કમરની ચરબીની સમસ્યા દૂર થાય છે. ટમેટામાં સોડિયમ, ફેટ, કોલેસ્ટ્રોલ, કેલેરી સહિતના તત્વો મળી આવે છે.
બિટનું જ્યુસ
બીટના જ્યુસમાં વિટામિન સી, પોટેશિયમ, મેગ્નેશિયમ, આયર્ન, ફાઇબર, ફિલેટ જેવા પોષક તત્વ હોય છે. બીટનું જ્યૂસ પીવાથી લાંબા સમય સુધી કસરત કરવા છતાં થાક લાગતો નથી.
કરેલાનું જ્યુસ
સ્વાદના કડવા કરેલા આરોગ્ય માટે મધમીઠા સાબિત થાય છે. આયુર્વેદ મુજબ કરેલા ડાયાબિટીઝ અને હાઈ બ્લડ પ્રેશરથી પીડિત લોકો માટે ખૂબ જ ફાયદાકારક છે. તે લોહીમાં શર્કરાના સ્તરને ઘટાડીને ઇન્સ્યુલિનના ઉત્પાદનમાં વધારો કરે છે. તે શરીરની અંદર વધુ પડતી સુગરના સ્તરને નિયંત્રિત કરીને વજનને પણ નિયંત્રિત કરે છે. કારેલામાં ફાઇબર, કાર્બોહાઈડ્રેટ અને ઓછી માત્રામાં કેલરી હોય છે જે વજન ઘટાડવામાં મદદ કરે છે.
પાલકનું જ્યુસ
પાલકમાં થાયલાકોઇડસ હોય છે. જેનું નિયમિત સેવનથી વજન નિયંત્રિત રહે છે. ભૂખ ઓછી લાગે છે. પાલકમાં વિટામિન એ, વિટામિન બી2, સી, ઈ અને કે તેમજ આયરન, કેલ્શિયમ, મેગ્નેશિયમ, મેંગેનીઝ, ફોસ્ફરસ, ફોલેટ, પ્રોટીન અમે ફાયબરનું ભરપૂર પ્રમાણ હોય છે.
કોબીજનું જ્યુસ
કોબીજ ફાયબરથી ભરપૂર હોય છે. ફાયબરનું પ્રમાણ વધુ હોવાથી તે પેટને લાંબા સમય સુધી ભરેલું રાખે છે. જેનાથી વજન નિયંત્રિત થાય છે.