હીંગના પાણીનું સતત સાત દિવસ સેવન કરવાથી વજન પણ ઘટાડી શકાય છે
હીંગનો ઉપયોગ આપણે જમવાનું સ્વાદિષ્ટ બને એટલા માટે કરીએ છીએ. ગુજરાત અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં તો હીંગનો ઉપયોગ દરરોજ અવનવી વાનગી અને ફરસાણમાં કરવામાં આવે છે. ગાંઠીયા, ફાફડા કે દાળમાં હીંગનો વઘાર ભોજનને પાચ્ય અને સ્વાદિષ્ટ તેમજ સુગંધીત બનાવે છે. જો કે, હીંગના ઔષધીય ગુણોથી ખુબ ઓછા લોકો પરિચિત છે.
પહાડી વિસ્તારમાં પેદા થતી હીંગ આપણા દેશમાં ખૂબ ઓછી માત્રામાં મળે છે. બલુચિસ્તાન, અફઘાનિસ્તાનના પહાડી વિસ્તારોમાં હીંગ મોટા પ્રમાણમાં મળે છે. અહીંથી જ હીંગ ભારતમાં આયાત કરવામાં આવે છે. દાળને તડકો સાંભર બનાવવામાં કે કઢી બનાવવામાં હીંગનો ઉપયોગ કરવામાં આવે છે. હીંગના ઔષધીય ગુણો ઘણી બધી સ્વાસ્થ્ય સમસ્યાઓથી છૂટકારો અપાવે છે. શરદી, ખાસી, અપચો જેવી બિમારીઓ માટે હીંગ એક અચૂક ઔષધી છે.
હીંગ વેઈટ લોસમાં પણ ઉપયોગી ઔષધીનું કામ કરે છે. જીરાનું પાણી અને અજમાના પાણીની જેમ હીંગનું પાણી પણ વજન ઉતારવામાં મદદરૂપ થાય છે. હીંગ ભારતીય રસોડામાં આસાનીથી મળતી ઔષધી છે. અડધી ચમચી હીંગનો પાવડર નવશેકા પાણીમાં નાખી ખાલી પેટે પીવાથી ઘણા ફાયદા થાય છે.
પાચનની સમસ્યા હોય તો પણ હીંગનું પાણી પીવાથી ફાયદો થાય છે. આ સાથે હીંગનો પાવડર કે ટૂકડા છાશમાં નાખીને પણ તેનું સેવન કરી શકાય છે. હીંગના પાણીનો નિયમિત ઉપયોગ કરવાથી સ્ક્રીન પર કરચલીઓ પડતી નથી.
હીંગનું પાણી લગાતાર સાત દિવસ પાણી પીવાથી પાચન શક્તિ મજબૂત થાય છે. હીંગના પાણીના સેવનથી બોડીમાં બનતું એસીડ ખતમ થઈ જાય છે અને પેટના ઘણા રોગ આવતા પહેલા જ સમાપ્ત થઈ જાય છે. હીંગના પાણીના આ ઉપરાંત પણ કેટલાય ફાયદા છે.
હીંગના પાણીના સેવનથી પાચન શક્તિ મજબૂત બને છે. શરીરમાં રહેલી ચરબીને બાળી નાખે છે અને એર્ન્જી ફૂડનો પાંચન કરે છે. પ્રાચીન સમયથી હીંગનો ઉપયોગ પેટની બધી સમસ્યાઓ માટે કરવામાં આવે છે.
હીંગમાં એન્ટી ઈન્ફલેમેટરી અને એન્ટી ઓકસીડેંટ ગુણોનો ભંડાર હોય છે. પેટમાં દુ:ખાવો, એસિડીટી, પેટ ખરાબ થવું, હીંગનું સેવન લાભકારી નિવડે છે.
હીંગમાં કોઉમારિન નામનો પદાર્થ હોય છે. બ્લડને ઘટ્ટ થવા દેતો નથી સાથે સાથે બ્લડને પાતળુ પણ કરે છે. જેનાથી બ્લડ પ્રેશરને નિયંત્રીત કરી શકાય છે. હીંગ બ્લડ સુગર લેવલને મેન્ટેઈન કરે છે અને વજન ઉતારવામાં મદદપ થાય છે.
હીંગના પાણીનું કે હીંગનું નિયમિત સેવન કરવાથી સ્ટ્રેસ ફ્રી થઈ જવાય છે અને સ્ટ્રેટ ન હોય તો ઝડપથી વેઈટ લોસ થાય છે. કેમ કે જયારે તમે તનાવ મુકત હોવ ત્યારે જમવામાં પણ કંટ્રોલ કરી શકો છો.
હીંગને એન્ટી ઓકસીડેંટ માનવામાં આવે છે તો તેનું પાણી પીવાથી શરીરમાં ઘણી બધી બિમારીઓનો ખાત્મો થઈ જાય છે અને કમજોરી દૂર થઈ જાય છે. હીંગના પાણીનું સાત દિવસ સેવન કરવાથી ચોકકસ ફાયદા થાય છે.