ડુંગળીનો ઉપયોગ આમ તો રસોઇમાં સ્વાદ વધારવા માટે થતો હોય છે. પરંતુ ડુંગળી કોઇ ઔષધીથી કમ નથી ડુંગળીમાં એમ્ટીબાયોટીક એન્ટીસેપ્ટિક, એન્ટીમાઇક્રોબિયલ જેવી અનેક પ્રોપર્ટીઝ રહેલી છે. આ સિવાય ડુંગળીમાં સારી માત્રામાં સલ્ફર, ફાયબર્સ, પોટેશિયમ, કેલ્શિયમ, વિટામિન બી ૬, ફોલિક એસિડ, આર્યન, વિટામિન રહેલા છે. માટે આજે અમે તમને ડુંગળીના રસના બેસ્ટ ઉપયોગો વિશે જણાવીશું…
– ડુંગળીના રસને વાળના મૂળમાં લગાવવાથી વાળ કાળા અને મુલાયમ થાય છે. તેમજ તે ખરતા વાળ અટકાવે છે.
– ડુંગળીના રસમાં થોડું પાણી મિક્ષ કરી ચહેરા પર લગાડવાથી ખીલ અને ફોડલિયોની સમસ્યા દુર થાય છે.
– ૨ ચમચી ડુંગળીના રસમાં એક ચમચી મધ મિક્ષ કરી પીવાથી ખાસી અને તાવમાં આરામ મળે છે.
– કોટનમાં કપડામાં થોડો ડુંગળીનો રસ નાંખી તેને સુંઘવાથી બંધ નાક ઝડપથી ખુલી જાય છે.
– મધમાખીના ડંખ પર ડુંગળીનો રસ લગાડવાથી દુખાવો અને બળતરામાં રાહત મળે છે.
– ફાંસ કે કાંટો લાગી ગયો હોય તો ડુંગળીનો રસ લગાવી પાટો બાંધી દેવાથી કાંટો સરળતાથી નીકળી જાય છે.
– ડુંગળીના રસમાં સાકર મિક્ષ કરી આ મિશ્રણ પીવાથી કફની સમસ્યામાં રાહત મળે છે.
– સવારે ખાલી પેટ ૨ ચમચી ડુંગળીનો રસ પીવાથી પથરીની સમસ્યાથી છૂટકારો મળે છે.
– ડુંગળીના રસમાં એન્ટીબેક્ટેરિયલ પ્રોપર્ટી હોય છે. ચા પર તેને લગાવવાથી ઇન્ફેક્શન સામે રક્ષણ મળે છે.
– રુમાલમાં ડુંગળીનો રસ નાખી સુંઘવાથી નાકમાંથી લોહી આવતુ બંધ થઇ જાય છે.