દિલ્હી આંધ્ર પ્રદેશ તેલગાંણા, કોલકાતા, હીમાચલ પ્રદેશ, ઝારખંડ અને મણીપુર હાઈકોર્ટમાં કાયમી મુખ્ય ન્યાયમૂર્તિ નથી
દેશના કાયદા કાનુનાં રક્ષકો ન્યાય તંત્રના ન્યાયધીશો ગણાતા હોય છે. કાયદાઓનું ઉલ્લંઘન કરનારાઓને સખત સજા તો નિદોર્ષોને ન્યાય અપાવવા ન્યાયાધીશોનો અનન્ય ફાળો હોય છે.
જો આ ન્યાયતંત્રમાં જ સત્તાધીશો ગેરહાજર હોય તો ?? જણાવી દઈએ કે, આપણા ભારત દેશમાં કંઈક આવું જ છે. દેશની સાત એવી હાઈકોર્ટ છે જયાં કાયમી મુખ્ય ન્યાયાધીશ નથી. જેમાં દિલ્હી હાઈકોર્ટનો પણ સમાવેશ થઈ જાય છે.
૯ ઓકટોબરે, કર્ણાટક હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ એસ.કે. મુખર્જી રિટાયર્ડ થવાના છે. એસ.કે. મુખર્જીનાં રિટાયર્ડ થયા બાદ દેશમાં સાત એવી હાઈકોર્ટ થઈ જશે. કે જયાં કાયમી મુખ્ય ન્યાયધીશ નહિ હોય. કાયદા-કાનુન મંત્રાલયના અહેવાલ અનુસાર, આંધ્રપ્રદેશ અને તેલંગાણા, કોલકતા, દિલ્હી, હિમાચલ પ્રદેશ, ઝારખંડ અને મણીપૂરમાં હાઈકોર્ટ કાયમી મુખ્ય ન્યાયમૂર્તિ વગર ચાલે છે.
અહેવાલોનાં જણાવ્યા મુજબ આંધપ્રદેશ અને તેલંગાણામાં ૩૦ જુલાઈ, ૨૦૧૬થી કાયમી મુખ્ય ન્યાયમૂર્તિ નથી જયારે કોલકાતા હાઈકોર્ટમાં ૧, ડીસેમ્બર, ૨૦૧૬થી નથી. તેમજ દિલ્હી, હિમાચલ પ્રદેશ, ઝારખંડ અને મણીપૂરમાં આ વર્ષે કામ ચલાઉ મુખ્ય ન્યાયમૂર્તિની નિમણુંક કરાઈ છે.
હાલ, કર્ણાટક હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ મુખર્જીની બદલી ઉતરાખંડ હાઈકોર્ટમાં થવાની અને ઉતરાખંડના મુખ્ય ન્યાયમૂર્તિ કે.એમ. જોસેફની બદલી આંધ્રપ્રદેશ અથવા તેલગાંણા હાઈકોર્ટમાં થવાની છે. જો કે, વહેલી તકે આ તમામ હાઈકોર્ટોમાં કાયમી મુખ્ય ન્યાયમૂર્તિની નિમણુંક કરાશે તેમ જાણવા મળ્યું છે.