લોયર્સ સ્પોર્ટસ ફાઉન્ડેશન આયોજીત ઓપન સૌરાષ્ટ્ર ટી-૨૦ મેચમાં ટીમ ઈન્ડિયા ચેમ્પિયન: એલ.એસ.એફ રનર્સઅપ: બેસ્ટ પ્લેયર ચિરાગ કારીયા
રાજકોટ વકીલ મંડળની લોયર્સ સ્પોર્ટસ ફાઉન્ડેશન આયોજીત સ્વ.શૈલેષ પરસોંડા મેમોરીયલ ઓપન સૌરાષ્ટ્ર ટી-૨૦ સીઝન ક્રિકેટ ટૂર્નામેન્ટની ગત રવિવારે યોજાયેલા ફાઈનલ મેચમાં ટીમ ઈન્ડિયા ચેમ્પીયન બની છે. જ્યારે એલએસએફ રનર્સઅપ થઈ છે. તેમજ ફાઈનલ મેચ પૂર્વે એલએસએફ અને જજીસો વચ્ચે રમાયેલા મેચમાં જજીસોની ટીમ વિજેતા બની છે. આ ટૂર્નામેન્ટમાં જામનગરની ૨, કચ્છની ૨ અને રાજકોટની ૧૦ ટીમોએ ભાગ લીધો હતો.
વધુ વિગત મુજબ શહેરના વકીલ મંડળની લોયર્સ સ્પોર્ટસ ફાઉન્ડેશન દ્વારા છેલ્લા ૧૨ વર્ષી ઓપન સૌરાષ્ટ્ર ટી-૨૦ સીઝન ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ લોયર્સ સ્પોર્ટસ ફાઉન્ડેશન આયોજીત સ્વ.શૈલેષ પરસોંડા મેમોરીયલ દ્વારા ટી-૨૦ સીઝન ક્રિકેટ ટૂર્નામેન્ટમાં ૧૫ ટીમોએ ભાગ લીધો હતો. જેનો પ્રારંભ ગત ૯/૧૧ના રોજ યો હતો. જેમાં ટીમ ઈન્ડિયા અને એલએસએફ વચ્ચે ફાઈનલમાં ટકરાવાની હતી.
શહેરના રેસકોર્સમાં આવેલા માધવરાવ સિંધીયા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે તા.૨૯ને રવિવારે સવારે એલએસએફ અને ન્યાયધીશો વચ્ચે મેચ રમાયો હતો. ડિસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજ ગીતા ગોપી મેડમે ટોસ ઉછાળ્યો હતો. જેમાં એલએસએફ ટોસ જીતતા બેટીંગ લેવાનો નિર્ણય કર્યો હતો. જેમાં ૧૨ ઓવરે ૧૧૪ રન બનાવી અને ૮ વિકેટ ગુમાવી હતી. જેની સામે ન્યાયધીશોની ટીમે ૧૧ ઓવરમાં ૧૧૫ રન બનાવી વિજેતા બન્યા હતા.
માધવરાવ સિંધીયા ક્રિકેટ ગ્રાઉન્ડમાં બપોરે ટીમ ઈન્ડિયા અને એલએસએફ દ્વારા ફાઈનલ મેચમાં ટીમ એલએસએફએ ૨૦ ઓવરની અંદર ૧૩૨ રન બનાવી ૮ વિકેટ ગુમાવી હતી. ટીમ ઈન્ડિયાએ ૧૯.૫ ઓવરમાં ૬ વિકેટ ગુમાવી અને ૧૩૩ રન બનાવી ચેમ્પીયન બની હતી. ટીમ ઈન્ડિયાના ચિરાગ કારીયા મેન ઓફ મેચ અને બેસ્ટ ટૂર્નામેન્ટ પ્લેયર તેમજ બેસ્ટ બોલર તરીકે એલએસએફના તેજસ શાહ જાહેર કરવામાં આવ્યા હતા.
બાર એસો.ના પ્રમુખ બકુલભાઈ રાજાણી, ઉપપ્રમુખ ઈન્દ્રસિંહ ઝાલા, સેક્રેટરી જીગ્નેશ જોશી સહિત સીનીયર, જુનીયર એડવોકેટો ઉપસ્તિ રહ્યાં હતા. જ્યારે ટૂર્નામેન્ટને સફળ બનાવવા માટે રોયલ સ્પોર્ટસ ફાઉન્ડેશનના પ્રમુખ ભગીરસિંહ ડોડીયા, ઉપપ્રમુખ ઈન્દ્રસિંહ ઝાલા, પરેશભાઈ મારૂ, હરેશભાઈ પરસોંડા, ભાવેશ રંગાણી અને હિમાલય મિઠાણી સહિતના એડવોકેટે જહેમત ઉઠાવી હતી.