વસંત પંચમીના દિવસે રાદલમા અને સૂર્ય નારાયણના થયા હતા લગ્ન તેથી જ દિવસ વણજોવા મુર્હુત શુભ કાર્ય કરાય છે તેમજ સરસ્વતીનું કરાય છે પુજન
અબતક, રાજકોટ
પ્રેમના પ્રતિ કસમી સરસવની પીળી ચુંદડી ઓઢી ચોતરફ લહેરાવે છે. નિર્મળ, નિખાલસ, નિલેપ નેહથી સહુને પોાકારે છે. એમાં કોઇ સ્ત્રી પુરૂષના ભેદ નથી. હોતા એટલે જ વસંત ઋતુરાજ પણ કહેવાય છે. અને ઋતુરાણી પણ ! જેમ વસંતભાઇ પણ હોય, અને વસંત બહેન પણ..! જેમ યૌવન એ આપણા જીવનની વસંત છે. એમ વસંતએ સૃષ્ટિનું યૌવન છે. યૌવન એટલે ખીલવું મહેકવું, ઉરમાં ઉભરાનો ઉત્સાહ ઉમંગ, સ્વસ્થ, સક્ષમ, સમર્થ સ્વાસ્થ્ય એજ માનવીની સાચી સંપતિ છે. એટલે જ આને શ્રીપંચમી પણ કહેવાય (શ્રી યાને સંપતિ લક્ષ્મીજી સમુદ્રમાંથી પાદુર્ભાવ આજન દિવસ. થયા હતા. સમુદ્ર મંથન એઠલે પુરૂષાર્થ એવું કહેવાય છે. ઋતુ પરિવર્તનના કારણે આયુર્વેદ આને કામો-દિપક ના નામથી ઓળખાવે છે. એથી જ આ દિવસોથી નરમ અને ઉત્તેજક વસ્તુનો ત્યાગ કરી આમ મંજરીનો ઉપયોગ કરવો જોઇએ એવું આયુર્વેદ શાસ્ત્ર કહે છે. વસંત પંચમી એનો શુભત્વ દર્શાવતું આપણી સંસ્કૃતિનું તોરણ છે.
કાકા કાલેકલકરે યોગ્ય જ કહ્યું છે શારદા મંજુલ હાસિની બાલાનથી મનમોહની મુગ્ધા નથી. વિકસિલ ચતુરા પ્રૌઢા નથી ને નિત્ય યૌવના પણ સ્તન્યદાયિની માતા છે. મા શારદાના સ્તનનો જે હોઠને સાચો સ્પર્શ થયો હોય તે શિક્ષક કે સાધક અપવિત્ર વાણી ઉચ્ચારે નહી. નિર્બળ વચનો વદે નહીં. વ્દ્રેષને ઉદગારે નહી પાણી કૃત્યો કરે નહી. સંસ્કૃતિને લજવે નહી માનવતા મરી પરવારે એવું કાર્ય કરે જ નહી મુગ્ધજનોને છેતરી નહીં. આવું જે કરે તે સરસ્વતિનો સાચો ઉપાસક કરે નહી એ તો શેતાની ઉપાસક કહેવાય.આ દિવસે હિન્દુ ધર્મની રક્ષા કાજે વીર હકીકતરાયે પોતાના જાનની બાજી અર્પી હતી તો લોહરાણાના શરતાજ વીરદાદા જશરાજે ગૌરક્ષા કાજે મિંઢોળ બંધા હાથે લગ્ન મંડપ છોડી શહીદી વહોરી હતી.કાલગણના અનુસાર કાલ વિભાજનના મુખ્ય પાંચ અંગ છે. વર્ષ, માસ:, દિવસ, લગ્ન અને મુહુર્ત દિવસ અને રાત્રીના મળી કુલ 30 મુહુર્ત હોય છે.પ્રત્યેક મુહુર્તના વિવિધ નક્ષત્રો હોય છે. અને એ પ્રમાણેની કાર્ય સિઘ્ધિ હોય છે. શુભ-યોગ અને સમય, તિથિ વાર નક્ષત્ર વિગેરે યોગથી બને છે જેને યોગ કહેવાય આવા ઇષ્ટ અનિષ્ટ ઘણા યોગો છે.
આપણા આર્ષ દ્રષ્ટાઓનું કહેવું છે અને એ સત્ય પણ છે. જો કે અત્યંત પ્રાચીન કાળમાં રાશિ વિગેરેના ઉપયોગ થતો ન હતો. તે સમયે અનુવાંશિક ગુણ અને નિસંગ તરફ ઘ્યાન આપવામાં આવતું આશ્રાલયન માનવ ગર્ભ સુત્રકાર અને ભારદ્વાજ ગૃહ સુત્રકારમાં રાશિ, મંગળ દોષનો કોઇ ઉલ્લેખ જ નથી! નક્ષત્રોનો મળે છે. જયારે નારદ ઋષિના કથન અનુસાર ક્ધયા જયારે અગિયાર વર્ષની થાય અને લગ્ન મુહુર્તમાં જયોતિષિઓ પંડિતો ગણીતજ્ઞો વડીલો, વિગેરે ગુરુ સૂર્ય બળ વિગેરેની ગણત્રી કરે તે બ્રહ્મ હત્યાના પાપમાં પડે છે. આચાર્ય શ્રીપતિ પણ કહે છે ક્ધયા ઋતુ મતી થયા પછી ગુરુ સુર્ય બળ જોવાની જરુર નથી જાવાહિયાત વાતો ધુસ ગઇ પરિણામે એની આઘ્યાત્મિક વૈજ્ઞાનિક વ્યવહારિક માન્યતા મારી ગઇ અને જડ વિચાર અને વૃતિ ઘર કરી ગઇ.
ઘનશ્યામ ઠકકર-રાજકોટ