સૌરાષ્ટ્રનું સુરત તરફનો માર્ગ સરળ…!!
ગુજરાતમા વિકાસને વેગવાન બનાવવાના ભાગરૂપે પરિવહન વ્યવસ્થા ના વિકાસ માટે વીમાન, રેલવે અને રોડ કનેક્ટિવિટી ને વધુ ને વધુ સુદ્રઢ બનાવી રાજ્ય વિકાસના નવા કીર્તિમાન સ્થાપી રહ્યું છે, રાજ્યના છેવાડાના ગામ થી લઈ મોટા શહેરો સુધી ના રસ્તા અને તમામ વિસ્તારોને રસ્તાઓથી જોડવા માટેનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું હોવાનું જણાવી ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે રાજ્યના વિકાસ માટે પરિવહન માળખાને મહત્વ આપવામાં આવી રહ્યું છે
નવરાત્રિના પ્રથમ દિવસે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ એ તારાપુર થી વાસદ ના ૧૫૦૦ કરોડના ખર્ચે નિર્માણાધીન ૪૮ કિલોમીટર લાંબા છ લેન રોડ નું મુહૂર્ત કરાવ્યું હતું સાથે સાથે અન્ય છ પરિયોજનાઓ ના રૂપિયા ૨૦૬.૯૩કરોડના કામો નું પણ મુહૂર્ત કર્યું હતું,
તારાપુર વાસદ સિક્સ લેન રોડનું કામ પૂરું થશે ત્યારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર નું અંતર માત્ર ૩૦મિનિટમાં જ કપાઈ જશે અને સૌરાષ્ટ્રમાં થી સુરત જવાનો રસ્તો સાવ આસાન થઈ જશે.
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર લોકોને સાથે રાખીને વિકાસ કાર્યમાં આગળ વધીને “સૌનો સાથ સૌનો વિકાસ અને સૌના વિશ્વાસ” નું સૂત્ર સાકાર કરી રહી છે, મુખ્યમંત્રીએ ઉદઘાટન સમારોહ વખતે જણાવ્યું હતું કે કોઈ કોરોના મહામારી દરમિયાન વિશ્વના અનેક વિકસિત દેશો નો વિકાસ પણ અટકી પડ્યો હતો તેવા સમયમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપતી સામે આત્મવિશ્વાસથી પ્રતિકાર કરવાનો રસ્તો બતાવ્યો, અને તેના પરિણામ હવે મળી રહ્યા છે તેમણે જણાવ્યું હતું કે વર્તમાન સરકાર એવા વિકાસ કામોને પ્રાધાન્ય આપી રહી છે જે ભૂતકાળની સરકારોએ ધ્યાને લીધા નથી ,વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ સ્વચ્છતા અભિયાન, વીજળીકરણ, સિંચાઈ, ઉજ્વલા યોજના જેવી યોજનાઓ થકી ગરીબોના ખરા હમદર્દ બની રહ્યા છે.
માર્ગ અને મકાન મંત્રી પૂર્ણેશ મોદીએ જણાવ્યું હતું કે તારાપુર બગોદરા જોડતો રસ્તો પણ આગામી ૧૦૦ દિવસમાં જ પૂરો કરી નાખવામાં આવશે, યાત્રાળુઓને સારી સુવિધાઓ ઉપલબ્ધ બનશે, એક જમાનો હતો કે ગામડાઓમાં રસ્તા કે વીજળી કે પીવાનું પાણી અને આરોગ્ય સુવિધાઓ પણ દુર્લભ હતી આ પરિસ્થિતિને ધ્યાને લઇ સરકારે વિકાસ કામોને પ્રાધાન્યતા આપી છે, અને લોકોનો વિશ્વાસ પ્રાપ્ત કર્યો છે સુરત તરફ જવા માટે હવે તારાપુર વાસદ નો છ માર્ગીય હાઈવે શરૂ થઇ જતા સૌરાષ્ટ્રવાસીઓની સગવડ વધી જશે, ગુજરાત જતા પ્રવાસીઓ માટે વાસદ તારાપુર છ માર્ગીય આશીર્વાદરૂપ બની રહેશે