છોટાઉદેપુર જિલ્લામાં ધોધમાર વરસાદ બાદ બોડેલી પાસે ઓરસંગ નદી પર આવેલો જોજવા ડેમ છલકાયો છે. જોજવા ડેમ છલકાતા મનમોહક દ્રશ્યો સર્જાયા છે.
મંગળવારે રાત્રે વરસેલા ધોધમાર વરસાદને પગલે ઓરસંગ નદી બે દિવસથી બે કાંઠે વહી રહી છે. બુધવારે રાત્રે નદીના પાણી બોડેલી નજીક આવેલા જોજવા આડબંધ સુધી પહોંચ્યા હતા. જેથી જોજવા ડેમ ઓવરફ્લો થયો હતો.
જોજવા ડેમમાં છલકાતા જોવા માટે સ્થાનિક લોકો વહેલી સવારથી જ ઓરસંગ નદીના કિનારે પહોંચી ગયા હતા.