મોદી હે તો મુમકિન હૈ… ભારતના રાજદ્વારી ઇતિહાસમાં નો ભૂતો ન ભવિષ્યતિ વર્તમાન નરેન્દ્ર મોદીની કેન્દ્ર સરકાર અનેકવિધ નવી પહેલ અને જૂની રૂઢિગત પ્રણાલીનો લો પ કરવા માટે યાદ રહેશે, જેની સરકાર વેપારી તેની પ્રજા ભિખારી રાજ્યવ્યવસ્થા ની કમાવી લેવાની નીતિ સામે આ કહેવતમાં જે વાસ્તવિક હકીકત દર્શાવવામાં આવી છે તેને વડાપ્રધાન નરેન્દ્ર મોદી આત્મસાત કરી લીધી હોય તેમ સરકારને વેપાર ના કામકાજમાંથી સંપૂર્ણપણે મુક્ત કરીને સરકાર માત્ર ને માત્ર રાજ વ્યવસ્થા સંભાળવા નું કામ કરે તેવું એક નવ ભારત નું સપનું વડાપ્રધાન પૂરું કરવા જઈ રહ્યા છે અગાઉની સરકાર ગો કાર્યકાળ અને સરકારની કંપનીઓ ની સ્થાપના જાહેર સાહસો અને પાછળથી સરકાર ના આ સાહસો સફેદ હાથી પુરવાર થયા હતા અને આજે પણ સરકારી સાહસો ની ખોટ અને ગેર અર્થતંત્ર માટે બોજરૂપ બનીગયા છે, વિશ્વ અત્યારે ઔદ્યોગિક અને વ્યાપારી ક્રાંતિ ભણી હરણફાળ ભરી રહ્યું છે ત્યારે ભારતના જાહેર ક્ષેત્રો વેપાર ઉદ્યોગો પણ વૈશ્વિક હરીફાઇ મા આત્મનિર્ભર બની ને પોતાની આગવી ઓળખ ઊભી કરે તે માટે સરકારે ખાનગીકરણ ને પ્રોત્સાહન આપવાનું વલણ અપનાવ્યું છે તે ખરેખર લાંબા ગાળે ફાયદાકારક પુરવાર થાય તેવું છે એમાં બેમત નથી, રાજકીય રીતે જાહેર સાહસોના ખાનગીકરણના ને ટીકા રૂપ ગણવામાં આવે છે પરંતુ ભૂતકાળના અનુભવોમાંથી આપણે અવશ્ય એ વાત શીખવી જોઈએ કે સરકાર માટે વેપાર અને સંસ્થાકીય સંચાલન નો બોજ હંમેશા સેકસી નુકસાનકારક જ રહ્યું છે સરકારનું કામ વેપાર કરવાનું નથી સરકારને માત્ર રાજ વ્યવસ્થા ચલાવવાના કામમાં જ રુચિ રાખવી જોઈએ સરકારના વેપારી પણ થી પ્રજાને કંઈ મળતું નથી, વિકાસ દરેક માટે આવશ્યક છે જાહેર ક્ષેત્ર અને પ્રજા માટે ખુલ્લુ મૂકી દેવું જોઈએ સરકારને લોકોની સુખાકારી પર ધ્યાન આપવું જોઈએ સરકાર આ દિશામાં સારી રીતે ધ્યાન આપે તો વિકાસ ના માધ્યમથી પ્રજા અવશ્યપણે સુખી થઈ શકે અત્યાર સુધીનો અનુભવ છે કે સરકાર સંચાલિત સાહસો એ ક્યારેય નફો કર્યો નથી ઊલટાનું બોધરૂપ બનીને સરકાર માટે ચિંતાનો વિષય બન્યા છે આવા સંજોગોમાં હવે વિશ્વ જ્યારે ખાનગીકરણ અને ઔદ્યોગિક વિકાસ માટે મોકળું રાખીને આગળ વધી રહ્યું છે ત્યારે ભારતે પણ ખાનગીકરણના દ્વાર ખોલી દેવા જોઈએ સરકારને વેપારી થવાની જ નહીં સરકાર વેપાર કરે તો શાસન વ્યવસ્થા બગડે અને સરવાળે પ્રજાને ભોગવવાનો વારો આવે તેની સરકાર વેપારી તેની પ્રજા ભિખારી નુ મેણુ ભાંગવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકારમાં ખાનગીકરણના માર્ગ અને દેશના વિકાસનો રોડ મેપ બનવા દેવો જોઈએ ખાનગીકરણ આજના સમયની માંગ છે અમેરિકા બ્રિટન ઓસ્ટ્રેલિયા જર્મની જાપાન અને ચીન જેવા ઉદ્યોગી રાષ્ટ્રોમાં ખાનગી ક્ષેત્રના બહોળા વ્યાપના કારણે આદેશો વિશ્વના શસકત આર્થિક દેશો બની રહ્યા છે ભારત પણ ખાનગીકરણના માર્ગથી વિશ્વની એક આગવી આર્થિક મહાસત્તા બની જશે તેમાં બેમત નથી
Trending
- મામલો મેદાને/ બ્રિજરાજ દાન અને દેવાયત ખવડ વચ્ચે ફરી ડખો, ખવડે કહ્યું – “હવે માફી માગું તો ડાયરા મુકી દઈશ”
- વેરાવળ: સરકારી બોયઝ હાઈસ્કૂલ ખાતે ડિઝાસ્ટર સેફ્ટી રિસ્પોન્સ તાલીમ યોજાઈ
- અબડાસા: ICDC ઘટક એક વિથોણ સેજાનો પોષણ ઉત્સવનો કાર્યક્રમ યોજાયો
- Mercedes-AMG CLE ટુંકજ સમયમાં મચાવશે ભારતની બજારમાં ધૂમ…
- વેરાવળ: વિજ્ઞાન-કલાનો આધુનિક બનતો સરકારી વિજ્ઞાન કોલેજમાં યોજાયેલો રાજ્યકક્ષાનો સાયન્સ કાર્નિવલ
- વેરાવળ: રાજ્યકક્ષાના ‘સાયન્સ કાર્નિવલ’ માં આંતરક્ષિતિજો વિકસાવતા સરકારી વિજ્ઞાન કોલેજના વિદ્યાર્થીઓ
- MG M9 Electric MPV ભારતમાં લોન્ચ થવાની તૈયારી ; ભારત મોબિલિટી એક્સ્પોમાં કરશે ડેબ્યૂ…
- સુરત: પોલીસ વિભાગ DCP ઝોન 2માં મિથુન ચૌધરીનું નામ, માહિતી લીક કરવાનું કૌભાંડ આવ્યું સામે