સમય, કાળ અને સ્થિતિ ક્યારેય યથાવત રહેતી નથી. દેશના રાષ્ટ્રીય રાજકારણમાં એક જમાનામાં સૌથી વધુ પ્રભાવી અને સૌથી વધુ શાસનકાળનું અનુભવ ધરાવતી કોંગ્રેસ અત્યારે દિવસે દિવસે હાસીયામાં મુકાતી જાય છે. કોંગ્રેસમાં નૈતૃત્વનો અભાવ અને નેતાગીરી અને કાર્યકરો વચ્ચે સંકલનની દિવસે દિવસે ઉભી થતી ખાય કોંગ્રેસના હરિફો માટે મોકળુ મેદાન બની ગઈ છે. તેવા સંજોગોમાં કોંગ્રેસને બચાવવા તેમજ કોંગ્રેસના તળીયા ઝાટક જનાધારની પરિસ્થિતિમાં કોંગ્રેસના દેશપ્રિય નેતાઓ ગુલામ નબી આઝાદ જેવા નેતાઓના જેહાદી તેવર કોંગ્રેસની દિશા અને દશા બદલી દેશે તેવો પ્રશ્ર્ન રાજકીય મંચ ઉપર ઉભો થયો છે. કોંગ્રેસમાં ઘણા નેતા અને એક ચોક્કસ વિચારધારાને વળગેલા આગેવાનોના જેહાદી તેવર કોંગ્રેસમાં અત્યારે ઘમાસાણ સર્જી રહી છે.
ગુલામ નબી આઝાદ જેવા રાષ્ટ્રપ્રેમી નેતાઓ કે જેમની ત્રણ અઠવાડિયા પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યસભામાં આંસુ ભરેલી આંખોએ વિદાય પ્રવચન આપીને રાજ્યસભામાંથી વિદાય આપી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લાગણીનો પ્રતિભાવ આપી ત્રણ અઠવાડિયા બાદ ગુલામ નબી આઝાદે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી જેવા સત્ય સાધક વ્યક્તિ મેં જોયા નથી, હું પણ ગામડામાંથી આવુ છું અને વડાપ્રધાન પણ ગ્રામ્ય નિવાસી છે. મને તેમના પર ગર્વ છે, કોઈપણ પોતાની ઓળખ ચા વેંચનાર તરીકે ન આપે, અમે રાજકારણમાં છીએ, કોઈ પોતાની નબળાઈ જાહેર ન કરે તે હકીકત છે પણ વડાપ્રધાન એક એવા વ્યક્તિ છે કે જે ક્યારેય સત્યને ભુલતા નથી. વડાપ્રધાન અંગે તેમણે જણાવ્યું હતું કે, એ માણસ પોતાના મુળને ભુલ્યા નથી, હું પણ વિશ્ર્વમાં ફર્યો છું, પંચતારક કે સાતકારક હોટલમાં રહ્યો છું પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જેવા સાદા માણસ જોયા નથી. વડાપ્રધાને આઝાદને કહ્યું હતું કે, અમે તમને જાજો સમય દૂર નહીં રહેવા દઈએ. અમારા દરવાજા તમારા માટે હંમેશા ખુલ્લા છે, અમે તમને નિવૃત થવા નહીં દઈએ. વડાપ્રધાનના આ ઉચ્ચારણો અને સંકેતોએ દેશના રાજકારણના નવી દિશા અને દશા આપનાર તરફ દોરી સંચાર કર્યો હતો.
કોંગ્રેસમાં ગુલામ નબી આઝાદ જેવા બાગી અને પોતાની આત્માનો અવાજ સાંભળે તેવા જેહાદી નેતાઓની એક આખી ફૌજ પડી છે. કોંગ્રેસ અત્યારે મૃતપ્રાય બની રહી છે ત્યારે ગુલામ નબી આઝાદ જેવા જેહાદી વિચારધારા ધરાવતા નેતાઓ કોંગ્રેસને દશા અને દિશા બદલી દેશે તેવા સવાલો ઉભા થયા છે.
કોંગ્રેસ માટે હવે અસ્તિત્વનો જંગ, વિધાનસભાની ચૂંટણીઓમાં સહયોગીઓના સહકારની ટહેલ
સમગ્ર દેશના રાજકારણમાં દિવસે-દિવસે સીમીત બનતી કોંગ્રેસ અત્યારે અસ્તિત્વનો જંગ લડી રહી છે. કેરળ, આસામ, તામિલનાડુ અને પોંડીચેરીની વિધાનસભામાં કોંગ્રેસ પોતાના અસ્તિત્વ માટે હવે સહયોગીઓ સામે હાથ મિલાવવા મજબૂર બની છે. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ દક્ષિણમાં પ્રવાસ શરૂ કર્યો છે. આસામ સહિતના પૂર્વોતરમાં પણ કોંગ્રેસે સહયોગ માટે દાણો દબાવી જોયો છે. તામિલનાડુમાં ડીએમકે સાથે ટીકીટ ભાગીદારીની વાતો અને તમામ રાજયોમાં કોંગ્રેસે સહયોગીઓની મદદથી ભાજપને મહાત આપવાની રણનીતિ અખત્યાર કરી છે. કોંગ્રેસે આસામમાં એઆઈયુડીએફ પં.બંગાળમાં ડાબેરીઓને પડખે લેવાની રણનીતિ અખત્યાર કરી છે. કોંગ્રેસે અત્યારે માત્ર પંજાબ, રાજસ્થાન અને છત્તીસગઢ પુરતી સીમીતી બની ગઈ છે. મહારાષ્ટ્રમાં ઉત્તરાખંડમાં સહયોગી જોડે સતામાં બેઠી છે. કર્ણાટકમાં ૨૦૧૯માં કોંગ્રેસની સરકારનું પતન મધ્યપ્રદેશમાં ૨૦૨૦ અને તાજેતરમાં જ પોંડીચેરીમાં સરકાર ગુમાવનારી કોંગ્રેસ માટે બિહાર અને દિલ્હીમાં પણ કોઈ ગજ વાગે તેમ નથી. જો કે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાની ચૂંટણીમાં પંજાબમાં કોંગ્રેસને આત્મવિશ્ર્વાસ મળે તેવા પરિણામો મળ્યા છે. ગુજરાતમાં ધાર્યું તેવું પરિણામ નથી. પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓમાં કેરળ, આસામ, પં.બંગાળ, તામિલનાડુ અને પોંડીચેરીમાં ૨૭ માર્ચથી શરૂ થનારી ચૂંટણી પ્રક્રિયા પર કોંગ્રેસની મીટ છે. હવે કોંગ્રેસના નેતાઓ અસ્તિત્વ ટકાવવા માટે સહયોગીઓના સાથ માટે મેદાનમાં ઉતરી