અંબાજી જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે જી.બી.આ અધિવેશન સમારોહ યોજવામાં આવ્યો હતો જેમાં ગુજરાત રાજ્યના ઉર્જામંત્રી  સૌરભભાઈ પટેલ, જી.ઇ.બી. એસોસિએશન પ્રમુખ ગોરધનભાઈ ઝડફિયા, બનાસકાંઠા જિલ્લાના સાંસદ પરબતભાઇ પટેલ પધારેલ મહેમાનોનું પુષ્પગુચ્છ,પુસ્તક આપી સન્માન કરવામાં આવ્યું હતું જેમાં પધારેલ મહેમાનો દ્વારા મંગલદીપ પ્રાગટય કરી કાર્યક્રમ ની શરૂઆત કરવામાં આવી હતી.

૧૯૬૫માં ” ગુજરાત વિધુત બોર્ડ ” ની રચના થઈ અને ત્યારથી જેતે સમયે જી.ઈ.બી મા ફરજ બજાવતા ઇજનેરોના પ્રશ્નોને વાચા આપવા માટે વર્ષ ૧૯૬૮મા જૂનાગઢ ખાતે “જી.ઇ.બી. ડેટા એસોસિયેશન” સંગઠનની રચના કરી ટ્રેડ યુનિયન એકટ-૧૯૨૬ હેઠળ તા.૧૭/૨/૧૯૬૯ના રોજ કરવામાં આવેલ જેને પચાસ વર્ષ પૂર્ણ થયેલ છે.

7537d2f3 24

શરુઆતના સંગઠનના પ્રથમ પ્રમુખ જાણીતા પીઠ ગાંધીવાદી મજદૂર આગેવાન અને જૂનાગઢના મૂળ વતની અરવિંદભાઈ બુચની વરણી કરી પ્રથમ હોદ્દેદાર મુનિન્દ્ર ધોળકિયા, જનરલ સેક્રેટરી,  એસ. કે. નાણાવટી વાઇસ પ્રેસિડન્ટ તરીકે વરણી કરવામાં આવેલ, આ એસોસિએશનના અધિવેશન સમારોહની વાર્ષિક, દ્વિવાર્ષિક અને હવે ત્રીવાર્ષિક સમયગાળા માટે આયોજન કરી ગતવર્ષે ૨૫મુ ” રજત જ્યંતી જીબીઆ અધિવેશન સમારોહ” વર્ષ ૨૦૧૬મા જૂનાગઢ ખાતે ઉજવણી કરવામાં આવી હતી અને આજે ” ૨૬મુ ત્રીવાર્ષિક જીબીઆ અધિવેશન સમારોહ” પવિત્ર ભૂમિ એવા “માં અંબાજીધામ” ખાતે તા: ૨૮ અને ૨૯  ડિસેમ્બર-૨૦૧૯ ના રોજ બે દિવસ નું આયોજન કરવામાં આવેલ છે જેમાં જીબીઆ સિનિયર એન્જીનીયર, ડે. એન્જીનીયર, EX.એન્જીનીયર, suptt Eng,Add chif Eng, chif Eng, M.D અને ૩૮૦૦ જેટલા એન્જીનિયર્સ પોતાના પરિવાર સાથે મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.