ઇતિહાદ સાથે નરેશ ગોયલે બીડમાં દાખવ્યો રસ: ૩૦ એપ્રિલ સુધી ઇચ્છીત કંપનીઓએ પોતાની બીડ રજૂ કરવાની કરાઇ તાકીદ

કહેવાય છે કે, હવાઈ મુસાફરી એક સમયે રાજાશાહીનાં શોક સમાન ગણાતું હતું પરંતુ હાલ હવાઈ મુસાફરી એક જ‚રીયાત બની ગઈ છે ત્યારે ભારત દેશની નામાંકિત કંપની જેટ એરવેઝ ઘણાં સમયથી આર્થિક સંકળામણનો સામનો કરી રહી હતી ત્યારે તેને કંઈ રીતે ઉગાડવી તે પણ એક પ્રશ્ર્ન ઉદભવિત થઈ રહ્યો હતો ત્યારે એસબીઆઈ, બેંક ઓફ બરોડા સહિતની બેંકોએ ધિરાણ આપવા માટે રાજી થઈ હતી. તે અંગે એક વિશેષ બીડનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઈતિહાદ, જેટ એરવેઝના ભૂતપૂર્વ માલિક નરેશ ગોયલે પણ બીડના અંતિમ સમયમાં રસ દાખવ્યો હતો. આ સાથે અનેકવિધ કંપનીઓ બીડમાં જોડાણી હતી.

નાણા પુરા પાડવા માટે ૩૦ એપ્રીલનો સમય તમામ ઈચ્છીત કંપનીઓને આપવામાં આવ્યો છે. જે સમયગાળા સુધીમાં તેઓએ પોતાની બીડ રજુ કરવાની રહેશે ત્યારબાદ જ એક નકકર નિર્ણય લેવામાં આવશે પરંતુ એ વાત સાચી છે કે હવે જેટ ફરી ઉડાન ભરી શકશે. ૭ વર્ષથી ખોટ કરતી જેટ એરવેઝને બેંકોએ ધિરાણ કર્યું છે. રાજકીય વગદારો સાથેના ધરોબાને કારણે વર્ષો સુધી ખોટ કરતી આવેલી જેટ એરવેઝને બેંકોએ અનેક કરોડોનું ધિરાણ કર્યું  છે ત્યારે હજી પણ બેંક જેટ એરવેઝને ૧૫૦૦ કરોડનું ધિરાણ કરશે તે વાત પણ સામે આવી રહી છે.

નવાઈની વાત તો એ છે કે છેલ્લા ૭ વર્ષથી કંપની ખોટ કરી રહી હોવા છતાં તેને નવું ધિરાણ આપવાની કવાયત હાથ ધરવામાં આવી રહી છે. કંપનીએ છેલ્લા ૭ વર્ષમાં ૮૫૦૦ કરોડની ખોટ કરી હતી જેમાં જેટ એરવેઝ પોતાના પાયલોટોને વેતન ચુકવવામાં પણ નિષ્ફળ નિવડયું હતું. જેટ એરવેઝ પાસે પોતાની માલિકીના ૧૬ જેટલા પ્લેનો છે. જેમાં બાકીના પ્લેનોમાં તેને વર્ષના કરોડો રૂપિયાના ભાડા ચુકવવાની શરતે લીધા હોવા છતાં તેને ધિરાણ આપવામાં આવ્યું છે. જેટ એરવેઝ દ્વારા અંદાજે ૯૮ પ્લેન ભાડેથી લીધા હતા જેમાં જેટ એરવેઝ પાસે પોતાની માલિકીના કુલ ૨૦ પ્લેન ન હોવાથી તેમની આંતરરાષ્ટ્રીય ડિમાન્ડ સેવાઓનો પણ વિટો વળી જવાની સંભાવના રહેલી છે.

જેટ એરવેઝની હાલ ૧૧ ફલાઈટ કાર્યરત છે જે ઘટીને આગામી બે દિવસમાં ૬ થી ૭ થઈ જશે. હાલ જેટ એરવેઝની એક દિવસમાં ૫૦ ડોમેસ્ટીક ફલાઈટ કાર્યરત છે ત્યારે એર લાઈન્સે સોમવાર સુધી આંતરરાષ્ટ્રીય ઓપરેશન બંધ કરી દીધા છે. જેટ એરવેઝમાં કાર્યરત ૨૨ હજાર કર્મચારીઓને હાલ તેમનો પગાર મળ્યો નથી. ગત સપ્ટેમ્બર માસથી જેટ એરવેઝ બેંકોમાં જમા કરાવવાના હપ્તાઓ પણ બંધ કરી દીધા હતા ત્યારે એક સમયે એવું લાગી રહ્યું હતું કે, જેટ એરવેઝ આવનારા સમયમાં બંધ થઈ જશે પરંતુ જેટ એરવેઝ લોકો માટે ખુબ જ ઉપયોગી હોવાથી સરકાર દ્વારા ફરી તેને ઉગારવા માટે તમામ પ્રયત્નો હાથ ધરી તેને ધિરાણ પુરુ પાડવાનો નિર્ણય લીધો છે.

જેટની સ્થિતિની સમીક્ષા માટે પીએમઓ ખાતે યોજાઇ બેઠક

જેટ એરવેઝે શનિવાર અને રવિવારે ફકત ૬ થી ૭ ફલાઈટ ઉડવશે તેમ ઉડ્ડયન સચિવ પી.એસ.ખારોલાએ જણાવ્યું હતું. વધુમાં તેઓએ માહિતી આપતા કહ્યું હતું કે, એર લાઈન્સને નિર્દેશ આપવામાં આવ્યા છે કે, વર્તમાન સ્થિતિમાં યાત્રીઓ હેરાન ન થાય તે વાતનું ધ્યાન રાખવામાં આવે. ખારોલાએ વધુમાં માહિતી આપતા જણાવ્યું હતું કે, ફલાઈટ રદ થવાની જાણ પેસેન્જરોને ૪૮ કલાક પહેલા જ કરવામાં આવશે. વધુમાં ઉડ્ડયન સચિવે તેમના એક નિવેદનમાં જણાવ્યું હતું કે, જેટ એરવેઝની બેંકો સાથે બેઠક પણ યોજવામાં આવી છે. જેમાં એર લાઈન્સે બેંકો સમક્ષ ભંડોળની માંગ પણ કરી છે. જેટ એરવેઝની સ્થિતિ વધુ કથળતા વડાપ્રધાન કાર્યાલય એટલે કે પીએમઓ ખાતે તાત્કાલિક અને મહત્વપૂર્ણ બેઠક બોલાવવામાં આવી હતી. આ બેઠક પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પ્રિન્સીપલ સચિવ દ્વારા કરવામાં આવી હતી. નાગરિક ઉડ્ડયનના પ્રધાન સુરેશ પ્રભુએ જેટ એરવેઝ સાથે સંકળાયેલા મુદાઓની સમીક્ષા કરવાના નિર્દેશ આપ્યા પછી આ બેઠકની જાહેરાત કરવામાં આવી હતી. વધુમાં પ્રિન્સીપલ સચિવે જણાવ્યું હતું કે, જેટ એરવેઝ અઠવાડિયામાં જે ફલાઈટ ઉડાન ભરશે તે બોઈંગ ૭૩૭ રહેશે. જયારે બીજી અન્ય ફલાઈટો એટીઆરની રહેશે. જેમાં ૧૦૦થી ઓછી સીટો હોય. નરેશ ગોયલ જેટમાં ૫૦.૫૧ ટકાનો શેર ધરાવતા હતા પરંતુ આર્થિક સંકળામણના કારણે તેને ૨૫.૫ ટકાના શેર વહેંચવાનું નકકી કર્યું હતું. જેથી તેમાંથી ૧૫૦૦ કરોડનું ફંડ ઉપજી શકે અને તેનો ઉપયોગ જેટને સ્થિર કરવા માટે થઈ શકે.

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.