કર્ણાટક સરકારમાંથી ૨ કોંગી ધારાસભ્યોએ આપ્યું રાજીનામું

કર્ણાટકની કોંગ્રેસ શાસીત જેડીએસ ગઠબંધનની સરકાર સામે બે ધારાસભ્યોના રાજીનામાંથી મોટા સંવૈધાનિક પડકાર ઉભો થયો છે. સોમવારે કર્ણાટક વિધાનસભાના કોંગ્રેસના બે ધારાસભ્યોએ ગૃહમાંથી રાજીનામું આપી દેવાની જાહેરાત કરતા સરકાર આગામી થોડા દિવસોમાં જ મળનારો વિધાનસભ ચોમાસુ સત્ર પહેલા જ આંકડાની માયાજાળની ગોઠવણ અને મથામણમાં પડી ગઈ છે.

કર્ણાટક વિધાનસભાની સંખ્યાત્મક રાજકીય પરિસ્થિતિ જોવા જઈએ તો અત્યારે વિધાનસભામાં કોંગ્રેસનું સંખ્યાબળ ૮૧ છે બે રાજીનામા મંજૂર કરવામાં આવે તો સભ્ય સંખ્યા ૭૯ થઈ જાય આ સ્થિતિમાં જેડીએસના ૩૭ સાથે ગઠબંધનની સમતાનો આંકડો ૧૧૬ એ પહોચે જે બહુમતીનાં આંકડા ૧૧૩થી માત્ર ૩ વધુ થાય.ભાજપના નેતા અને પૂર્વ મુખ્યમંત્રી બીએસ યદુરપ્પાએ જોકે સ્પષ્ટતા કરી છે કે તેમને પક્ષને સરકાર રચવામા કોઈ રસ નથી જો સરકાર તેના જ ભારે ભાંગી જાય તો વાત અલગ છે તે ચૂંટણી કરી નવી સરકાર રચવાના પક્ષમાં છે.ધારાસભ્ય આનંદસીંગે અધ્યક્ષ એઆર રમેશકુમારને સવારે અને ધારાસભ્ય રમેશ જરકીહોલે રાજીનામા ના કાગળો સાંજે પૂરા કર્યા હતા જોકે આ રાજીનામા અસ્વીકાર થાય તેવા સંકેતો મળ્યા છે. પરંતુ અત્યારે બે ધારાસભ્યના રાજીનામા આપ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.