અબતક, રાજકોટ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં લેંગ્વેજ લેબ બનવવાની જાહેરાત અગાઉ જ કરવામાં આવી હતી. ત્યારે આ વાત હવે સાર્થક થવા જઈ રહી હોય તેમ આગામી તારીખ 25-26 નવેમ્બરના રોજ જાપાનનું પ્રતિનિધિમંડળ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની મુલાકાતે આવી રહ્યું છે. રાજ્ય સરકારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં લેંગ્વેજ ભવન બનાવવા માટે 3 કરોડની ગ્રાન્ટ ફાળવી છે ત્યારે આગામી દિવસોમાં કેમ્પસમાં જ ભાષા ભવન શરૂ કરવા યુનિવર્સિટીએ પ્રક્રિયા ધરવામાં આવી રહી છે.
25-26 નવેમ્બરે જાપના એમ્બસીનું પ્રતિનિધીમંડળ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની મુલાકતે આવશે
આ પ્રક્રિયા હેઠળ જ આગામી 25 અને 26મીએ જાપાન એમ્બસીના 4 પ્રતિનિધિ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની મુલાકાત લેશે. પ્રતિનિધિઓ યુનિવર્સિટીનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર નિહાળશે, કુલપતિ-ઉપકુલપતિ સહિતના અધિકારીઓ સાથે બેઠક કરશે, યુપીએસસી ભવનની બાજુના બિલ્ડિંગમાં જ્યાં ભાષા ભવન બનવાનું છે તે સ્થળની મુલાકાત લેશે અને યુનિવર્સિટીમાં જાપાનીઝ ભાષાના વર્ગો શરૂ કરવાના કરાર થશે. સિન્ડિકેટ સભ્ય ડૉ. મેહુલ રૂપાણી આ સમગ્ર કામગીરીનું સંકલન કરી રહ્યા છે અને અંગ્રેજી ભવનના ડૉ.સંજય મુખર્જીને કો-ઓર્ડિનેટર તરીકે નિમણૂક કરી છે.
રાજ્ય સરકાર દ્વારા નવી લેંગ્વેજ લેબ શરૂ કરવા રૂ.3 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે
રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરના ઉદ્યોગોને આ પ્રોજેકટથી ખૂબ જ ફાયદો થશે. એમ પણ રાજકોટ ઉધોગોનું હબ છે આ ઉપરાત સૌરાષ્ટ્રના મોરબી અને જામનગરમાં કેટલાક એવા ઉધોગો છે તો આ નવી લેંગ્વેજ લેબ ખાસ ફાયદો કરાવી શકે તેમ છે.ઉદ્યોગકારો માટે લેંગ્વેજ ભવન ફાયદારૂપ થશે. જાપાનીઝ ભાષા શીખી અહીંથી જ જાપાનના પ્રતિનિધિ સાથે અસરકારક કોમ્યુનિકેશન કરી શકાશે. દુભાષિયા રાખવાની જરૂર નહીં પડે. આ ઉપરાંત ટૂરિઝમને પણ ફાયદો થશે.
બીજા ફેસમાં ચાઈનીઝ, ફ્રેંચ, સ્પેન ભાષાની લેબ શરૂ કરાશે: ડો.મેહુલ રૂપાણી
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં દેશ-દુનિયાની લેંગ્વેજ શીખવવા માટેની લેબ શરૂ કરવાનું અભિયાન શરૂ થઈ ગયું છે. ત્યારે આ સંદર્ભે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્ય ડો.મેહુલ રૂપાણીએ ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, શરૂઆતના પ્રથમ ફેસમાં જાપાનીઝ લેંગ્વેજના કલાસ શરૂ કરવા કવાયત હાથ ધરાઇ છે જો કે ત્યારબાદ બીજા ફેસમાં
ચાઈનીઝ, ફ્રેંચ, સ્પેન ભાષાની લેબ શરૂ કરાશે. આ નવા પ્રોજેક્ટથી ફક્ત વિદ્યાર્થીઓને જ નહીં પરંતુ ઉધોગકારોને પણ વિશેષ ફાયદો થશે.