‘જન્માષ્ટમી’ના દિવસે સવારે ૮:૦૦ કલાકે મવડી ચોકડી ખાતે ધર્મસભા અને ધર્મયાત્રા
સૌરાષ્ટ્રભરમાં ૧૧૫ જગ્યાએ ‘ગૌરક્ષા’ના થીમ તથા સુત્ર સાથે શોભાયાત્રા નીકળશે. આ વર્ષે ૩૨મી શોભાયાત્રાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. છેલ્લા એકાદ મહિનાથી વિવિધ સમિતિના સભ્યો, હોદેદારોની જહેમતના ફળ સ્વ‚પે ભગવાન શ્રીકૃષ્ણના પ્રાગટય દિન ‘જન્માષ્ટમી’ પ્રસંગે સવારે ૮:૦૦ કલાકે મવડી ચોકડી ખાતે એક ધર્મસભાનું આયોજન છે. ત્યારબાદ શોભાયાત્રાનું પ્રસ્થાન થશે. જેમાં ૧૫૦ થી વધુ વાહનો જોડાશે. ૨૪ કિ.મી. જેટલા લાંબા રથયાત્રાના ‚ટ પર ઠેર-ઠેર રથયાત્રાનું સ્વાગત કરવામાં આવશે એવું ‘અબતક’ના આંગણે આવી વિહિપના આગેવાનોએ જણાવ્યું હતું.આ વખતની ધર્મયાત્રાના ધર્માધ્યક્ષ તરીકે પૂ.કોઠારી સ્વામી હરિવલ્લભદાસ શાસ્ત્રીજી સ્થાન શોભાવશે. વિશ્ર્વ હિન્દુ પરિષદના આંતરરાષ્ટ્રીય કાર્યાધ્યક્ષ ડો.પ્રવિણભાઈ તોગડીયા, ધર્મસભાના મુખ્ય વકતા પદે પોતાનું મનનીય વકતવ્ય આ તકે પાઠવશે. જન્માષ્ટમી મહોત્સવ સમિતિના માર્ગદર્શકો નરેન્દ્રભાઈ દવે, શાંતુભાઈ ‚પારેલીયા, માવજીભાઈ ડોડીયા, હસુભાઈ ચંદારાણા, હરીભાઈ ડોડીયા, હસુભાઈ ભગદેવ, જીતુભાઈ મહેતા, જન્માષ્ટમી મહોત્સવ સમિતિના અધ્યક્ષ તરીકે બાબુભાઈ માટીયાની વરણી કરવામાં આવી છે. જન્માષ્ટમી મહોત્સવ સમિતિના ઉપાધ્યક્ષોમાં સામાજીક સમરસ્તા તેમજ હિન્દુ હમ સબ એક હૈના વિચાર હેઠળ વિવિધ સમાજના આગેવાનોની સમિતિમાં વરણી કરવામાં આવી છે. જેમાં સમિતિના ઉપાધ્યક્ષ વલ્લભભાઈ દુધાત્રા, સુરેશભાઈ કણસાગરા, પરેશભાઈ પોપટ, દેવજીભાઈ વાઘેલા, સુરેશભાઈ મણીયાર, ગૌતમભાઈ કાનગડ, ખીમાભાઈ જોગરાણા, કમલેશભાઈ શાહ-એડવોકેટ, અશ્ર્વિનગીરી ગોસાઈ-એડવોકેટ, ગીરીરીજસિંહ રાણા, દિનુમામા, અરવિંદભાઈ પાટડીયા, મુકેશભાઈ ધનસોટા, લાલજીભાઈ દાફડા, સુરેશભાઈ ગર, પ્રવિણભાઈ ગજજર, પારસભાઈ બેડીયા, જીતુભાઈ વાઘેલા, રાજેશભાઈ સવનીયા, ઈશ્ર્વરભાઈ ઘાટલીયા, રમેશભાઈ ચૌહાણ, પરેશભાઈ ડોડીયા, રમેશભાઈ પરમાર, સુનિલભાઈ સુરાણી, શાંતિભાઈ પરમાર, ચંદ્રેશભાઈ વાળા, સુરેશભાઈ દાઈમા, યોગેશભાઈ સોલંકી, ભરતભાઈ ડઢાણીયા, જયેશભાઈ કારેઠા, સમિતિના મહામંત્રી તરીકે નિતેશભાઈ કથીરીયા, સહમંત્રી તરીકે રાહુલભાઈ જાની, રામભાઈ શાંખલા તેમજ કાર્યાલય મંત્રી તરીકે ચંદુભાઈ સોની, સહમંત્રી રીશીતભાઈ શીંગાળા તેમજ સમિતિના કોષાધ્યક્ષ વિનુભાઈ ટીલાવત, કૃણાલભાઈ વ્યાસની વરણી કરવામાં આવી છે.આ અંગે માહિતી આપવા સમિતિના હોદેદારોમાં નિતેશભાઈ કથીરીયા, રાજુભાઈ જુંજા, દેવજીભાઈ વાઘેલા, રીશીતભાઈ શીંગાળા, પ્રવિણભાઈ ગજજર, બાબુભાઈ માટીયા, વલ્લભભાઈ દુધાત્રા, રમેશભાઈ પરમાર, ખીમજીભાઈ જોગરાણા, હરીભાઈ ડોડીયા, કમલેશભાઈ શાહ ઉપસ્થિત રહ્યા હતા.