એફ.આર.સી.ના નિયમ મુજબ ફી ન લેવાતા જીટીયુના કુલપતિને આવેદન
હાલ જુનાગઢ રાજકીય ઓથ તળે જુનાગઢની શૈક્ષણિક સંસ્થાઓ એ રીતસરનો દાટ વાળ્યો છે. શિક્ષણ માફીયાઓ દ્વારા ગેરકાયદેસર રીતે ખુલ્લે આમ ફીના ઉઘરાણા ચાલી રહ્યા છે. આવી પરિસ્થિતિમાં જુનાગઢ ભેંસાણ રોડ પર આવેલ નોબલ ગ્રુપ ઓફ ઇન્સ્ટીટયુટ નામની કોલેજના વિઘાર્થીઓએ અનુસુચિત જાતીના મુળભુત અધિકારો તથા જન જાગૃતિની ચળવળ ચલાવતા જનક્રાંતિ મંડળના પ્રમુખને આ અંગે વિગતો આપતા મંડળના પ્રમુખ વિજયભાઇ પરમાર તેમજ અન્ય કાર્યકરોએ ગઇકાલે અનુસુચિત જાતિ નાયબ નિયામકના માઘ્યમથી જીટીયુના કુલપતિને આવેદન પાઠવ્યું હતું તેમજ મંડળ દ્વારા હજુ વિઘાર્થીઓ પાસેથી વધુ ફી વસુલથી અન્ય કોલેજો સામે પણ ભવિષ્યમાં લડતના મંડાણ કરવા તેમણે ચીમકી ઉચ્ચારી હતી.
આ અંગે વધુ વિગત અનુસાર અનુસુચિત જાતિ તેમજ મુળભુત અધિકારો તથા જનજાગૃતિ માટે કામ કરતા જનક્રાંતિ મંડળ અને તાજેતરમાં અનુસુચિત જાતીના વિઘાર્થીઓએ નોબલ ગ્રુપ ઓફ ઇન્સ્ટીટયુટના એફઆરસીના નિયમ મુજબ ફિન લેવાતી હોવાનું ફરીયાદ કરતા સંસ્થાના પ્રમુખ વિજયભાઇ પરમાર તેમજ અન્ય કાર્યકરોએ નાયબ સંસ્થાના પ્રમુખ વિજયભાઇ પરમાર તેમજ અન્ય કાર્યકરોએ નાયબ નિયામક અનુસુચિત જાતિના માઘ્યમથી જીટીયુના કુલપતિને આવેદન પાઠવ્યું હતુ આ આવેદનમાં શહેરમાં ભેંસાણ રોડ પર આવેલ નોબલ ગ્રુપ ઓફ ઇન્સ્ટીટયુટ નામની કોલેજના ડીપ્લોમાં તેમજ ડીગ્રી કરતા વિઘાર્થીઓ પાસેથી એફઆરસી અમદાવાદ દ્વારા નિયત કરેલ ફી ઉપરાંતની વધારાની ફી વસુલ કરવા નોબલ ગ્રુપ, કોલેજ સંસ્થા દ્વારા દબાણ કરી માનસીક ત્રાસ આપવામાં આવી રહેલ છે. આ બાબતે અમો સંસ્થા દ્વારા આ કોલેજની રુબરુ મુલાકાત લઇ મેનેજમેન્ટ સાથે ચર્ચા કરતા એવુ માલુમ પડેલ છે કે આ નોબલ ગ્રુપ કોલેજ દ્વારા એફઆરસી અમદાવાદ દ્વારા નિયત કરેલ ઉપરાંતની વધારાની ફી અલગ અલગ નામથી વસુલ કરવામાં આવે છે તેમજ નોબલ ગ્રુપ કોલેજના મેનેજમેન્ટ દ્વારા ધમકી ભર્યા સ્વરમાં વિઘાર્થીઓને એવું દબાણ કરવામાં આવે છે કે જો આ વધારાની ફી તમે વિઘાર્થીઓ નહિ ભરો તો તમને પરીક્ષા ફોર્મ ભરવા દેવામાં આવશે નહીં. અને તમોને પરીક્ષા પણ આપવાઅ દેવામા આવશે આ રીતે વિઘાર્થીઓ ને માનસીક ત્રાસ આપવામાં આવે છે.
આ રીતે ગેરકાયદેસર વધારાની ફી વસુલ કરવાની માનસીકતા સાથે આ નોબલ કોલેજના મેનેજમેન્ટ દ્વારા ડીપ્લોમાં ડીગ્રીમાં બી.એસ.સી. માં વિઘાર્થીઓને વધારાની ફી ભરવા બાબતનું દબાણ કરી એનકેન પ્રકારે વધારાની ફી વસુલ કરવામાં આવી રહી છે. જે વિઘાર્થીઓ પાસે સરકાર તરફથી આપવામાં આવેલ ફીશીપ કાર્ડ હોવા છતાં પણ આ વધારાની ફી વસુલ કરવામાં આવી રહી છે. આ રીતે વિઘાર્થીઓને માનસીક ત્રાસ આપવામાં આવી રહ્યો છે જેથી વિઘાર્થીઓનું ભવિષ્ય ઘુંઘળુ અને અંધકારમય બની જાય છે જેની ગંભીરતા લઇ આ વિઘાર્થીઓને ન્યાય મળે તે માટે આપ સાહેબ તંત્ર સરકાર દ્વારા આ નોબલ ગ્રુપ કોલેજને કાયદાકીય રીતે શિક્ષાત્મક પગલા લેવામાં આવે એવી અમારી અપીલ છે આ બાબતે ગંભીરતાથી વહેલામાં વહેલી તક યોગ્ય અપીલ છે અન્યથા અમો સંસ્થા દ્વારા આંદોલનકારી પગલા લઇને પણ ન્યાય મેળવવા આગળ વધશું જેની ગંભીરતાથી નોંધ લેવી.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com