• 1278 જેટલા ખેડૂતો જણશો વેચવા માટે આવતા 57,602 મણ ખેત પેદાસની આવક થઈ હતી:
  • 1400 કરોડ ઉપરાંતનું ટર્નઓવર ધરાવતા જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં માર્ચ એન્ડિંગને પગલે છેલ્લા દસેક દિવસથી રજાઓ હતી.

જામનગર ન્યૂઝ : 1400 કરોડ ઉપરાંતનું ટર્નઓવર ધરાવતા જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં માર્ચ એન્ડિંગને પગલે છેલ્લા દસેક દિવસથી રજાઓ હતી. ત્યારબાદ હવે ફરી હરાજીનો પ્રારંભ થયો છે. જેને લઈને આજે વહેલી સવારથી જ ખેડૂતોએ લાંબી લાઈનો લગાવી હતી. પોતાની જણશો વેચવા માટે ખેડૂતો જામનગર યાર્ડમાં દોડી આવ્યા હતા. પરિણામે જામનગર યાર્ડમાં ફરી ધમધમાટ શરૂ થયો હતો. આજે 1278 જેટલા ખેડૂતો જણશો વેચવા માટે આવતા 57,602 મણ ખેત પેદાસની આવક થઈ હતી.WhatsApp Image 2024 04 03 at 12.21.49 de332173

આજે યાર્ડમાં સૌથી વધુ ઘઉંની આવક નોંધાઈ હતી 74 ખેડૂતો ઘઉં વેચવા માટે આવતા 13,460 મણ જેટલા ઘઉં ઠલવાયા હતા અને ઘઉંના ભાવ 435 થી લઈ 551 જેવો રહ્યો હતો. ચણાની પણ 14450 મણ જેટલી આવક નોંધાઈ હતી અને ચણાના ભાવ ₹1,000 થી માંડી 1090 અને સફેદ ચણાના ભાવ 1600 રૂપિયાથી માંડી 2055 જેવા રહ્યા હતા. મગફળી ના ભાવ 950 રૂપિયાથી 1195 અને એરંડાના ભાવ 1050 રૂપિયાથી 1120 રહ્યા હતા.

ઉપરાંત યાર્ડ ખોલતાની સાથે જીરૂના ભાવ વધશે તેવી ખેડૂતોને આશા હતી. પરંતુ આ આશા ઠગારી નીવડી છે. જીરૂના ભાવ 2050 રૂપિયાથી લઈ ₹4,725 રૂપિયા જેવા રહ્યા હતા. માત્ર 94 ખેડૂતો આવતા 2046 મણ જેટલી જીરુંની આવક નોંધાઈ હતી. કપાસના ભાવ ₹1,000 થી ₹1580 રૂપિયા અને અજમોના ભાવ ₹2100 થી 3,640 તેમજ ધાણાના ભાવ 10,00 થી લઈ 1,550 અને ધાણીના ભાવ 1400 રૂપિયાથી લઈ ₹ 2260 રૂપિયા જેવા રહ્યા હતા. લસણ ના ભાવ 800 રૂપિયાથી 3,25 જેવા રહ્યા હતા આમ 23,663 ગુણી જેવી જુદી જુદી આવક નોંધાઈ હતી.

સાગર સંઘાણી

કલમ અને કાગળ સાથે શોખથી વ્યવહાર કરું છું. શબ્દોની સાધક છું small writer in big world. Reader/ writer/ bookholic/ story writer /thinker/ video creator

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.