જમીયત ઉલેમાએ હિન્દની બેઠકમાં બાબરી મસ્જિદના ધ્વંસદિને છઠ્ઠી ડીસેમ્બરે જ સુપ્રીમ કોર્ટના ચૂકાદા સામે રિવ્યુ પીટીશન કરવાનો નિર્ણય કરાયો
અયોધ્યાના રામમંદિર, બાબરી મસ્જીદ વિવાદીત કેસમાં ૨.૭૭ એકર વિવાદીત જમીનની માલીકી હકના સુપ્રીમકોર્ટના ચૂકાદામાં જમીનનો સંપૂર્ણ કબ્જો રામમંદિર નિર્માણ ટ્રસ્ટને સોંપવામાં આવ્યો છે. જયારે મસ્જીદ બનાવવા માટે અયોધ્યામાં પાંચ એકર જમીન સંપાદન કરવાના ચૂકાદા સામે જમીયત ઉલમાએ હિંદ છઠ્ઠી ડીસે. જ રિવ્યુપીટીશન દાખલ કરવાનો નિર્ણય કર્યો છે. ઉત્તર પ્રદેશના મહાસચિવ અને મુસ્લિમ દસ પક્ષકારોમાંના એક એવા અરસદ રશીદી દ્વારા સુપ્રિમ કોર્ટમાં ચૂકાદા સામે રિવ્યુપીટીશન દાખલ કરવામાં આવશે.
અરશદ રશિદીએ જણાવ્યું હતુ કે અમારા કાનૂની સેલ દ્વારા રિવ્યુપીટીશન માટેના દસ્તાવેજો તૈયાર કરવા માટે થોડો સમય માગ્યો હતો અમે આ માટે તૈયારી કરી રહ્યા છીએ રશીદીને પૂર્વ મહાસચિવ એસ.એમ. સિદિકીના ઈન્તેકાલ પછી જેયુએચની ભાગદોડ સોંપવામાં આવી છે. રશીદીના કહેવા મુજબ અયોધ્યા ચૂકાદાનો પ્રથમ અધિયાય અંતિમ ચૂકાદાથી સાવ વિરોધાભાસી છે. અને આ કારણ જ અમને ચૂકાદાને પડકાર ફેંકવા પ્રેર્યા છે.
અમારી રજૂઆત અને આ કેસ મંદિરને તોડીને બનાવ્યાનો નથી પણ અમારે ૧૯૯૨માં મસ્જિદ શહીદ કરી તે ગેરકાનૂની કૃત્ય સામે ન્યાય મેળવવો છે. આ પ્રશ્ર્ન વણઉકેલ રહ્યો છે. અને કોર્ટે જમીન અન્ય પક્ષકારોને સોંપી દીધી છે. બાબરી ધ્વંશની તા. છઠ્ઠી ડીસેમ્બરે જ આ કેસ ફાઈલ થશે.