રાજુલાના ભરત બોરીચાને જાલીનોટ આપનાર કમલેશ જાલીનોટ આપી ગયાનું ખુલ્યું: જાલીનોટ કૌભાંડ દેશ વ્યાપી હોવાની આશંકા

દેશના અર્થ તંત્રને ખોખલુ કરવાના જાલીનોટના ખૌફનાક કાવતરાનો પોલીસે પર્દાફાશ કરી રાજુલાના મુખ્ય સુત્રધાર સહિત પાંચ શખ્સોની પોલીસે ધરપકડ કરી કરેલી પૂછપરછ દરમિયાન જાલીનોટ પૂનાથી સપ્લાય થયાનું બહાર આવતા પોલીસે તપાસનો દોર પુના સુધી લંબાવી પુનાના શખ્સને ઝડપી પૂછપરછ કરતા તેને જાલીનોટ હૈદરાબાદથી મળ્યાની કબુલાત આપતા જાલીનોટ કૌભાંડ દેશવ્યાપી હોવાની શંકા સાથે પોલીસ દ્વારા તપાસ શરુ કરવામાં આવી છે.

રાજકોટથી ઝડપાયેલા પાંચેય શખ્સોને ચાર દિવસના રિમાન્ડ પર મેળવી તેની પાસેથી રુા.500ના દરની 513 જાલીનોટ કબ્જે કરી છે.  જાલીનોટ કૌભાંડ કેટલા સમયથી ચાલી રહ્યું છે?, પુનામાં કંઇ રીતે જાલીનોટ બનાવવામાં આવતી અને અન્ય કોણ સંડોવાયું છે તે અંગે પોલીસ દ્વારા પૂછપરછ ભરત બોરીચાને પુનાના કમલેશ ઉર્ફે કનૈયાલાલ શિવનદાસ જેઠવાણી નામના શખ્સે આપ્યાની કબુલાત આપતા એ ડિવિઝન પોલીસની એક ટીમ પૂના દોડી ગઇ હતી અને કમલેશ જેઠવાણીની ધરપકડ કરી રાજકોટ ખાતે લાવી પૂછપરછ કરતા તેને હૈદરાબાદનો શખ્સ આપી ગયાની કબુલાત આપતા જાલીનોટ કૌભાંડ દેશ વ્યાપી હોવાનું બહાર આવતા પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ દ્વારા પૂછપરછ કરી છે.

શહેરના યાજ્ઞિક રોડ પર આવેલી એક્સિસ બેન્કના ભરણામાં રુા.500ના દરની જાલીનોટ આવ્યા અંગેની બેન્કના કેશિયર આશિષભાઇએ એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. બેન્કના ભરણામાં કંઇ રીતે જાલીનોટ આવી તે અંગે ક્રાઇમ બ્રાન્ચ ડીસીપી ડો.પાર્થરાજસિંહ ગોહિલ, ડીસીપી ઝોન-2 સુધિરકુમાર દેસાઇ, એ ડિવિઝન પીઆઇ ભુકણ, પીએસઆઇ બી.એચ.પરમાર, એએસઆઇ મહેશભાઇ લુવા અને ભરતસિંહ ગોહિલ સહિતના સ્ટાફે ઉંડાણ પૂર્વક તપાસ શરુ કરતા સંદિપભાઇ સગપરીયા નામની વ્યક્તિએ યાજ્ઞિક રોડ પરના પી.એમ.આંગડીયા પેઢીમાંથી રુા.5 લાખ ઉપાડી એક્સિસ બેન્કમાં જમા કરાવ્યા તેમાં 500ના દરની 31 જાલીનોટ હોવાનું બહાર આવ્યું હતું.

પોલીસે પી.એમ.આંગડીયા પેઢીમાં તપાસ કરતા મુળ રાજુલાના વતની અને હાલ સાધુ વાસવાણી રોડ પર ગીતાજંલી કોલેજ પાસે રહેતા ભરતભાઇ ઉર્ફે કિશોરભાઇ મેરામભાઇ બોરીચા નામના કાઠી શખ્સે પી.એમ.આગડીયા પેઢીમાં જમા કરાવ્યાનું બહાર આવ્યું હતું.

વિમલ સોનીએ પોતાની 150 ફુટ રીંગ રોડ પર સીનર્જી હોસ્પિટલ સામે લોર્ડઝ હોટલ ઉપર આવેલી ઓફિસે બોલાવી પોતાના ભાઇ મયુર સોનીનો પરિચય કરાવ્યો હતો. બંને ભાઇઓએ પુનાના કમલેશ નામનો શખ્સ જાલીનોટનો કાળો કારોબાર ચલાવતો હોવાનું જણાવી તે 45 ટકાથી જાલીનોટ રાજકોટ પહોચતી કરતો હોવાનું જણાવી તેનનો પરિચય કરાવ્યો હતો. ત્યારે તેને રુા.500ના દરની 930 નોટ રુા.2 હજારના દરની એક નોટ અને રુા.100ના દરની એક નોટ મળી કુલ રુા.4,67,100 આપ્યા હતા પરંતુ રુા.2000ના દરની અને રુા.100ના દરની નોટનું પિન્ટીગ નબળુ હોવાથી બંને નોટ ફાડી નાખી હતી અને રુા.500ના દરની નોટના બદલામાં પુનાના કમલેશને 45 ટકાના હિસાબે રુા.2.10 લાખ આપી દીધા હતા.

ત્યાર બાદ જાલીનોટની સાથે અસલી નોટ મિકસ કરવા માટે રાજુલાના એચ.એમ.આંગડીયા દ્વારા 500ના દરની રુા.7 લાખની અસલી નોટ મગાવી હતી. નકલી અને અસલી નોટ મિકસ કરી ભરત બોરીચાએ સૌ પ્રથમ જામનગરના દિગ્વીજય વિસ્તારમાં આવેલા વી.પટેલ આંગડીયા પેઢીમાં રુા.5 લાખ રાજુલા ખાતે મોકલ્યાહતા. તે રકમ પોતે જ કિશોરના નામે રાજુલાથી મેળવી લીધી હતી. ત્યાર બાદ એક લાખ રાજકોટથી રાજકોટથી ભાવનગર ખાતેના વેપારી શિવાંગભાઇને ચુકવવા માટે મવડી વિસ્તારમાં આવેલા પી.એમ.આંગડીયા દ્વારા મોકલ્યા હતા. ત્યાર બાદ બે વખત રુા.5-5 લાખ આંગડીયા દ્વારા ભાવનગર શિવાંગભાઇને મોકલ્યા હતા. તેમાં રુા.65 હજારની 500ના દરની નોટ પોતાના ઘરે રાખી દીધી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.