આક્ષેપોનો વળતો જવાબ દેતા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ કરણભાઇ બારૈયા

જાફરાબાદ તાલુકા પંચાયતની સામાન્ય સભા યોજવામાં આવેલ હતી તેના ૧૬ સભ્યોમાંથી ૩ જ સભ્યો હાજર રહેલા આ તાલુકા પંચાયતમાં કોંગ્રેસનું શાસન છે જેમાં ભાજપ-૮, કોંગ્રેસ-૮ સભ્યો છે.

આ સામાન્ય સભાના મુદ્દો પંચાયતના વિપક્ષના નેતા એવા મનુભાઇ વાજા દ્વારા પોતાના વિડીયો મારફત પ્રમુખ, ઉપપ્રમુખ ઉપર અનેક આક્ષેપો કરેલ જેનો સણસણતો જવાબ તાલુકા પંચાયતના ઉપપ્રમુખ કરણભાઇ બારૈયાએ આપેલ છે તેઓ જણાવેલ છે કે જે ગેરહાજર રહેવાની વાત છે.

તેમાં તેઓ આ દિવસે જ્ઞાતિના મૃત્યુમાં સ્મશાનમાં હાજર હતા તેમજ તેઓ દ્વારા દાદાગીરી અને ભ્રષ્ટાચા મામલે કરેલા આક્ષેપ સંબંધે એવું જણાવેલ છે કે હું કરણ પટેલ અઢી વર્ષ સુધી પ્રમુખ તરીકે જાફરાબાદ તાલુકા પંચાયતમાં હતો ત્યારે મે પંચાયતની એક કપ ચા પણ નથી પીધી તેમજ મેં તાલુકા પંચાયતની ગાડીનો પણ ઉપયોગ મે કરેલ નથી જો મનુભાઇ વાજા તેઓ એ કરેલા આક્ષેપોને સાબીત કરે તો હું રાજકારણ છોડી દેવા તૈયાર છું અને જો ન કરી શકે તો તેઓ એ રાજકારણ છોડી દેવું જોઇએ. તેઓએ વધુમાં એવું પણ જણાવેલ છે કે અને વળતો આક્ષેપ પણ કરેલ છે કે તમે બધાી મળી ને યાર્ડમાં શું કરો છો? તે પબ્લીક બધુ જાણે છે.

કરણભાઇ બારૈયાએ વધુમાંએવું પણ જણાવેલ છે કે હું ર૩ થી ર૪ વર્ષથી જાફરાબાદ કોળી સમાજનો પટેલ છું. અને મને કોળી સમાજે સર્વ સંમતિથી અને સર્વે લોકોની હાજરીમાં પ્રમુખ બનાવેલ છે અને હું જાફરાબાદ તાલુકામાં સારી સેવા બજાવું છું જેથી આવા આક્ષેપ  કરવા વાળાના પેટમાં તેલ રેડાય છે. જેથી આવા વાહિયાત આક્ષેપો કરે છે જેની સામે આવા લોકોને તેના જવાબ જાફરાબાદની જનતા જ આપશે અને જાફરાબાદ તાલુકાની જનતા આ બધું સારી રીતે જાણે છે તેવું અંતમાં જણાવેલ છે.

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.