આજરોજ વોર્ડ નં. 17ના કોંગ્રેસના ઉમેદવાર અશોકભાઈ ડાંગર, ઘનશ્યામસિંહ જાડેજા, જયાબેન ટાંક અને વસંતબેન પીપળીયાએ અબતકની સાથે ખાસ વાતચીત દરમીયાન રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી જીતવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
તેમણે જણાવ્યું હતું કે, શહેરના પૂર્વ વિસ્તારના વિકાસ તરફ પૂરતું ધ્યાન સરકાર દ્વારા નથી અપાયું. અમે લોકોની વચ્ચે રહ્યા છીએ. લોકોના પ્રશ્નોને વાચા આપી છે. ઘણા કામ કર્યા છે જેથી અમને વિશ્વાસ છે કે, લોકો અમને ફરીથી નગરસેવક તરીકેની જવાબદારી સોંપશે.
અમે ચૂંટાઈને આવશું એટલે નંદાહોલ પાસેનો ભરવાનો પ્રશ્ન ઉકેલીશું. ઉપરાંત લોકોના ઘરે આવતા ગંદા પાણીનો પ્રશ્ન પણ અગ્રતાના ક્રમે રહેશે. કોરોના બાદ મહિલાઓના બજેટ બગડ્યા છે. માટે પ્રજાના વિકાસલક્ષી કર્યો ઉપર ધ્યાન કેન્દ્રિત કરીશું.