ગાય, ગુજરાત, હિંદુત્વ અને ઈન્ડિયા જેવા શબ્દો પર સેન્સરની કાતર ફરશે!
ફિલ્મ સેન્સર બોર્ડ દ્વારા અમ્રત્યસેનની ડોકયુમેન્ટ્રીમાં ગાય, ગુજરાત, હિન્દુત્વ અને ઈન્ડિયા જેવા શબ્દો દુર કરવા જણાવવામાં આવ્યું હોય ફિલ્મ ઉધોગને ગૌમાંસનો મુદ્દો નડયો હોય તેવું લાગી રહ્યું છે.
સેન્સર બોર્ડ ઓફ ફિલ્મ સર્ટીફીકેશનની રીજનલ ઓફિસમાં ગુજરાત, ગાય, હિન્દુત્વ વીવ ઓફ ઈન્ડિયા, હિન્દુ ઈન્ડિયા જેવા શબ્દો હટાવવા માટે દિગ્દર્શક સુમન ઘોષને જણાવવામાં આવ્યું હતું. સેન્સર બોર્ડની કલકતાની ઓફિસમાં ત્રણ કલાક ચર્ચા કરવામાં આવી હતી. જેમાં ડોકયુમેન્ટ્રીમાં દરેક સોટમાં છેલ્લી રાત્રે આ શબ્દો હટાવવા માટે જણાવવામાં આવ્યું હોવાનું ઘોષ જણાવે છે. તેમજ તેમણે તે દુર કરવા માટે બોર્ડને અસમર્થતા દર્શાવી હતી. આ ચર્ચા બાદ અમુક શબ્દો હટાવવા મૌખિક રીતે જણાવવામાં આવ્યું હોય આ બાબતને લેખિતમાં મળે તે માટે રાહ જોઈ રહ્યા છે. તેમજ મુંબઈ ફિલ્મ કમિટી પાસેથી રીવ્યુ મંગાવવામાં આવ્યા છે. કોઈપણ પરિસ્થિતિમાં અમારો જવાબ એક જ રહેશે. હાલના સમયમાં ફિલ્મને ઓનલાઈન સર્ટીફીકેટ પણ આપવામાં આવે છે ત્યારે આ બાબતમાં યોગ્ય નિરાકરણ બાદ સર્ટીફીકેટ મળે પણ આ શબ્દો માટે કોઈ પ્રશ્ર્ન ઉઠાવવામાં ન આવે તેવી આશા રાખી રહ્યા છીએ. આ બાબતમાં સેન્સર બોર્ડના સભ્યો દ્વારા હાલ કોઈ પ્રત્યુતર આપવા મીડિયાને મનાઈ ફરમાવવામાં આવી હતી.
સેનની ડોકયુમેન્ટ્રીમાં સામાજિક પસંદગીની થિયેરીની, અર્થતંત્રના વિકાસ માટે તર્કને સારી રીતે રજુ કરી રાષ્ટ્રીય બાબતો પર પ્રકાર પાડવામાં આવ્યો છે.