ટાટા ટેકનોલોજીસ લિમિટેડ આંતરરાષ્ટ્રીય સ્તરના ઓરિજિનલ ઇક્વિપમેન્ટ ઉત્પાદકોને ટર્નકી સોલ્યુશન્સ સહિત પ્રોડક્ટ ડેવલપમેન્ટ અને ડિજિટલ સોલ્યુશન્સ પૂરી પાડતી આંતરરાષ્ટ્રીય સ્તરની ટોચની ઇજનેરી સેવા આપતી કંપની છે. કંપનીએ મૂડીબજાર નિયમનકાર સંસ્થા સીક્યોરટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયામાં નોંધણી કરાવી છે. કંપનીએ ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ (આઇપીઓ)માં રોકડ માટે 95,708,984 ઇક્વિટી શેર (ઇક્વિટી શેર્સ) સુધીના વેચાણ માટેની ઓફર રજૂ કરી છે, જે એની પેઇડ-અપ શેર કેપિટલનો અંદાજે 23.60 ટકા હિસ્સો ધરાવે છે.
વેચાણ માટેની ઓફરમાં સામેલ છે -(એ) ટાટા મોટર્સ લિમિટેડ દ્વારા 81,133,706 સુધી ઇક્વિટી શેર, (બી) આલ્ફા ટીસી હોલ્ડિંગ્સ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા 9,716,853 સુધી ઇક્વિટી શેર અને (સી) ટાટા કેપિટલ ગ્રોથ ફંડ દ્વારા 4,858,425 સુધી ઇક્વિટી શેર, જે ટાટા ટેકનોલોજીસની પેઇડ-અપ શેર કેપિટલમાં અનુક્રમે 20 ટકા, 2.40 ટકા અને 1ર20 ટકા હિસ્સો છે.ડિસેમ્બર, 2022માં પૂર્ણ થયેલા નવ મહિનાના ગાળામાં કંપનીએ કામગીરીમાંથી રૂ. 3,011.79 કરોડની આવક કરી હતી, જે ડિસેમ્બર, 2021માં પૂર્ણ થયેલા નવ મહિનામાં રૂ. 2607.30 કરોડ હતી, જે 15.5 ટકાની વૃદ્ધિ પ્રદર્શિત કરે છે.
નાણાકીય વર્ષ 2022-23ના નવ મહિનામાં કંપનીનો ચોખ્ખો નફો રૂ. 407.47 કરોડ હતો, જે નાણાકીય વર્ષ 2021-22ના નવ મહિનામાં રૂ. 331.36 કરોડ હતો. કંપનીનું એડજસ્ટ કરેલું ઇબીઆઇટીડીએ માર્જિન સતત વધ્યું છે, જે નાણાકીય વર્ષ 2019-20ના નવ મહિનામાં 16.50 ટકાથી વધીને નાણાકીય વર્ષ 2022-23ના નવ મહિનામાં 19.20 ટકા થયું હતું. જેએમ ફાઇનાન્શિયલ લિમિટેડ, સિટિગ્રૂપ ગ્લોબલ માર્કેટ્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ અને ઇજ્ઞરઅ સીક્યોરિટીઝ ઇન્ડિયા લિમિટેડ. ઇશ્યૂના રનિંગ લીડ મેનેજરની જવાબદારી સોંપવામાં આવી છે.